SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ સમજાઈ ગયો. આપશ્રીના અંગે અંગે એ અર્થ સ્પષ્ટ જણાય છે. આપની કેવી અદ્દભુત-અલૌકિક યોગ્યતા છે. આપે જાણે “મૂળ સ્વરૂપે થઈને જ મૂળ અર્થ પ્રકાશિત કરીશ.” એવી પ્રતિજ્ઞા સારી રીતે પાળી છે. આજે મારા મનોરથ જ નહીં મારો ભવ જીવતર પણ સફળ થયું છે, અહો આપની ક્ષમાં પણ કેટલી અકળ છે. છ છ મહિના સુધી મેં એકની એક ગાથાનો અર્થ પૂક્યા કર્યો પણ કોઈ વખત આપે કોપનો અંશ પણ દાખવ્યો નથી. એટલું જ નહીં, જ્યારે જ્યારે મેં પ્રશ્ન કર્યો ત્યારે ત્યારે સુધાદષ્ટિની વૃષ્ટિથી જ મને પવિત્ર કર્યો છે. આમ વારંવાર આચાર્યદેવશ્રીની સ્તુતિ કરી ફરી ફરી વંદના કરી, આચાર્યદેવે પણ પછી ગાથાનો મૂળ અર્થ કર્યો - दोससयमूलजालं, पुव्वरिसिविवद्धिज्जियं जइवंतं । अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ॥१॥ અર્થ:- સેંકડો દોષોને ઉત્પન્ન કરવામાં મૂળ જાળ સમાન, પૂર્વઋષિઓએ વર્જિત કરેલા, યતિ-મુનિઓએ વમી નાંખેલા અને અનર્થ કરનારા એવા અર્થ (ધન) ને જો વહન કરે છે - પાસે રાખે છે તો પછી શા માટે નિરર્થક તપ કરે છે? અર્થાતુ ધનાદિ પરિગ્રહને ગ્રહણ કરનારના તપસંયમાદિ નિરર્થક છે. વિશેષાર્થ-રાગાદિક દોષોને ઉત્પન્ન કરવામાં મૂળ કારણ સ્વરૂપ તથા મત્સ્ય પકડવાની જાળની જેમ બંધના હેતુભૂત હોવાથી દોષોની જાળ સમાન અર્થ (ધન) છે, તેથી જ પૂર્વે થઈ ગયેલા શ્રી વજસ્વામી આદિ આચાર્યોએ જેનો ત્યાગ કર્યો છે, અને મહા ધનાઢ્યો જેને છોડી સાધુ થયા છે વળી જે નરકાદિ દુર્ગતિગમન આદિ અનેક અનર્થનું કારણ છે તેવા ધનને જો તું રાખે છે, વહન કરે છે તો પછી નિરર્થક-પ્રયોજન સિદ્ધ ન કરી શકે તેવું અનશનાદિ તપ શા માટે આચરે છે? અર્થાત્ સાધુ ધનસંગ્રહ કરે અને તપસંયમ પણ આદરે તે સુસંગત નથી. આ પ્રમાણે ગાથાનો યથાર્થ અર્થ સાંભળી તે શ્રાવક અતિ આનંદિત થયો ને ગુરુ મહારાજના ગુણ ગાતો ઘરે ગયો. શ્રી રત્નાકરસૂરિજી મહારાજને પણ પોતે આચરેલા પ્રમાદનો ઘણો પશ્ચાત્તાપ થયો, ને તેની આલોચના કરવા શ્રી સિદ્ધગિરિ જઈ શ્રી આદીશ્વર ભગવંતની સમક્ષ “શ્રેય શ્રિય મફતિય' આદિ વૈરાગ્ય રસ ઝરતી (લોકમાં રત્નાકરપચ્ચીશીના નામે પ્રસિદ્ધ થયેલી) સ્તુતિ કરી અને આયુષ્યની સમાપ્તિ સમીપ જાણી ચારે આહારના ત્યાગરૂપે અણસણ કરી સ્વર્ગે પધાર્યા. સૂરિ મહારાજ પાસે મુક્તા-માણેક આદિ જે મૂલ્યવાન વસ્તુ હતી તે કોઈને કલ્પે તેવી ન હોઈ શ્રાવકોએ ઘંટી-ખરલમાં દળાવી-ખંડાવી પરઠવી-ઉડાડી દીધી. આ પ્રમાણે વૃદ્વમુખે સાંભળી લખ્યું છે, બાકી બહુશ્રુત પાસે જાણી લેવું. સદ્દગુરુને પામી તે સુશ્રાવકે આગ્રહપૂર્વક ગાથાનો યથાર્થ અર્થ સાંભળવાની ઉત્કટ સ્પૃહા રાખી તથા અનિદ્ભવ એવા એ મહાન આચાર્યે પોતાની પ્રબલ પ્રજ્ઞાથી મૂળ અર્થને ગુપ્ત રાખી
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy