SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૨૧ રાજાના ને પ્રજાના અતિ માન-સન્માને રાજસભામાં પાલખીમાં જવું આદિ પ્રકારે તેમનામાં શૈથિલ્ય આવતાં તેઓ ચારિત્રગુણમાં હાનિ પામવા લાગ્યા, એટલું જ નહીં રાજા, સામંત, મંત્રી આદિના આહાર અને ઉત્તમ વસ્ત્રો પણ લેવા-વાપરવા લાગ્યા. તેમની અદ્ભુત શક્તિ-સામર્થ્ય આદિના પ્રભાવે તેમના પર અતિ આદરવાળા તે રાજા-સામંતાદિ તેમને મણિ માણેક-ઉત્તમ મોતી આદિ આપતા અને તેઓ તે ગ્રહણ પણ કરવા લાગ્યા. આમ તેઓ (રસ, ઋદ્ધિ ને શાતા) ત્રણે ગારવવાળા થઈ ગયા. જીવન સાવ સાધ્વાચારથી જુદું જણાય તેવું થઈ ગયું છતાં તેમણે શ્રી વીતરાગદેવના માર્ગ વિરુદ્ધ એકે અક્ષર ઉચ્ચાર્યો ન હતો. શ્રી અર્હત્પ્રભુની વાણીની અપેક્ષા ત્યજી નહોતી, પ્રમાદથી પણ શ્રી તીર્થંકરદેવપ્રણીત તત્ત્વને જરાય દૂષણ ન લાગે તેની તેઓ સાવધાની રાખતા. તેમનો પ્રરૂપણા પક્ષ અતિનિર્મળ અને તેથી સબળ પણ હતો. એકવાર નજીક ગામ રહેતો, ઘીનો વ્યવસાયી, જીવા-જીવાદિ પદાર્થનો જ્ઞાતા, સાધુઓને પિતા અથવા ભાઈ માનનાર, એક શ્રાવક ઘી વેચવા તે નગરમાં આવ્યો. ઘીના અનેક કુંડલા (ગાડવા) વેચતો. તેથી તેને સહુ કુંડલિયો પણ કહેતા. તેણે રાજમાર્ગથી પાલખીમાં બેસી રત્નાકરસૂરિજીને રાજમહેલ જતાં જોયા. અનેક વિદ્વાનો તેમને પરિવરેલા ને અનેક રાજસેવકો સેવતા ને સહુ તેમનો જયજયકાર કરતા હતા. કુંડલિયા શ્રાવકે વિચાર્યું, અહો શાસનના મહાપ્રભાવક અને ગુણોના સાગર જેવા આ આચાર્ય પ્રમાદમાં પડ્યા લાગે છે. હું તેમને કાંઈ કહી શકું તેમ નથી. કારણ કે ભણવાનો વિધિ બ્રહ્માને કોણ શીખવી શકે ? મારે જોવું જોઈએ કે તેઓ સર્વશ્રી ભ્રષ્ટ છે કે દેશથી ? પાલખીની સામે રાજમાર્ગ પર ઊભા રહી તેમણે પગરખાં કાઢી - ખેસ નાખી વિધિપૂર્વક વાંદીને ઉચ્ચ સ્વરે આમ સ્તુતિ કરી. गोयम सोहम जंबू पभवो, सिज्जंभवो अ आयरिया । अन्नेवि जुगप्पहाणा तुह दिट्ठे सव्वेवि ते दिट्ठा ॥१॥ - અર્થ :- હે ભગવાન ! તમને જોવા માત્રથી ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જંબૂસ્વામી, પ્રભવસ્વામી, શય્યભવસ્વામી આદિ પ્રભુના મહાન પટ્ટધરો તેમજ બીજા પણ સર્વ યુગપ્રધાન આચાર્યોને મેં જોયા - મેં તેમનાં દર્શન કર્યાં. હું એમ માનું છું. આવી સ્તુતિ સાંભળી આચાર્યશ્રી શરમથી નીચું જોઈ ગયા ને બોલ્યા - “મહાનુભાવ ! કાગડાને હંસની ઉપમા ઘટતી નથી. તે મહાન આચાર્યોના અધ્યવસાયમાંથી માત્ર એક સમય પૂરતો પણ જો શુદ્ધ અધ્યવસાય મારા આખા ભવમાં થાય તો પણ હું નિર્મળ થઈ શકું.” આ સાંભળી શ્રાવકે વિચાર્યું ‘અહો આ સૂરિજી ધન્ય છે, અનેક મિથ્યાત્વીથી ઘેરાયેલા છતાં, શ્રી તીર્થંકર પરમાત્માના વચનની જરાક એવી પણ અપેક્ષા તેમને છોડી નથી. લાગે છે કે તેઓ મૂળથી ભ્રષ્ટ નથી, પછી દેશનાના સમયે તે શ્રાવક ઉપાશ્રયે આવી રત્નાકરસૂરિજીને વિધિપૂર્વક વાંદી પ્રવચન સાંભળવા લાગ્યો. દેશના પછી તેણે “વોસસયમૂલનાતં” ઉપદેશમાલાની આ ગાથાનો
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy