SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ગયો. ઘરે આવીને તેણે તાપસને વિનયથી કહ્યું: “હે તપસ્વી! તમે આ જ મારી ભક્તિનો બદલો વાળ્યો છે. આથી આપ હવે રહેવાની બીજે વ્યવસ્થા કરી લેજો. કારણ ઉપકારીને આપેલું દાન નિષ્ફળ જાય છે.” નિષ્કપટ જીવનારનું દષ્ટાંત એક રાજાએ ધર્મની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. દાન લઈને કોણ ભોજન કરે છે. તેની તેણે સેવકો દ્વારા તપાસ કરાવી. આ માટે તેણે ઢંઢેરો પિટાવ્યોઃ “રાજા લાડુ આપે છે, તે આવીને દરેકે લઈ જવા.” આ ઘોષણા સાંભળીને ઘણા લાડુ લેવા આવ્યા. રાજાએ દરેકને પૂછ્યું: “તમે શાનાથી જીવો છો ?' એકે કહ્યું “હું મુખથી જીવું છું.” બીજાએ કહ્યું: “હું પગ વડે જીવું છું.' ત્રીજાએ કહ્યું હાથથી જીવું છું.' ચોથાએ કહ્યું: “લોકોની કૃપાથી જીવું છું.' પાંચમા જૈન સાધુએ કહ્યું: ‘હું મુધાથી જીવું છું.” રાજાએ પૂછ્યું: ‘એ કેવી રીતે? દરેકે સ્પષ્ટતા કરી. પહેલાએ કહ્યું: “હું માણસોને કથા કહું છું. કથાથી મારી આજીવિકા ચાલે છે, આથી હું મુખથી જીવું છું.” બીજાએ કહ્યું: “હું ખેપિયો (પોસ્ટમેન) છું. લોકોના સંદેશા પહોંચાડવા માટે એક સ્થળેથી બીજે સ્થળે ફરું છું. આમ હું પગેથી જીવું છું.” ત્રીજાએ કહ્યું: “હું લહિયો છું. મારી આજીવિકા હાથના લીધે ચાલે છે, આથી હું હાથથી જીવું છું.” ચોથાએ કહ્યું: “હું ભિક્ષુક છું. આથી લોકોની કૃપાથી જીવું છું.' પાંચમા જૈન સાધુએ કહ્યું: “હું ગૃહસ્થનો પુત્ર છું. વૈરાગ્યભાવથી મેં દીક્ષા લીધી. આથી જે સમયે જેવો આહાર મળી જાય તેનાથી ચલાવી લઉં છું. માટે હું મુધાજીવી છું.” પાંચેયના જવાબ પર વિચાર કરતાં રાજાને લાગ્યું કે, ખરેખર આ સાધુનો ધર્મ જ સર્વ દુઃખનો નાશ કરનાર અને મોક્ષને આપનાર છે અને તેણે જૈનધર્મ અંગીકાર કર્યો. ધનની શોભા દાનથી જ છે. ધન હોય પણ જે દાન નથી કરતો, તેનું ધન પથ્થર સમાન છે. તે ધન નથી ધનપતિનું કલ્યાણ કરવું કે નથી બીજાનું પણ કલ્યાણ કરતું. મમ્મણ શેઠ ખૂબ જ શ્રીમંત હતો. તેણે સોનાના બળદ કરાવ્યા. તેનાં શીંગડાં માટે મમ્મણે કાળી મજૂરી કરી અને અંતે એ બળદો પૃથ્વીમાં જ ધરબાઈ ગયા. ધન હતું પણ મમ્મણે સુપાત્રદાન ન કર્યું. પરિણામ શું આવ્યું? દાન દુશ્મનને આપ્યું હોય તો તે દાન દુશ્મનાવટનો અંત લાવે છે. સેવકને આપવાથી સેવક ભક્તિવાન થાય છે. રાજાને આપવાથી ઉત્કૃષ્ટ સન્માન પામી શકાય છે. ભાટ-ચારણ કે કવિને દાન દેવાથી સર્વત્ર યશ ફેલાય છે. તેમાંય સુપાત્રદાન તો ખૂબ જ કલ્યાણકારી બને છે. કહ્યું છે કે : “જળમાં તેલ, ખલ પુરુષોમાં છાની વાત, સુપાત્રમાં થોડું પણ દાન, ડાહ્યા પુરુષમાં વિદ્યા
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy