SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ અધ્યાત્મની ભજના હોય છે. અધ્યાત્મ એ ઘડા-કપડા જેવો દેખાતો પદાર્થ નથી. તેનો દેવાલેવામાં વ્યવહાર ન થઈ શકે. માટે એવા શબ્દ અધ્યાત્મમાં અધ્યાત્મની ભજના (એટલે હોય કે ન પણ હોય) જાણવી. પરંતુ અર્થ અધ્યાત્મમાં નિર્વિકલ્પ સ્વરૂપ (સત્ય અધ્યાત્મ) રહેલું છે. આવા સત્ય અધ્યાત્મ સિવાય બીજું કોઈ આત્માને તેવું હિતકારી નથી, ઉપકારી નથી. અધ્યાત્મજ્ઞાનના સ્વાદરૂપી સુખસાગરની પાસે ઈન્દ્રનું કે દોગંદુકાદિ દેવો વગેરેનું સુખ એક બિંદુ માત્ર પણ નથી. તર્ક અને વૈરાગ્યશાસ્ત્ર આદિની યુક્તિઓને જાણનારા માણસો સત્ય અધ્યાત્મ વિના અનેક પ્રકારની કુયુક્તિઓ કરે છે, તેથી તો સંસારની વૃદ્ધિ જ થાય છે” ઇત્યાદિ સાંભળી લેપશેઠે કહ્યું “ભગવન્! આપ જે વર્ણવી રહ્યા છો તે અધ્યાત્મ કેવું હોય છે?” ભગવંતે કહ્યું “શ્રેષ્ઠીનું! મિથ્યાત્વ અને તેના હેતુઓનો ત્યાગ કરી આત્માને અવલંબી શુદ્ધ ક્રિયા ધર્મમાં પ્રવર્તવું તે અધ્યાત્મ કહેવાય. કહ્યું છે કે : अपुनर्बन्धकाद्यावद्-गुणस्थानं चतुर्दशम् । क्रमशुद्धिमती तावत्-क्रियाध्यात्ममयी मता ॥१॥ અર્થ - અપુનબંધક નામક ચોથા ગુણસ્થાનકથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધી ક્રમે ક્રમે જે શુદ્ધ ક્રિયા થાય છે તે અધ્યાત્મમય ક્રિયા માનેલી છે. અપુનબંધક નામનું ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થતાં સંપૂર્ણ સતુ યોગ ઊપજે છે અને નવમાથી ચૌદમા ગુણસ્થાનક સુધી અનુક્રમે જે વિશેષ શુદ્ધિવાળી ક્રિયાઓ નીપજે છે તે અધ્યાત્મક્રિયા સમજવી. પણ ભવાભિનંદી જીવો આહાર, ઉપધિ, પૂજા-સત્કાર આદિના ગૌરવ માટે જે ક્રિયા કરે છે તે ક્રિયા તો અધ્યાત્મની વૈરિણી એટલે અધ્યાત્મ ગુણનો નાશ કરવાવાળી જાણવી. માટે સમજુ-શાંત-દાંત અને મોક્ષના અર્થી જીવો તો યથાર્થ પ્રરૂપણા કરનાર સદ્ગરને જ ભજે છે. પૂર્વાચાર્યો ચોથા ગુણસ્થાનકથી માંડી અગિયાર ગુણશ્રેણિઓ આ પ્રમાણે કહે છે - સ-વર-વ્યવિ, અવિસંગો રંસહ વ મ मोहसस संत खवगे, खीण सजोगीअर गुणसेढी ॥२॥ (પંચમ ગ્રંથ) અર્થ - (૧) સમ્યકત્વ પ્રત્યયિકી, (૨) દેશવિરતિ પ્રત્યયિકી, (૩) સર્વવિરતિ પ્રત્યયિકી, (૪) અનંતાનુબંધીની વિસંયોજના સંબંધી, (૫) દર્શનમોહની લપક, (૯) ચારિત્રમોહની ક્ષપક, (૭) ઉપશાંત મોહનીય, (૮) ક્ષપકશ્રેણિ, (૯) ક્ષીણમોહ ગુણશ્રેણિ, (૧૦) સયોગી કેવલી ગુણશ્રેણિ અને (૧૧) અયોગી કેવળી ગુણશ્રેણી - આ પ્રમાણે અગિયાર ગુણશ્રેણિ છે. यथाक्रमममी प्रोक्ता, असङ्ख्यगुणनिर्जराः । यतितव्यमतोऽध्यात्मवृद्धये कलयापि हि ॥१॥
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy