SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ પતન પામ્યો, પણ દસ જણને જ્યાં સુધી પ્રતિબોધ ન પમાડે ત્યાં સુધી જમવું નહીં અને આ અભિગ્રહ તેમણે પરિપૂર્ણ રીતે પાળ્યો. તેમની પ્રભાવકતાના પ્રતાપે તેમનો પ્રત્યક્ષ દોષ પણ કોઈ ગ્રહણ ન કરતું કે પોતે તો રંગ-રાગમાં મદમસ્ત છે ને બીજાને ઉપદેશ આપે છે? ઊલટાનું સહુ એમ વિચારતા કે ખરેખર આ કોઈ અસામાન્ય મહાત્મા છે, જે મોહજાળમાં પડવા છતાં આત્માને સાચવીને બેઠા છે. પોતાના ગુણોનો નાશ કર્યો નથી માટે જ આવો અપૂર્વ બોધ આપે છે. કાજળની કોટડીમાં રહેવા છતાં, આત્મસ્વભાવને ઊજળો રાખ્યો છે. તેમના આત્માને વારંવાર ધન્યવાદ છે. કોઈ સંયોગવશ તેઓ અહીં આવી ચડ્યા છે પણ આ અવશ્ય મહાનતાએ પહોંચશે. આમણે તો અમારાં જ્ઞાન-નેત્રો ઉઘાડી મહાપ્રકાશ આપ્યો છે. મોહસાગરમાં પડ્યા છતાં તેઓ ડૂબી નથી ગયા. આમની તુલના કરી શકાય એવા કોઈ મહાત્મા જણાતા નથી તો કોની સાથે આમને સરખાવીએ? ખરી વાત તો એ લાગે છે કે અમ જેવા પાપીઓને તારવા માટે જ આ વેશ્યાના ઘરમાં અમારા માટે નાવ જેવા થઈ આવી ચડ્યા છે. આ સિવાય તો કોઈ બીજું કારણ જણાતું નથી. આમ સર્વે નંદિષેણની સ્તુતિ કરતા પણ કાંઈ અઘટિત વિચારતા નહીં. ત્રીજા પ્રભાવક વાદી, એટલે કે પરવાદીને પરાજિત કરનાર. આ સંબંધમાં વૃદ્ધવાદી, મલવાદી, દેવસૂરિજી સિદ્ધસેનદિવાકરસૂરિજી, વાદિવેતાલ શાંતિસૂરિજી મહારાજ આદિનાં દૃષ્ટાંતો પ્રભાવક ચરિત્ર આદિ ગ્રંથોથી જાણવાં. ચોથા પ્રભાવક આચાર્ય-એટલે ગચ્છના આધારભૂત ૧૨૯૬ ગુણોથી શોભતા. (છત્રીશ છત્રીશીથી અલંકૃત) શ્રી પ્રભવસ્વામી તથા શäભવસૂરિજી આદિનાં દૃષ્ટાંતો જાણવાં. પાંચમા પ્રભાવક પક એટલે ઘોર તપસ્વી. આના ઉદાહરણમાં છ હજાર વર્ષ સુધી છઠનો તપ કરનાર વિષ્ણુકુમારમુનિ, છમાસી તપ કરનાર ઢંઢણકુમારમુનિ, સાઠ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરનાર સુંદરી, એક વર્ષ સુધી કાઉસ્સગ્નમાં રહેનાર બાહુબલીજી, વિષમ પ્રકારના અભિગ્રહ ધારનારા બહુધામુનિ, અગિયાર લાખ એંસી હજાર ને પાંચસો માસક્ષમણ કરનાર નંદનમુનિ, સોળ વર્ષ સુધી આયંબિલ તપ કરનાર જગચંદ્રસૂરિજી તથા ગુણરત્ન, સંવત્સર તપ કરનાર સ્કંધકમુનિ આદિના ઉલ્લેખો છે. છઠ્ઠા પ્રભાવક નૈમિત્તિક એટલે નિમિત્ત (જયોતિષાદિ) બળથી ભૂત-ભવિષ્યનું જ્ઞાન રાખનારા. આ બાબતમાં વરાહમિહિરની સામે સાચું નિમિત્તજ્ઞાન જણાવનાર શ્રી ભદ્રબાહુસ્વામીજી તથા પોતાના સંસારી ભાણેજ દત્તનું સાતમે દિવસે મૃત્યુ ભાખનારા શ્રી કાલિકાચાર્ય આદિનાં ચરિત્રો જાણવાં. સાતમા પ્રભાવક વિદ્યાવાનું - એટલે વિદ્યા, મંત્ર, યંત્ર, બુદ્ધિ, સિદ્ધિ, ચૂર્ણ, અંજન, યોગ, ઔષધ તેમજ પગમાં લેપ આદિ પ્રયોગથી સિદ્ધ પુરુષ. તેમાં પાડાનો ભોગ લેનાર કંટકેશ્વરીદેવીને વશ કરનાર શ્રી હેમચંદ્રસૂરિજી મંત્રવિદ્યાવાળા સમજવા. શ્રીપાળ રાજાને શ્રી
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy