SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ ૧૧૭. ૨૪૪ અતિ લોભ ન કરવો पुमाननर्थं प्राप्नोति, लोभक्षोभितमानसः । यतो लोभपराभूतः सागरः सागरेऽपतत् ॥ જેનું મન લોભથી ક્ષોભ પામેલું છે તે માણસ અનર્થને પામે છે. કારણ, લોભથી પરાભવ પામેલો સાગરશ્રેષ્ઠી સમુદ્રમાં પડ્યો” વળી કહ્યું છે કે – अतिलोभो न कर्तव्यो, लोभो नैव च नैव च । अतिलोभाभिभूतात्मा, सागरः सागरं गतः ॥ “અતિ લોભ ન કરવો. લોભ ન જ કરવો, ન જ કરવો. અતિલોભ કરવાથી સાગરશેઠ સમુદ્રમાં ગયો.” સાગરશેઠનું દષ્ટાંત કહેવાય છે કે સાગરશેઠ પાસે ચોવીસ કરોડ સોનામહોર હતી. લક્ષ્મી તેના ઘરમાં આળોટતી. આ સાગરશેઠ જમની ક્રૂર દૃષ્ટિવાળો, જુગારીની જેમ બધાને છેતરનારો, કઠોર અને કક8ભાષી હતો. વ્યવહારમાં તે ખંધો અને દગાબાજ હતો અને સ્વભાવે તે ઝઘડાખોર હતો. તેને ચાર પુત્રો હતા. ચારેય પરણેલા હતા. સમય જતાં સાગરની પત્ની મરી ગઈ. ત્યારથી તે ઘરમાં જ રહેવા લાગ્યો. એક તો પોતે કંજૂસ અને પાછો ઝઘડાખોર. આથી ઘરમાં કોઈ સારું ભોજન કરે, સારાં કપડાં પહેરે, દાન કરે તે તેનાથી જરાય સહન ન થાય. આના કારણે છોકરાં અને વહુઓ સાથે તેને રોજ ઝઘડા થતા. વહુઓ સસરાના આવા સ્વભાવથી ત્રાસી ગઈ. તેમણે પોતાનો નિત્યક્રમ બદલ્યો. સસરો સૂઈ જાય પછી તેઓ મનપસંદ ખાવાનું ખાતી અને પતિ સાથે આનંદથી રહેતી. એક દિવસ બધી મહેલની અગાસીમાં બેઠી હતી. ચારેય મળીને સસરાની જ વાતો કરતી હતી. તે સમયે ત્યાંથી એક યોગિની આકાશમાર્ગે નીકળી. વહુઓએ તેમને જોઈને પ્રણામ કર્યા. નીચે આવવા માટે આમંત્રણ આપ્યું. યોગિની નીચે આવી. ચારેયે તેની અપૂર્વ ભક્તિ કરી. સાથોસાથ પોતાના દુઃખની પણ માંડીને વાત કરી. યોગિનીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને, સરળતાથી સિદ્ધ થાય તેવી આકાશગામી વિદ્યા આપી. બીજી રાતે પતિ સૂઈ ગયા હતા ત્યારે ચારેય વહુઓએ ભેગા મળીને એક લાકડાને મંત્રથી મંતર્યું અને તેના પર બેસીને બધી રત્નદ્વીપ ગઈ. સોનાની ધરતી પર ચારેય ખૂબ હાલી,
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy