SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ મોજમજા કરી અને સવાર પડે તે પહેલાં પાછી આવી ગઈ અને જ્યાંથી લાકડું લીધું હતું ત્યાં જ મૂકીને, જાણે કંઈ જ બન્યું નથી તેમ બધી સૂઈ ગઈ. આમ રોજ થવા લાગ્યું. પશુઓને બાંધવાનું લાકડું રોજ આડું અવળું થતું જોઈને ગોવાળને શંકા ગઈ. તેણે આખી રાત જાગી તેનું રહસ્ય શોધવાનું નક્કી કર્યું. ત્યાં રાતે તેણે વહુઓને લાકડા પર ઊડતી જોઈ. તેને થયું કે વહુઓ રાતના ક્યાં જતી હશે? આ કુતૂહલ તેણે મનમાં જ રાખ્યું. બીજી રીતે તે લાકડાના પોલાણમાં સંતાઈ ગયો. વહુઓની સાથે તે પણ રત્નદ્વીપ પહોંચ્યો. વહુઓ આઘીપાછી થઈ એટલે તે પણ બહાર નીકળ્યો. સોનાની ધરતી જોઈને તેના મોંમાં પાણી આવી ગયું. તુરત જ તેણે થોડું સોનું લઈ લીધું અને ફરી લાકડાના પોલાણમાં સંતાઈ ગયો. આમ બે ચાર દિવસ કરતાં ગોવાળનો પારો ઊંચો ચડ્યો. સાગરશેઠે ગોવાળની ઉદ્ધતાઈ અને ઉપેક્ષા જોઈ વિચાર્યું કે ગોવાળે ગમે ત્યાંથી ધન ચોર્યું હોય એમ લાગે છે. પૈસા વિના માણસ આવી બેફિકરાઈ ન કરે. આથી શેઠે તેને કળથી પૂછ્યું. ભોળો ગોવાળ ભરમાઈ ગયો. તેણે બધી હકીકત કહી દીધી. એ જાણી સાગરશેઠ રાતની રાહ જોવા લાગ્યા. રાત પડી. વહુઓ આવે તે પહેલાં જ તે લાકડાના પોલાણમાં સંતાઈ ગયો. રત્નદ્વીપમાં પહોંચી તે બહાર નીકળ્યા. વહુઓ આવે તે પહેલાં તેણે અઢળક સોનું ભરી લીધું. સમય થતાં વહુઓ પાછી આવી. પરંતુ તેમને લાકડું રોજના કરતાં વધુ વજનદાર લાગ્યું. આથી એક વહુ બોલી : “આપણે બીજા લાકડા પર બેસીને જઈએ અને આ વજનદાર લાકડાને સમુદ્રમાં ફેંકી દઈએ.” આ સાંભળીને શેઠે ભયથી કહ્યું: “અરે ! પુત્રવધૂઓ ! એવું ન કરશો. હું તમારો સસરો પોલાણમાં બેઠો છું. તમે લાકડું ફેંકી દેશો તો હું સમુદ્રમાં ડૂબી મરીશ.” સસરાનો અવાજ સાંભળીને વહુઓ ચેતી ગઈ. તે સમજી ગઈ કે સોનાના લોભથી જ સસરા અહીં આવ્યા છે અને અઢળક સોનું ભરીને પોલાણમાં લપાઈ ગયા છે. તેમને થયું કે સસરાએ આજ સુધી અમને સુખે નથી જીવવા દીધી. આથી ભલે તે મરી જાય અને તેમણે તે લાકડું સસરા સાથે સમુદ્રમાં ફેંકી દીધું. આથી સાગરશેઠ સમુદ્રમાં ડૂબી મર્યો અને મરીને નકે ગયો. આ અંગે કહ્યું છે કે - “લોભથી પરાભવ પામેલા પ્રાણીઓને ડગલે-પગલે અસંખ્ય દુઃખો પ્રાપ્ત થાય છે અને કાળી નાગણના જેવી તૃષ્ણા સર્વ પ્રકારના ચૈતન્યનો શીધ્રપણે નાશ કરે છે.” આ દષ્ટાંતથી ભવ્ય જીવોએ જીવનમાં કદી લોભવૃત્તિ ન રાખવી. જે મળે તેમાં જ સંતોષ માનવો. લોભને થોભ નથી. તૃષ્ણાને તૃપ્તિ નથી. તે બન્ને સતત વધતા જ રહે છે. આથી સંતોષવૃત્તિ કેળવવી. ધર્મશાસ્ત્રોમાં લોભ વિષે કહ્યું છે કે - लोभश्चेदतिपापकर्मजनको यद्यस्ति किं पातकैः । सत्यं चेतपसा च किं शुचिमनो यद्यस्ति तीर्थेनकिम् ॥
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy