SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૫૯ જંગલમાં મને ઉપકારી ગુરુ ભગવંતનાં દર્શન થયાં. પધારો અને મને સુપાત્ર દાનનો અવસ૨ આપો. આચાર્ય આથી વધુ ગભરાયા. છતાંય સ્વસ્થતાથી કહ્યું : ‘નહિ રાજન્ ! આજ મારે ઉપવાસ છે' રાજાએ પુનઃ વિનંતી કરી : ‘ભલે આપ ન વાપરશો. આપના શિષ્યો માટે કંઈ વહોરી જાવ.' આમ રકઝક કરતાં અને ઝડપથી ચાલવા જતાં ઘરેણાંના ભારથી પાતરાં ભરેલી ઝોળી ફાટી ગઈ. ઘરેણાં બધાં ભોંય પડી ગયાં. એ જોઈને રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તે બોલ્યો : “અરે ઓ દુષ્ટ ! હત્યારા ! તેં મારા છ એ છ પુત્રોની હત્યા કરી નાંખી ! તું સાધુ છે કે હત્યારો ! હવે હું જ તારી હત્યા કરી નાંખું છું.” અષાઢાચાર્ય ઉઘાડી તલવાર જોઈને ભયથી થરથર ધ્રૂજવા લાગ્યા અને મનોમન વિચારવા લાગ્યા : ‘અરેરે ! લોભવશ થઈને મેં આ કેવું અધમ કૃત્ય કર્યું ! હું તો યોગ અને ભોગ બન્નેથી ભ્રષ્ટ થયો. ઓહ ! હવે મારી કઈ ગતિ થશે ? હિંસાના પાપથી હવે મારો કયે ભવે છુટકારો થશે ?' દેવભવ પામેલો શિષ્ય આ તકની જ રાહ જોતો હતો. પોતાના પૂર્વભવના ગુરુને પશ્ચાત્તાપ કરતા જોઈને તેણે પોતાની બધી માયા સંકેલી લીધી અને વિનયથી પ્રણામ કરીને બોલ્યો. ‘હે પરમોપકારી પૂજ્યવ૨ ! અંતિમ સમયે મેં આપને વચન આપ્યું હતું. તેનું મેં પાલન કર્યું છે. આ તમે જે નાટક જોયું, હત્યાઓ કરી, એ બધી મેં રચેલી માયાજાળ હતી. તમે નિઃશંક થાવ. તત્ત્વમાં પૂર્ણ શ્રદ્ધાવાન બની રહો. સ્વર્ગ-નરક બધું જ છે. સામે દેવને જોઈને અષાઢાચાર્યની શંકા નિર્મૂળ થઈ અને જિનેશ્વરના વચનમાં શંકા કરવા માટે પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા અને એ પાપની આલોયણા કરી ઉગ્ર તપ કર્યું અને કાળક્રમે સદ્ગતિ પામ્યા. સાર : વીતરાગની વાણી અને વચનમાં શંકા ન કરવી. શંકા થવાથી મન પાપી થઈ જાય છે. પછી ન કરવાનાં પાપ જીવાત્મા કરે છે. એ સંભવિત પાપોમાંથી બચવા માટે નિઃશંક મને વીતરાગ વચનમાં શ્રદ્ધા રાખવી અને તે પ્રમાણેનું શુદ્ધ ચિત્તે તેનું આરાધન કરવું. *O ૨૫૩ મિથ્યાત્વના ભેદો " एकधा द्विविधा नूनं चतुर्धा त्रिविधा मतम् । दशधा पञ्चधा चैव, मिथ्यात्वं बहुधा स्मृतम् ॥
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy