SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ઉપદ્રવ કર્યો ત્યારે વર્તમાન સ્તંભન તીર્થ સ્થપાયું છે. અત્યારે પણ તે પ્રતિમાજી સ્તંભતીર્થે (ખંભાત) બંદરે વિદ્યમાન છે. શિલાંકાચાર્ય મહારાજે પ્રથમનાં બે અંગોની ટીકા કરી હતી. પછીનાં નવે અંગોની ટીકા શ્રી અભયદેવસૂરિજી મહારાજે શાસનદેવીના વચનથી પોતાની મતિકલ્પના વિના શાસ્ત્રાધારે કરી. તેઓ સં. ૧૧૩૫ મતાંતરે ૧૧૩૯ માં સ્વર્ગ પામ્યા. સ્થાનાંગ આદિ નવ અંગસૂત્રની ટીકા કરનારા શ્રી અભયદેવસૂરિજી મહારાજ આ આઠમો આચાર પાળનાર થયા. શ્રી સ્તંભન પાર્શ્વનાથસ્વામીના પુણ્યપસાથે તેઓ નવાંગ વૃત્તિ રચવા સૌભાગ્યશાલી થયા. ૨૬૦ સૂચનો-શ્રુતનો હિતકારી અર્થ કરવો अप्रशस्तं प्रशस्तं वा, शास्त्रं यत् समुपागतम् । प्रशस्तार्थे प्रयोक्तव्यं, मौनीन्द्रागमवेतृभिः ॥१॥ અર્થ:- અપ્રશસ્ત (અશુભ) કે પ્રશસ્ત (શુભ) ગમે તે શાસ્ત્ર હાથમાં આવે પણ શ્રી જિનેન્દ્રદેવનાં આગમોને જાણનારા પંડિત પુરુષોએ તે તે શાસ્ત્રના અર્થ કરવામાં પ્રશસ્ત અર્થનો જ પ્રયોગ કરવો. અર્થાત્ અનર્થથી બચી પ્રશસ્ત અર્થ કરવો. પ્રશસ્તકૃત એટલે સ્યાદ્વાદથી મુદ્રિત-સ્યાદ્વાદિશાસ્ત્ર અને અપ્રશસ્ત એટલે શૃંગારાદિ રસપુષ્ટ શાસ્ત્ર, તે સર્વ શાસ્ત્રને શુભ અર્થમાં-અનેકાંતવાદના પક્ષમાં કે વૈરાગ્યોત્પાદક-વૈરાગ્યપોષક અર્થમાં જોડવા. આ બાબતમાં – ક્ષુલ્લકમુનિનું દૃષ્ટાંત ચંપાનગરીમાં સિંહસેન નામે રાજા રાજ્ય કરે. તેનો રાહુગુપ્ત નામે મહામાત્ય જિનધર્મનો પરમ ઉપાસક હતો. એકવાર ભરી સભામાં રાજાએ પૂછ્યું કે; “બધા ધર્મ ધર્મ કરે છે, પણ ખરો ધર્મ શો છે ?” આ સાંભળી સભ્યોએ પોતપોતાના મતનું પોતાને જે મત ઇષ્ટ લાગતો તેનું સ્થાપન-પ્રકાશન કર્યું. કોઈએ હિંસાને, કોઈએ એકાંત અહિંસાને, કેટલાકે આતમરામને આનંદ આપવાને કોઈ રીતે જરાય ન પડવાને તથા કેટલાકે સર્વથા નિઃસ્પૃહતાને એમ મતાનુસાર સર્વેએ ધર્મ કહ્યો. મહામાત્ય શાંતિથી સાંભળી રહ્યા, તે કાંઈ ન બોલ્યા. તેમને રાજાએ પૂછ્યું “મંત્રી ! તમે કેમ કાંઈ ન બોલ્યા. તમારે પણ તમારો નિર્ણય જણાવવો જોઈએ.”
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy