SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦, ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ શેઠે બધું સહન કર્યું ને શાંતિથી સાંભળી લીધું. જેમ જેમ દુઃખ વધતું ગયું તેમ તેમ કામદેવ વધુ ને વધુ ભગવાનનું સ્મરણ કરતો શુભ ધ્યાનમાં લીન થતો ગયો. દેવે ઘણી નિર્દયતાથી કામ લીધું ને બધી જ શક્તિ વાપરી નાખી છતાં તે કામદેવને અસ્થિર કરી ન શક્યો. થાકીને તે પ્રગટ થયો ને હાથ જોડી બોલ્યો “ઓ શ્રાવક ! તમે ખરેખર માયારૂપી પૃથ્વીને ચીરવામાં હળસમાન પરમ ધીર શ્રી મહાવીરસ્વામીએ કથન કરેલા ધર્મમાં આસક્ત છો. તમે ખરેખર ધર્મી છો. તમારું આવું સુદઢ સમ્યક્ત્વ જોઈ મારું અનાદિકાલીન મિથ્યાત્વ નાશ પામ્યું અને મને પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે. તમારા ધર્માચાર્ય તો મહાવીર મહારાજા છે પણ મારા ધર્માચાર્ય તો તમો જ છો. ચંદનવૃક્ષની જેમ બધું સહન કરીને તમે મને સમ્યકત્વરૂપી સુગંધ આપી છે. તમને ધન્ય છે, તમે કૃતપુણ્ય છો મેં ઘણા અપરાધ કર્યા, મને ક્ષમા આપજો. ઇત્યાદિ સ્તુતિ-શ્લાઘા કરી દેવે પોતાની હકીક્ત બતાવીને જણાવ્યું હું કશું જ સ્વર્ગમાંથી લાવ્યો ન હતો પણ હવે અહીંથી સમ્યકત્વ લઈને જઉં છું. તમે ઘણું જ દુષ્કર કાર્ય કર્યું કે મને મિથ્યાત્વથી ખાલી કરી સમ્યકત્વથી ભર્યો. તમારી ધર્મકળા ને ચતુરાઈ અદ્ભુત છે, ઈત્યાદિ કહી, ખૂબ ખૂબ પ્રણામાદિ કરી - તેમને ત્રણ પ્રદક્ષિણા દઈ તે ઉપકારીનું સ્મરણ કરતો સ્વર્ગે ગયો. શેઠ આનંદ ને વિસ્મય પામી ધર્મનો મહિમા ભાવતા હતા, ત્યાં પ્રભુ પધાર્યાના સમાચારે ઊઠ્યા ને સમવસરણમાં પહોંચ્યા. ભગવાનને વાંદી ઊભા જ હતા ત્યાં મહાવીર દેવે લાખો મનુષ્ય ને ક્રોડો દેવોથી ભરી પર્ષદામાં કહ્યું “હે કામદેવ ! ગઈ રાત્રે તે ત્રણ ભીષણ પરિષહો અતિસમતાપૂર્વક સહ્યા, ને ધર્મધ્યાનમાં અચલ રહી પૈર્ય દાખવ્યું. દેવે તો કુદ્ધ થઈ પોતાની બધી શક્તિ તને અસ્થિર-ઉદ્વિગ્ન કરવામાં વાપરી પણ તેં તો આત્મવીર્ય ફોરવી દીનતા વિના સ્થિરતા રાખી. તારું વ્રતપાલન મેરુપર્વતની જેમ અડગ છે, “તને તે દેવ ખમાવીને ગયો. આ બીના વિસ્મય ઉપજાવનારી છે.” કામદેવે કહ્યું “હા, પ્રભુ ! ગઈ રાતે એમ જ બન્યું હતું. આપના પસાથે હું પાર ઊતર્યો.” પ્રભુએ તેની દઢતા વખાણી બધાં સાધુ-સાધ્વીને ઉદ્દેશીને કહ્યું “હે ગૌતમ આદિ સાધુઓ ! જો એક શ્રાવક આવા ઉપસર્ગ સહી શકે છે તો તમારે તો અનેકગણા ઉપસર્ગો સહેવા તૈયાર રહેવું જોઈએ. કારણ કે તમે તો ઉપસર્ગની ફોજને જીતવા માટે જ આ ઓઘારૂપી વીરવલય લઈ વિચરો છો. આ સાંભળી તહત્તિ કહી સહુએ પ્રભુની વાણીને વધાવી લીધી. તે સહુએ પણ કામદેવનાં વખાણ કર્યાં. કામદેવ પાછા પૌષધશાળે આવ્યા. ક્રમે આણંદ શ્રાવકની જેમ અગિયાર પ્રતિમા પૂર્ણ કરી. વીસ વર્ષ જિનધર્મ પાળી અંતે એક માસની સંલેખના કરી પહેલા દેવલોકના અરૂણાભ વિમાનમાં ચાર પલ્યોપમવાળા વૈમાનિકદેવ થયા. ત્યાંથી અવી મહાવિદેહ ક્ષેત્રમાં મુક્તિ પામશે. આવા ઘોર ઉપસર્ગમાં પણ ધર્મમાં દઢતા રાખનાર, ને જેમની પ્રશંસા તીર્થકર ભગવંતે કરી તે કામદેવ શ્રાવકને ધન્ય છે.
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy