________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
તે પ્રતિમાજીનાં દર્શન અને હવણથી વ્યાધિઓ નાશ પામતા. સંઘના પૂછવાથી તે પ્રતિમાજીનો ઈતિહાસ બતાવતાં આચાર્યશ્રીએ કહ્યું “પૂર્વે વરૂણદેવે અગિયાર લાખ વર્ષ સુધી આ પ્રતિમાજીને પૂજ્યાં હતાં. પછી શ્રી રામચંદ્રજીએ પણ લાખો વર્ષ પૂજ્યાં, પછી એંસી હજાર વર્ષ તક્ષકનાગે પૂજ્યાં, તે પછી ઘણો સમય સૌધર્મેન્દ્ર પૂજ્યાં, ત્યાર બાદ દ્વારકાનગરીમાં શ્રી કૃષ્ણ મહારાજાએ પરમાત્મા શ્રી નેમિનાથસ્વામીજીના શ્રીમુખે આ પ્રતિમાજીનો મહામહિમા ને સાતિશયતા સાંભળી મોટા જિનાલયમાં પ્રતિમાજીને આડંબરપૂર્વક પધરાવી પૂજા કરી. કાળાંતરે દ્વારિકાના દાહ પછી નગરી પર સમુદ્ર ફરી વળતાં તે પ્રતિમાજી પણ તે સ્થિતિએ સમુદ્રમાં રહ્યાં.
કેટલોક વખત વીત્યા પછી કાંતિનગરના ધનપતિ નામના શેઠ સમુદ્રમાર્ગે જતા હતા ત્યાં તેમનાં વહાણો અચાનક અલિત થયાં. શેઠ વિચારવા લાગ્યા ત્યાં અદશ્ય વાણી થઈ કે “અહીં જિનપ્રતિમા છે' શેઠના નિર્દેશથી ખલાસીઓ પાણીમાં ઊતર્યા. સૂતરના તાંતણાથી પ્રતિમાજીને બાંધી બહાર કાઢ્યાં. પોતાના નગરમાં મહાપ્રાસાદ બનાવી તેમાં પધરાવ્યાં. ત્યાં બે હજાર વર્ષ સુધી રહ્યાં.
ઢંકપુરની રાજકુમારી મોપલદેવી અતિસુંદર અને લાવણ્યવતી હોઈ તેના પર આસક્ત થયેલ વાસુકીદેવે તેને ભોગવી. તેનાથી જન્મેલ બાળકનું નામ નાગાર્જુન રાખવામાં આવ્યું. પુત્રવાત્સલ્યવશ થઈ વાસુકી તેને બધી મહૌષધિના ફળ-મૂળ અને પત્રાદિ ખવરાવતો. તેના પ્રભાવથી તે સિદ્ધપુરુષ થયો. આગળ જતાં શાલિવાહનરાજાનો પુરોહિત થયો. શ્રી પાદલિપ્તસૂરિજીની કૃપાથી તે નાગાર્જુન આકાશગામિની વિદ્યાવાળો થયો. સ્વર્ણસિદ્ધિની સંપૂર્ણ ક્રિયા જાણી તેણે ઘણો પરિશ્રમ કર્યો પણ કોઈ રીતે રસ બંધાયો નહીં. ગુરુમહારાજને પૂછતાં તેમણે જણાવ્યું કે કોઈ અતિશાયી મહિમાવાળી પાર્શ્વપ્રભુની પ્રતિમા સમક્ષ ઉત્તમ લક્ષણવાળી સતી નારી તે રસનું મર્દન કરે તો તે સ્થિર અને કોટિવેધી થાય.”
આ સાંભળી નાગાર્જુને પોતાના પિતા વાસુકીને ધ્યાનબળે આકર્ષી બોલાવ્યા ને મહિમાવંતા પાર્શ્વપ્રતિમાજીની માંગણી કરી. વાસુકીએ બતાવ્યાથી નાગાર્જુન કાંતિનગરીથી તે પ્રતિમાજી ઉપાડી લાવ્યો ને સેઢી નદીના કિનારે ગુપ્તસ્થાનમાં રાખી સિદ્ધ થયેલા વ્યંતર દ્વારા તે દર રાત્રે શાલિવાહન રાજાની શિયલવતી રાણી ચંદ્રલેખાને મંગાવતો અને તેની પાસે સ્વર્ણરસનું મર્દન કરાવતો.
આમ કરતાં છ મહિને તો રસસ્થિર થયો. જે જગ્યાએ રસસ્થિર ખંભિત થયો તે જગ્યાએ સુવર્ણસિદ્ધિથી પણ અધિક મહિમાવાળું સર્વની ઈચ્છાને પૂરું કરનારું સ્તંભન નામે શ્રી પાર્શ્વપ્રભુનું અતિશયશાલી પ્રભાવિક તીર્થ થયું. અનુક્રમે દેવ વચને તે પ્રતિમાજી અહીં છે એમ જાણી “જય તિહુઅણ” સ્તોત્ર દ્વારા મેં સ્તુતિ કરી અને પ્રભુ પ્રતિમાજી પ્રગટ થયાં. સર્વ પ્રથમ આ પ્રતિમાજી કોણે ક્યારે ભરાવ્યા તે જાણમાં નથી.” ઇત્યાદિ શ્રી અભયદેવસૂરિજીના શ્રીમુખે મહિમાવંતો ઈતિહાસ સાંભળી શ્રી સંઘે તે જ સ્થળે મોટું દહેરાસર બંધાવ્યું અને સ્તંભનપુર નામે નગર પણ વસાવ્યું. ત્યાં સદા મોટા મોટા મહોત્સવો થતા રહેતા. સંવત ૧૩૬૮ ના વર્ષે સ્વેચ્છાએ ગુજરાતમાં