SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૮૧ અકાળ મૃત્યુ પામ્યો. માટે વિષમ ગોષ્ઠી ન કરવી. હવે અકાળચર્યાના ત્યાગ કરવા ઉપર માર્ગાનુસારીના ગુણોમાં જણાવ્યું છે કે - - धर्मार्थस्वात्मना श्रेयोऽभिवाञ्छन् स्थैर्यभृत् सदा । अदेशाकालयोश्चर्यां विचारज्ञो विवर्जयेत् ॥१॥ અર્થ :- ધર્મ, અર્થ અને સ્વયંના શ્રેયને ઇચ્છનાર સ્વૈર્યવાન આત્માએ દેશને અયોગ્ય તથા કાલને અયોગ્ય ચર્યાનો ત્યાગ કરવો તેમજ ભાષણ પણ સમયને યોગ્ય જ કરવું જોઈએ. સમયાનુકૂળ ભાષણ અનેકના આનંદનું કારણ બને છે. તે આ દૃષ્ટાંતથી સમજી શકાશે. ચાંપાનેરમાં મહંમદ બેગડો નામનો બાદશાહ રાજ્ય કરે, એક લઘુક નામનો બ્રાહ્મણ તેનો ઘણો માનીતો હતો. તેણે સરસ્વતીનું વરદાન મેળવ્યું હતું. દરબારીઓ તેનાથી દાઝે બળતા હતા. એકવાર કાજી, મુલ્લા, આખુન, બારાહજારી તથા સૂબાથી ભરેલા દરબારમાં મૌલવીએ બાદશાહને કહ્યું : ‘ગરીબ પરવાર ! કુરાનશરીફ ફરમાવે છે કે - કાફરના સવારના પહોરમાં દર્શન કરવાં નહીં, કેમ કે તેથી દોજખમાં જવાનું બને અને ચાલીશ દિવસના રોજાનો સબાબ (પુણ્ય) નાશ પામે છે, માટે આ લઘુકને બહુ હેળવો નહીં. દરબારીઓના કહેવાથી બાદશાહે લઘુકને દરબારમાં આવતો બંધ કર્યો. એક ભર્યા દરબારમાં બાદશાહે ચાર પ્રશ્નો પૂછ્યા; કે (૧) બધાનું બીજ શું? (૨) બધા રસોમાં શ્રેષ્ઠ ૨સ કયો ? (૩) કૃતજ્ઞ (કરેલા કાર્યને સમજનાર) કોણ ? અને (૪) કૃતઘ્ન (કરેલા કાર્યનો નાશ કરનાર) કોણ ? આ પ્રશ્નોના ઉત્તર આપો' તેમણે ઊંડાણથી વિચારી જવાબ આપ્યા પણ બાદશાહને સંતોષ ન થતાં તેણે માથું ધુણાવ્યું ને ના પાડી. મોટા મુલ્લા-મૌલવી યથાર્થ ઉત્તર ન આપી શક્યા. એટલે શાહે કહ્યું ‘યથાર્થ ઉત્તર તો લઘુક જ આપી શકતો, ભલે તમે તેને કાફર કહો પણ બુદ્ધિ તો એની જ છે. જુઓ આપણે તેને બોલાવી ઉત્તર માંગીએ.’ બાદશાહે તેને બોલાવી પ્રશ્નો પૂછ્યા, લઘુકે ઉત્તર આપતાં કહ્યું : ‘ગરીબ પરવર ! આ તો સાવ સહેલા સવાલ છે, જવાબ સાંભળો. જહાંપનાહ ! બધાંયનું બીજ પાણી છે. સર્વમાં શ્રેષ્ઠ રસ મીઠું (લવણ) છે. કૃતજ્ઞ કૂતરો છે અને કૃતઘ્ન જમાઈ છે. સાંભળો : द्रुतमानय पानीयं, पानीयं पङ्कजानने । पानीयेन विना सर्वं, सद्यः शुष्यति दग्धवत् ॥१॥ -- અર્થ :- હે પંકજમુખી ! જલદીથી પીવા જોગું પાણી લાવ, કેમ કે પાણી વિના, બળી ગયાની જેમ બધું તરત શોષાઈ જાય છે. प्राथम्यं उदधिष्वासीत्, सत्यं ते लवणोदधे । यद्रसेन विना सर्वरसो, न स्वादमर्हति ॥२॥
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy