SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ અર્થ પૂછ્યો, આચાર્યશ્રીએ પોતાની મહાન પ્રજ્ઞા-પ્રતિભાથી સર્વ પંડિતો માન્ય કરે એવા અનેક અર્થો કર્યા. તે સાંભળી પ્રસન્નતા પ્રકટ કરતો શ્રાવક નમ્રતાપૂર્વક બોલ્યો “ભગવાન ! આપની પ્રજ્ઞા અદ્ભુત છે, અપૂર્વ અર્થ મેં સાંભળ્યો. પરંતુ કૃપાળુ ! આવતીકાલે તેનો મૂળ અર્થ પ્રકાશી મારા આત્માને કૃતાર્થ કરશો.” એમ કહી, મહારાજશ્રીને વાંદી પોતાને ધંધે ચાલી ગયો. બીજે દિવસે આવી શ્રાવકે પાછો તે જ ગાથાનો મૂળ અર્થ પૂછ્યો. ત્યારે આચાર્યજી વિચારે છે કે, મૂળ ગાથાના અર્થમાં જણાવેલી પ્રવૃત્તિનો બાહ્ય વ્યવહાર પણ મારામાં શુદ્ધ નથી તો અંતવૃત્તિથી તો હોય જ ક્યાંથી? તેમાં જણાવેલ અર્થની શુદ્ધપ્રવૃત્તિ વિના તે અર્થનું વ્યાવર્ણન કરવું શોભે નહીં, અને મૂળ અર્થને છુપાવવો કે દોષ આપવો પણ યોગ્ય નથી જ. એમ વિચારી તે દિવસે પણ તેમણે શબ્દપર્યાયના આધારે નવીન વ્યાખ્યા કરી જે વિદ્વત્તાથી પૂર્ણ હતી. શાંતિથી સાંભળી પ્રશંસા કરી પાછો મૂળનો અર્થ સાંભળવા આવીશ એમ કહી ગયો. ને ત્રીજા દિવસે ગાથાનો મૂળ અર્થ પાછો પૂક્યો. ગુરુજીએ કદી ન સાંભળ્યો હોય તેવો અર્થ કર્યો, પણ શ્રાવક તો બરાબર સમજ્યો નથી ને પાછો સમજવા આવીશ એવો ભાવ દેખાડતો રહ્યો ને આમ આ ગાથાના અર્થની વ્યાખ્યામાં છ માસ વીતી ગયા. ગુરુ મહારાજનો શબ્દભંડોળ જ્ઞાનનો અક્ષય ભંડાર જાણીને વિસ્મિત થયેલા તે શ્રાવકે હાથ જોડી વિનંતી કરી કે “હે દયાળુ ! ગંગાનદીની રેતીના કણ જેમ અનંતજ્ઞાની વિના કોઈ ગણી શકે તેમ નથી તેમ આપના ગુણનું વર્ણન કરવામાં મારા જેવો માણસ કદી સમર્થ થઈ શકે તેમ નથી. હે ધર્મશાસનના રખેવાળ ! ઘી વેચીને ઉપાર્જન કરેલું બધું નાણું પણ આજે ખલાસ થઈ રહ્યું છે અને એક અગત્યનું કાર્ય પણ આજે આવી પડ્યું છે માટે મારે ઘરે જવું પડશે ને જઈશ. પણ મારા મનમાં આ એક વાત સદા ખટકતી રહેશે કે એક મહાન, સમર્થ અને ગીતાર્થ ગુરુ મહારાજ પાસેથી પણ મને જો ગાથાનો મૂળ અર્થ નહીં મળ્યો તો સંસારમાં બીજે તો ક્યાંથી મળી શકશે? આટલું કહેતાં એ ગદ્ગદ્ થઈ ગયો ને આચાર્ય પણ ઊંડા ચિંતનમાં ઊતરી ગયા.' તરત સ્વસ્થ થઈ તેમણે કહ્યું “ભાગ્યશાલી ! કાલે સવારમાં આવજો હું તમને મૂળાર્થ કહીશ.” તે સાંભળી હર્ષિત થયેલો શ્રાવક સ્વસ્થાને ગયો. આચાર્યદેવ ચિંતનમાં પડ્યાઃ વિષયો જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ આત્માને તેનો વધુ ને વધુ લોભ લાગે છે, જયારે શાસ્ત્રમાં જણાવ્યું છે કે “મુક્તા: શ્રિય: મહુધા તતઃ વુિં ?” અર્થાત્ જો લક્ષ્મી છોડી તો કામધેનુનું પણ શું કામ છે? ઘણું મંથન કરી તેઓ એક નિર્ણય પર આવ્યા અને માણેક-મુક્તાની માળા આદિ બધો કિંમતી પરિગ્રહ છોડી તેનાથી આત્માને વેગળો કર્યો. દ્રવ્યભાવથી એ ભાર છોડી દેતાં જ આત્મા હળવો ફૂલ જેવો થઈ ગયો. આત્માના તારણ કાજે રત્નત્રયમય પૂર્વવત્ એ આચાર્ય થઈ રહ્યા. તેમની બાહ્યસૃષ્ટિ ને અંતવૃત્તિ સાવ ફરી ગઈ. જાણે રોમે રોમે ત્યાગ સંયમ રમી રહ્યા. સવારના પહોરમાં શ્રાવક આવ્યો. જાણે સમસ્ત પાપથી દૂર અને અપૂર્વ ગુણથી ભરપૂર સૂરિજીને જોઈ શ્રાવકે ત્રણ પ્રદક્ષિણા-પ્રમાણપૂર્વક સ્તુતિ કરી ને પછી હાથ જોડી કહ્યું “હે તરણતારણ ભગવન્! આજે તો આપશ્રીના દર્શન માત્રથી તે ગાથાનો મૂળ અર્થ
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy