________________
૨૪૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ સમયના નારકીપણાનો નાશ કહ્યો છે. સર્વથા દ્રવ્યપણે નાશ નથી કહ્યો દ્રવ્યપણે તો શાશ્વત છે. જો સર્વથા કોઈ નાશ માને તો પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા નારકીનો સર્વથા નાશ થતાં, “બીજા સમયમાં ઉત્પન્ન નારકી એવું વિશેષણ જ નિરર્થક થઈ પડશે. અથવા તું જ કહે કે “સર્વ વસ્તુ ક્ષણિક છે એવું તે શાથી કહે છે? શાના આધારે? જો તું કહે કે શ્રુતથી જાણ્યું તો શ્રુતસૂત્રના અર્થનું જ્ઞાન તો અસંખ્ય સમય દ્વારા ઉત્પન્ન થયેલા સૂત્રાર્થ ગ્રહણ કરવાના પરિણામથી જ થાય છે. જો પ્રતિક્ષણે નાશ માનીશ તો તારું શ્રુતજ્ઞાન ને અર્થ શી રીતે ઘટિત થશે? તારું જ્ઞાન પણ નષ્ટ થયું માનવું પડશે. તાત્પર્ય એ છે કે ચિત્તની સ્થિતિ અસંખ્ય સમય સુધી રહે છે. પણ સર્વથા ક્ષણિક નથી. કારણ કે સૂત્રનાં પદો અવયવવાળાં છે, તે પદના દરેક અક્ષરનો ઉચ્ચાર કરતાં અસંખ્ય અસંખ્ય સમય લાગે છે. એટલે પદોના જ્ઞાનમાં પણ અસંખ્ય સમય લાગે જ. આ બધી વાત ક્ષણિકવાદમાં કેવી રીતે ઘટી શકે? બીજા પણ ઘણા દોષનો સંભવ છે. જેમ કોઈ માણસ જમવા બેઠો. ક્ષણિકવાદીના મતે તો દરેક કોળિયાનો જમનારો જુદો જુદો માણસ હશે !!! ભોજન પછી જમનારનો જ અભાવ થશે, તો પછી ધરાશે કોણ? માર્ગે ચાલનાર પથિક પણ ક્ષણે ક્ષણે બદલાતો જશે તો તેને થાક લાગશે જ નહીં. આવા તો અગણિત દોષ ઉત્પન્ન થશે ને પરિણામે સમસ્ત લોકવ્યવહારનો જ નાશ થશે. કહ્યું છે કે -
मुक्तिप्रारम्भकोऽन्यः स्यात्, तृप्तिरन्यस्य जायते । अन्यो गच्छति पन्थानं, अन्यस्य भवति श्रमम् ॥१॥ पश्यत्यन्यो घटाद्यर्थान्, ज्ञानमन्यस्य जायते । अन्यः प्रारभते कार्य, कर्ता चान्यो भवेज्जनः ॥२॥ अन्यः करोति दुष्कर्म, नरके याति चापरः ।
चारित्रं पालयत्यन्यो, मुक्तिमन्योऽधिगच्छति ॥३॥ અર્થ - (ક્ષણિકવાદીના મતથી થતી હાનિ) જમવાની શરૂઆત એક કરે ને ધરાય બીજો. માર્ગમાં મુસાફરી એક કરે ત્યારે પરિશ્રમ બીજાને લાગે (૧). ઘટાદિ વસ્તુ જોનાર કોઈ જુદો છે ત્યારે તે વસ્તુના અસ્તિત્વમાં બોધ તો કોઈ બીજાને જ થાય છે. કાર્યનો આરંભ કોઈ કરે ને તેને પૂરું કરનાર કોઈ બીજો જ બને (૨). દુષ્કર્મ-પાપાચરણ એક માણસ કરે ને તેના ફળસ્વરૂપ નરક (આદિ દુર્ગતિ) બીજો પામે, તેવી જ રીતે ચારિત્રધર્મ કોઈ પાળે ને તેના ફળસ્વરૂપ મુક્તિ આદિ બીજો મેળવી જાય.
જો બધા પદાર્થો ક્ષણિક હોય તો પદાર્થનું મૂળસ્વરૂપ જણાય જ નહીં ને મૂળસ્વરૂપ વિના પદાર્થો પણ જણાય જ નહીં. કોઈ એમ કહે કે “વાસનાની પરંપરાથી વસ્તુ દેખાય છે.” તો તે વાસના સંતાન-વાસનાની પરંપરા પણ ક્ષણિકવામાં ડૂબી જાય છે. જો એમ કહો કે “વિનાશ