SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ કાળાંતરે પુત્રને વ્યવહાર ભાર સોંપી પતિ-પત્નીએ ચારિત્ર લીધું. ઉત્કટ આરાધના-તપ-સંયમથી તે બન્ને કેવળી થઈ મોક્ષે સિધાવ્યાં. આમ સાધર્મિક વાત્સલ્યના ઘણા ભેદો છે, સમજુ માણસો લાભ જોઈ પ્રવર્તી કરે છે. આ સાતમા દર્શનાચારને પાલન કરનારે સર્વ શક્તિને યુક્તિપૂર્વક સાધર્મિકની સદા સેવા-ભક્તિ કરવી, બહુમાન કરવું. *0* ૨૮૭ ૨૦૦ દર્શનાચારનો આઠમો આચાર-પ્રભાવના अष्टौ प्रोक्ता निशीथादौ शासनस्य प्रभावका । मार्गानुसारिण्या शक्त्या, त एवोद्भासयन्ति तत् ॥१॥ અર્થ :- નિશીથ આદિ શાસ્ત્ર ગ્રંથોમાં શ્રી જિનશાસનની પ્રભાવના કરનાર આઠ પ્રકારના -- પ્રભાવક કહ્યા છે. તેઓ જ માર્ગાનુસારી શક્તિથી શાસનને પ્રભાવશાલી રાખે છે, શોભાવે છે. આ આઠ પ્રભાવક શ્રી નિશીથ સૂત્રમાં આ પ્રમાણે બતાવેલા છે. (૧) અત્તેસિટ્ટુિ, (૨) ધમ્મદ્દી, ( રૂ ) વા, (૪) આયરિય, ( - ) હવTM, ( ૬ ) નૈમિત્તિ, (૭) વિગ્ગા, (૮) રાયશĪસમ્બઓ ગ, તિસ્થળમાવિંતિ । અર્થ :- (૧) અતિશયશાલી ઋદ્ધિમાન, (૨) ધર્મકથી, (૩) વાદી, (૪) આચાર્ય, (૫) તપસ્વી, (૬) નૈમિત્તિક, (૭) વિદ્યાવાન, (૮) રાજાના ગણમાં-સમૂહમાં સંમત-સન્માન પામેલા. આ આઠે શ્રી જિનમતને પ્રભાવશાલી રાખે છે. જેમને બીજાઓથી ઉત્કૃષ્ટ ઋદ્ધિ એટલે તેોલેશ્યાદિ લબ્ધિઓ હોય તે અતિશયિત ઋદ્ધિ કહેવાય. આ સંબંધમાં કુંચિક નામના શેઠને શિક્ષા આપનાર શ્રી મુનિપતિ નામે અણગારનું અથવા ભાવિકાળમાં થનાર શ્રી સુમંગલમુનિનું દૃષ્ટાંત શ્રી ભગવતીજી સૂત્રના પંદરમા શતકમાંથી જાણી લેવું. બીજા પ્રભાવક ધર્મકથી. એટલે વ્યાખ્યાનની અદ્ભુત શક્તિ-લબ્ધિવાળા જેમ શ્રી નંદિષેણ મુનિ. નંદિષેણ કર્મવશ મુનિપણું છોડી વેશ્યાને ઘરે રહ્યા. ત્યાં રહીને પણ દ૨૨ોજ દસ જીવોને ધર્મકથા ઉપદેશાદિથી પ્રતિબોધ પમાડતા અને પ્રભુ મહાવીરદેવ પાસે દીક્ષા લેવા મોકલતા. આમ બાર બાર વર્ષસ વીત્યાં, બાર વર્ષમાં બેંતાલીશ હજાર બસો પુરુષો કે જેઓ વિલાસ માટે વેશ્યાને ત્યાં આવતા તેમને પ્રતિબોધી ભગવાન પાસે મોકલતા. તેમને એવો નિયમ હતો કે કર્મવશ હું તો
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy