SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ | ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ અને જૈન ધર્મનો પરિચય થાય છે. આથી જ જ્ઞાનભંડારો ધર્મની દાનશાળાની જેમ શોભે છે. ગુરુ વિના શિષ્યની જેમ પુસ્તકો વિના વિદ્વત્તા આવતી નથી.” ગુરુનો આવો ઉપદેશ સાંભળીને વસ્તુપાળ મંત્રીએ અઢાર કરોડ દ્રવ્ય ખર્ચીને ત્રણ ભવ્ય જ્ઞાનભંડાર બંધાવ્યા હતા. થરાદના સંઘવી આભુ નામના શ્રેષ્ઠીએ પણ ત્રણ કરોડના ખર્ચે તમામ સૂત્રોની એક એક પ્રત સોનેરી અક્ષરોથી અને બીજા ગ્રંથો સાહીથી લખાવ્યા હતા. કહ્યું છે કે “જે કોઈ સિદ્ધાંતનાં પુસ્તકો લખાવે છે તેઓ દુર્ગતિને પામતા નથી. તેઓ મૂંગા, જડ અને મંદબુદ્ધિ બનતા નથી.” ક્યારેક શ્રુતજ્ઞાન કેવળજ્ઞાન કરતાં પણ અતિશાયી જણાય છે. કહ્યું છે કે “શ્રુતના ઉપયોગમાં વર્તવા છતાં છદ્મસ્થ મુનિએ લાવેલો આહાર કદી અશુદ્ધ હોય તો પણ તેને કેવળી વાપરે છે. કારણ કે તેમ ન કરે તો શ્રતનું અપ્રમાણપણું થઈ જાય.” . આથી સમ્યફપ્રકારે સૂત્રાર્થના ઉપયોગપૂર્વક નિરંતર સર્વ અનુષ્ઠાન કરવા. ઉપયોગ વિનાની ક્રિયા દ્રવ્યક્રિયામાં પરિણમે છે. જ્ઞાનની વિરાધના કરવાથી જે અશુભ જ્ઞાનાવરણીય કર્મ બંધાયું હોય છે. તે જ્ઞાનપંચમી તપનું આરાધન કરવાથી નાશ પામે છે. કહ્યું છે કે “ઉત્સુત્રની પ્રરૂપણાથી સૂત્રના અવળા ખોટા અર્થ કરવાથી, ક્રોધ કરવાથી, અનાભોગથી અને હાસ્યથી થયેલ જ્ઞાનની વિરાધનાથી બંધાયેલ કર્મો જ્ઞાનપંચમીના વ્રતની આરાધનાથી નાશ પામે છે.” આ વ્રતની આરાધના કરવા માટે ગુણમંજરી અને વરદત્તની કથા પ્રેરક અને બોધક છે. તે આ પ્રમાણે - ગુણમંજરી અને વરદત્તની કથા ભરતક્ષેત્રમાં પદ્મપુર નામનું નગર હતું. અજિતસેન નામે આ નગરનો રાજા હતો. રાણી યશોમતિથી તેને એક પુત્ર થયો. તેનું નામ વરદત્ત પાડવામાં આવ્યું. આઠ વરસની ઉંમરે તેને અધ્યાપક પાસે ભણવા મૂક્યો. પરંતુ તેને એકેય અક્ષર યાદ નહોતો રહેતો. વરદત્ત યુવાન થયો ત્યારે તેને કોઢનો રોગ થયો. કોઢથી તેનું શરીર સુકાતું ગયું. આ જ નગરમાં અતિ ધનાઢ્ય સિંહદાસ રહેતો હતો. કપૂરતિલકા સાથેના લગ્નજીવનથી તેને એક પુત્રી થઈ. તેનું નામ ગુણમંજરી. પૂર્વના અશુભ કર્મના ઉદયથી ગુણમંજરી નાનપણથી જ મૂંગી અને રોગી હતી. શ્રેષ્ઠી સિંહદાસે પુત્રીના મૂંગાપણા અને રોગને દૂર કરવા તમામ પ્રકારના ઉપચાર કરાવ્યા. અનેક બાધા આખડી રાખ્યાં. પરંતુ પુત્રીના મૂંગાપણામાં કે રોગમાં તસુમાત્ર પણ સુધારો થયો નહિ. એક સમયની વાત છે. નગરમાં ચાર જ્ઞાનધારી શ્રી વિજયસેન આચાર્ય પધાર્યા.રાજા અજિતસેન રાજ પરિવાર સાથે તેમજ સૌ નગરજનો તેમની ધર્મવાણી સાંભળવા ગયા. આચાર્યશ્રીએ દેશના આપતાં ફરમાવ્યું:
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy