SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ લીધો. મગર ખૂબ જ સુંદર અને સશક્ત હતો. માછીમારોએ તેને ભરૂચના રાજાને ભેટ ધર્યો. રાજાના રસોઇયાઓએ મગરને ચીર્યો. તો તેના પેટમાંથી રત્નચંદ્ર નીકળ્યો. જોયું તો તેનો શ્વાસ ધીમો પણ ચાલુ હતો. રાજાએ રાજવૈદો પાસે તેની ઉત્તમ સારવાર કરાવી. આથી રત્નચંદ્ર નવું જીવન પામ્યો. રત્નચંદ્રની યોગ્યતા જોઈને ભરૂચના રાજાએ તેને પોતાનો પુત્ર બનાવ્યો. હવે રત્નચંદ્ર રાજપુત્ર બન્યો. રાજપુત્રની પ્રશંસા સાંભળીને કુંડનપુરના રાજાએ પોતાની પુત્રી તેના હાથમાં સોંપી. આ બાજુ ભાવિની ઉંમરલાયક થતાં રિપુમદન રાજાએ સ્વયંવર યોજયો. સ્વયંવરનું નિમંત્રણ ભરૂચના રાજાને પણ મળ્યું. આથી રાજપુત્ર રત્નચંદ્ર પણ તે સ્વયંવરમાં ગયો. સ્વયંવરમાં સેંકડો રાજપુત્રો અને શ્રેષ્ઠીપુત્રો તેમજ મંત્રીપુત્રો બનીઠનીને બેઠા હતા. ભાવિની વરમાળ લઈ એકએક યુવાન પાસેથી પસાર થઈ રહી હતી. રાજપુત્ર રત્નચંદ્ર પાસે આવતાં તે સહેજ થંભી. તેનું હૈયું તેના પર વારી ગયું, ભાવિનીએ રત્નચંદ્રને વરમાળા પહેરાવી. એક સમયની વાત છે. રાજપુત્ર રત્નચંદ્ર ભોજન લઈ રહ્યો હતો. ભાવિની પંખો નાખી રહી હતી. તે વખતે પવનના તોફાનની ધૂળ ઊડીને ભોજનમાં પડવા લાગી. ભાવિનીએ તરત જ પોતાની સાડીના પાલવથી ભોજનનો થાળ ઢાંકી દીધો. આ જોઈને રત્નચંદ્રને હસવું આવ્યું. તેને એક વિચાર આવી ગયો. આ પણ સમય છે અને તે પણ સમય હતો. આ એ જ ભાવિની છે જે એક વખત મારી હત્યા કરાવવા માટે ગાંડી બની હતી અને આજે એ જ ભાવિની મારા પ્રેમમાં ગાંડી છે !” રત્નચંદ્રને આમ અકારણ હસતો જોઈને ભાવિનીએ તેનું કારણ પૂછ્યું. ખૂબ જ જીદ બાદ રત્નચંદ્ર પોતાની સાચી ઓળખ આપી. એ જાણીને ભાવિની શરમથી નીચું જોઈ રહી. તેની આંખમાં આંસુ આવી ગયાં. આથી રત્નચંદ્ર કહ્યું : “પ્રિયે ! ગઈ ગુજરી ભૂલી જા. થવાનું હતું તે થઈ ગયું. કર્મની ગતિ ગહન છે. આપણે તો માત્ર પુરુષાર્થ કરવાનો, પરિણામ તો બધું કર્માધીન છે અને કર્મનાં ફળ તો અવશ્ય ભોગવવાં પડે છે. આપણા બન્નેનું લગ્ન નિર્માણ થયું જ હશે તેથી જ તારા બધા પ્રયત્નો નિષ્ફળ ગયા અને આપણા બન્નેનાં લગ્ન થયાં.” કથાનો બોધ આ છે કે ભાવિ ભાવને કોઈ જ મિથ્યા કરી શકતું નથી અને ભાવિમાં શું બનવાનું છે તે જાણવા આપણા જેવા છદ્મસ્થો પાસે કોઈ સાધન કે જ્ઞાન નથી. કદાચ ભાવિ જાણી શકીએ તો પણ બનનારને આપણે બનતું અટકાવી શકીએ તેમ નથી. આથી જીવનમાં દુઃખ આવે તો પણ તેને ભાવિભાવ કે કર્મનું ફળ જાણીને તેને આનંદથી વધાવી લેવું. એવા દુઃખના પ્રસંગમાં વિકળ કે વિહ્વળ બનીને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કરવાં નહિ. કારણ એથી તો વિશેષ કર્મબંધ થાય છે. 6 .
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy