SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ જેઓ સાગરાચાર્યના આ દષ્ટાંતથી અહંકાર ટાળી યોગ્ય કળામાં શ્રુતાધ્યયન-અધ્યાપન કરશે કરાવશે તે સુખ-સૌભાગ્ય પામશે. અન્યથા વિદ્વાન સાધુજનોની સભામાં ઘણી રીતે લજ્જાનિંદા પામશે. ૨૫૦ અકાળે સ્વાધ્યાયની હાનિ अस्वाध्यायक्षणेष्वज्ञः स्वाध्यायं कुरुते सदा । यतः क्रियाः फलन्त्येव यथोक्तसमये कृताः ॥१॥ અર્થ:- મૂર્ખ માણસ હંમેશાં અસ્વાધ્યાય સમયે સ્વાધ્યાય કરે છે. કિંતુ યોગ્ય ઉચિત સમયે કરેલી ક્રિયાઓ જ સફળ થાય છે. અસ્વાધ્યાયકાળ અનેક પ્રકારે હોય છે. તેનું સ્વરૂપ આવશ્યક નિર્યુક્તિની વૃત્તિથી, પ્રતિક્રમણ અધ્યયનની તેમજ પ્રવચનસારોદ્ધારના બસો અડસઠમા દ્વારથી જાણવું. છતાં સંક્ષેપમાં અહીં જણાવાયું છે. જેટલો કાળ આકાશમાંથી સૂક્ષ્મ રજ પડતી હોય ત્યારે તેટલો સમય, તેમજ ધુઅર (ધુંવાડ) પડે તેટલો સમય, અસ્વાધ્યાય કાળ જાણવો-ધુંઅર પડે ત્યારે તો તેટલો વખત સાધુ મુનિરાજ અંગ ઉપાંગ સ્થિર રાખે ને ઉપાશ્રયાદિ સ્થાનમાં સ્થિર રહે. ગંધર્વનગર (આકાશમાં દેખાતા નગર જેવું) ઉલ્કાપાત, દિશાઓમાં દાહ દેખાવો, કે વીજળીપાત થાય ત્યારે તે વખતે અને તેથી એક પ્રહર ઉપરાંત સુધી અસ્વાધ્યાયકાળ જાણવો. અકાળે (વર્ષા કાળ વિના) વીજળી ચમકે, મોઘ ગર્જ તો તે પછી બે પ્રહર સુધી અસ્વાધ્યાય, અષાઢ તેમજ કાર્તિક ચોમાસીનું પ્રતિક્રમણ કર્યા પછી એકમ સુધી અસ્વાધ્યાય, આસો અને ચૈત્રની શુક્લ પક્ષની પાંચમના મધ્યાહ્ન પછી વદ પક્ષની એકમ સુધી અસ્વાધ્યાય જાણવો, બીજથી સ્વાધ્યાય સૂઝે. રાજા અને સેનાપતિ આદિના પરસ્પર યુદ્ધ વખતે, હોળીના પર્વમાં જ્યાં સુધી રજ ઊડતી બંધ ન થાય ત્યાં સુધી, ગામના રાજાનું મૃત્યુ થયે નવા રાજાનો અભિષેક ન થાય ત્યાં લગી અસ્વાધ્યાય કાળ સમજવો. ઉપાશ્રયથી સાત ઘર સુધીમાં કોઈ પ્રસિદ્ધ માણસનું મૃત્યુ થયું હોય તો એક રાત-દિવસ, ઉપાશ્રયથી એકસો હાથની અંદર કોઈ અનાથનું મૃત્યુ થયું હોય તો તેનું કલેવર જયાં સુધી હોય ત્યાં સુધી અસ્વાધ્યાયકાળ, સ્ત્રીના રડવાનો અવાજ જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરાય. જળચર, પંચેન્દ્રિય, તિર્યંચ, મત્સ્ય આદિના લોહી-માંસ કે હાડકાં આદિ ઉપાશ્રયથી સાઠ હાથ સુધીમાં પડ્યાં હોય તો તે તથા કોઈ પક્ષીનું ઈંડું આખું પડ્યું હોય તો તે કાઢી-ભૂમિ શુદ્ધ કર્યું
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy