________________
૨૩o
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ અર્થ - બૌદ્ધવિહારમાં મઠમાં) સોનાના આભૂષણથી વિભૂષિત એક ઉપાસિકાને બેઠેલી મેં આજ જોઈ - વ્યાક્ષિપ્ત ચિત્ત હોવાને કારણે હું ન જોઈ શક્યો કે તેનું મુખારવિંદ સકુંડલ હતું કે કુંડલ વિનાનું?
રાજા-મંત્રી સમજી ગયા કે આમાં પણ તત્ત્વજ્ઞાનની કોઈ વાત જણાતી નથી. ચિત્તની વ્યગ્રતા જ જણાવી છે. આવી જ પ્રાયઃ વાતો બીજા ધર્મના સંતો-પંડિતોએ કરી, જૈનધર્મી પંડિત કે સાધુ ન જોઈ રાજાએ કહ્યું: “કોઈ જૈન આવેલ નથી પણ તેમનું માનવું કહેવું પણ આવું જ હશે. કુંડળવાળું મુખ નારીનું જ હોય, વ્યગ્રતા જ અજ્ઞાનનું કારણ જણાય છે.” આ સાંભળી મંત્રીએ વિચાર્યું કે “રાજાનો સંદેહ દૂર કરવો જોઈએ. તેઓ ઊઠી ઝરૂખા પાસે આવ્યા ત્યાં જ કોઈ બાળમુનિને ગોચરી જતા જોયા. મંત્રી તરત વિનયપૂર્વક સભામાં તેમને લઈ આવ્યો. રાજાએ તેમને પણ ચોથું ચરણ કહ્યું તે સાંભળી બાળમુનિએ કહ્યું -
खंतस्स दंतस्स जिइंदिअस्स, अप्पाप्पओगे गयमाणसस्स । किं मज्झ एएण विचिंतिएणं, सकुंडलं वा वदनं न वेति ॥४॥
અર્થ - ક્ષમાશીલ, દાંત, જિતેન્દ્રિય તથા અધ્યાત્મ-આત્મોપયોગમાં જેનું મન લીન થયું છે એવા મારે શા માટે ચિંતવવું જોઈએ કે તેણીનું વદન કુંડળવાળું છે કે કુંડળ વિનાનું?
રાજાએ વિચાર્યું : “આ મુનિ બીજા વિદ્વાનો અને સંતો કરતાં વયમાં નાના પણ જ્ઞાનમાં મોટા લાગે છે. તે કેટલા પ્રૌઢ અને ઠરેલ જણાય છે ! કુંડળની અજ્ઞાનતાના કારણરૂપે તેમણે ચિત્તની વ્યગ્રતાદિ નહીં પરંતુ ક્ષાંતિ, દમ, જિતેન્દિયત્વ અને અધ્યાત્મની પ્રબળતા બતાવી છે, માટે આમની પાસેથી ધર્મ જાણવો જોઈએ, એમ વિચારી રાજાએ ધર્મસંબંધી પ્રશ્ન પૂછ્યો. તેના ઉત્તરમાં તે મુનિએ પ્રથમથી જ પોતાની પાસે રાખેલ એક સૂકો ને બીજો તાજો (પિંડ જેવો) એમ બે માટીના ગોળા ભીંત ઉપર ફેંક્યા અને ચાલવા માંડ્યા. તેમને જતા જોઈ રાજા ઊઠીને તેમની સામે આવી ઊભો ને કહ્યું : “હે મહારાજ ! મને ઉત્તર આપવાને બદલે આ ગોળા ભીંત પર અફળાવવાનો શો મર્મ છે?” મુનિએ કહ્યું: “ભલા રાજા ! ગોળાથી જ તમને ઉત્તર અપાઈ ગયો છે.” છતાં તમને સમજાયું નથી, સાંભળો -
उल्लो सूक्को अ दो छुट्टा, गोलया मट्टिआमया ।
दो विय आविय कुड्डे, जो उल्लो तत्थ लग्गइ ॥१॥ અર્થ:- સૂકો અને ભીનો (ગીલો) એમ બે માટીના ગોળા ભીંતે અફળાતાં ભીનો ત્યાં ચોંટી ગયો અને સૂકો ચોટ્યો નહીં.
તે મુનિએ કહ્યું: “રાજા ! આનો ઉપનય એ છે કે પરમાત્મ ધ્યાનમાં મગ્ન થયેલો જીવ બાહ્યાત્મા-બાહ્યદષ્ટિ દ્વારા નારીના મુખ-કુંડલાદિ જોઈ શકતો નથી. કિન્તુ પરમાત્મ ધ્યાનથી જે