________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪
૨૮૯ સિદ્ધચક્રનું યંત્ર અને તેનો આમ્નાય આપનાર ધર્મગુરુને યંત્રવિદ્યાના જાણ સમજવા. વળી એક નગરના રાજાએ નવયુવા અતિસ્વરૂપવાન સાધ્વીને મહેલમાં ઊંચકાવી મંગાવી. રાજાને ઘણી રીતે સમજાવ્યો કે તું સાધ્વીને છોડી દે. આ તેં આગ સાથે રમત આદરી છે. આનાં પરિણામ સારાં ન આવે. પણ રાજા ન માન્યો. ત્યારે એક મંત્રસિદ્ધ મુનિએ રાજમહેલના આંગણામાં પડેલા ઘડેલા થાંભલા ને મહેલ ઉડાડ્યા. તે થાંભલામાંથી અવાજ નીકળવા લાગ્યો ને તેથી મહેલના ઊભા થાંભલા પણ હાલવા-ધ્રૂજવા લાગ્યા. આથી ગભરાઈ ગયેલો રાજા બધું મૂકી બહાર ભાગ્યો ને સાધ્વીને પગે લાગી ક્ષમા યાચવા લાગ્યો.
પદ્મિસૂત્રમાં ચોથા મહાવ્રતના આલાવામાં જણાવ્યું છે કે રાગથી કે દ્વેષથી મૈથુન સેવવું નહીં. ત્યારે શંકા થઈ કે મૈથુન તો રાગથી જ સેવાય છે, દ્વેષથી કેવી રીતે બને? તો દ્વેષ શબ્દનું શું તાત્પર્ય છે? તેનો ઉત્તર આપતાં પખિસૂત્રની વૃત્તિમાં જ જણાવ્યું છે કે કોઈ નગરમાં એક પરિવ્રાજિકા રહેતી હતી. તેણે મંત્ર પ્રયોગથી મહાપ્રભાવ પેદા કરેલો. રાજા-પ્રજા બધા તેના વશવર્તી હતા. “જૈન સાધુ ઉત્કૃષ્ટ તપોબળ ને લબ્ધિશાળી હોય છે.” એવી માન્યતા પ્રચલિત છતાં સાધુઓ પોતાના રસ્તે જાય ને પોતાના રસ્તે આવે, ત્યારે લોકો તેમને નિસ્તેજ ને પ્રતાપહીન કહે. આમ કોઈ નિંદા કરે પણ કોઈ પ્રશંસાની વાત ક્યાંય થાય જ નહીં. એકવાર રાજાએ રાણી પાસે પરિવ્રાજિકાનાં ઘણાં વખાણ કર્યા ને કહ્યું “તેનું શીલ અતિ ઉત્તમ છે. કારણ કે શીલ ગુણ વિના કોઈ ઉત્તમ તત્ત્વ વિકાસ પામતું નથી.” આમ વારંવાર કહ્યું. રાણી જિનમતની ઉપાસિકા હતી, તેથી તેણે આ વાતને કશી મહત્તા ન આપી. સમય વીતવા લાગ્યો.
એકવાર ઉદ્યાનમાં પધારેલા જ્ઞાની ગુરુમહારાજ પાસે આવી રાણીએ તાપસીની વાત જણાવતાં કહ્યું “ભગવાન્ ! અમારા ગામમાં એક તાપસી રહે છે, તેણે પોતાના શીલ આદિ ઉત્તમ દેખાવથી-વ્યવહારથી રાજા સહિત સમસ્ત નગરને વશ કરી લીધું છે. તેથી લોકો જૈન મુનિઓની છડે ચોક ટીકા-નિંદા કરતા થઈ ગયા છે. મુનિઓ તરફ આદર, આહારાદિ વહોરાવવામાં ભક્તિ ન હોઈ, કોઈ સારા સાધુઓ આ તરફ વિચરતા પણ નથી. પરિણામે આખું નગર મિથ્યાત્વી થઈ ગયું છે. આપ જેવા સમર્થ જ તેનો ઉદ્ધાર કરી શકે.” ' આ સાંભળી એક મંત્રસિદ્ધ મુનિને ક્રોધ આવ્યો કે પોતાના આચાર આત્માના ઉદ્ધાર કાજે છે, નહીં કે કોઈને ઉતારી પાડવા કે વટાવી ખાવા માટે. રાણીના ગયા પછી તેણે આકર્ષક વિદ્યાનો પ્રયોગ કર્યો. પરિણામે એકાંતમાં રહેલા તે સાધુ પાસે તે તાપસી આવી ને કામવિહ્વળ થઈ કંપવા લાગી. નમ્ર ને વિનીત થઈ કરગરતી કહેવા લાગી તમે મહાન અને સમર્થ છો, મારી ઇચ્છા તમે જ પૂરી કરી શકશો. મારા કામ વ્યાધિનું શમન કરો એમ કહેતી તેણે સાધુને આલિંગનમાં લીધા. કામવશ તે ઉત્તેજિત થઈ; મુનિએ પણ ધર્મનિંદક પરિવ્રાજિકાનું મહત્ત્વ નષ્ટ કરવા જરાપણ અનુરાગ વિના દ્વેષ બુદ્ધિથી જ તેની સાથે ગમન કર્યું, ને તેના માનનું મર્દન થયું, પછી તાપસી ત્યાંથી પાછી આવી. ને તે સગર્ભા થઈ. લોકોમાં વાત પ્રસરી ગઈ, જેવી પ્રશંસા હતી તેવી નિંદા