SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ શરીર શોષવી જીવિત-મરણમાં સમાન ભાવ રાખીને રહીશ.” અને પ્રભાતે તેમણે તે પ્રમાણે કર્યું. અંતે શુભ અધ્યવસાયમાં કાળ કરી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઊપજ્યા. તેમના કાળધર્મના વૃત્ત ભગવાનના સમવસરણમાં જાણી શ્રી ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું, “ભંતે! આપના શિષ્ય શ્રી ધન્યમુનિ કાળ કરીને કઈ ગતિ પામ્યા?” ભગવંતે કહ્યું “હે ગૌતમ ! અહીંથી કાળ કરી ધન્યમુનિ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઊપજ્યા છે. ત્યાં તેત્રીશ સાગરોપમની આયુસ્થિતિ ભોગવી મહાવિદેહક્ષેત્રમાં ઉચ્ચકુળમાં ઉત્પન્ન થશે, ત્યાં દીક્ષા લઈ કેવળી થશે ને મુક્તિ પામશે. આ પ્રમાણે ધન્યમુનિ સમતાપૂર્વક પાપકર્મની નિર્જરા માટે બન્ને પ્રકારના અનશન તપનું આસેવન કરતા હતા અને દીક્ષા લેતાંની સાથે જ તેમણે તમામ પૌદ્ગલિક સુખની ઇચ્છા સમૂળગી છોડી દીધી હતી. “ધન્ય ધન્ના અણગાર.” ૨૮૫ બીજી તપાચાર - ઊણોદરી उनोदरितपोद्रव्य-भावभेदात्मकं परैः । विशिष्यज्ञायमानत्वात्, महत्फलं निरन्तरम् ॥१॥ અર્થ - દ્રવ્ય અને ભાવના ભેદવાળું ઊણોદરી તપ બે પ્રકારનું છે, તેની વિષતાને જાણવાથી તે સદા મહાન ફળને આપનારું થાય છે. આ અર્થમાં સમર્થન માટે આમ ભાવના કરવી કે રોજ આહાર કરવા છતાં સાધુ અને શ્રાવક આદિને ઊણોદરી તપથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે તેમાં ઉપકરણ અને ભોજન-પાણી સંબંધી ઊણોદરી તે દ્રવ્યથી ઊણોદરી અને ક્રોધાદિકનો ત્યાગ કરવો તે ભાવથી ઊણોદરી તપ જાણવું. સાધુ કે શ્રાવકાદિએ વિચિત્ર ઓડકાર આવે એટલું ઠાંસીને તો કદી પણ ખાવું જ નહીં. બ્રહ્મચર્યની નવ વાડના અધિકારમાં પણ વધારે ખાવાનો નિષેધ કરેલ છે, જો કે ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, અઠ્ઠાઈ, માસક્ષમણાદિ વિભિન્ન તપોમાં દ્રવ્યથી તો અનશનાદિનો નિષેધ કર્યો છે, પણ તે તપ કરનારે ભાવથી ક્રોધાદિકના ત્યાગરૂપ ઊણોદરી તપ અવશ્ય કરવું જોઈએ. નહીં તો ઉપવાસાદિકને માત્ર લાંઘણરૂપ ગણાવ્યું છે. કહ્યું છે કે – कषायविषयाहारत्यागो यत्र विधीयते । उपवासः स विज्ञेयः, शेषं लङ्घनकं विदुः ॥१॥
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy