SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ૧૫૭ વાયુ (વા)નો રોગ થયો. હવે તે ટટ્ટાર નહોતો ચાલી શકતો. દોડી પણ નહોતો શકતો. કોઈએ તેને ટોણો માર્યો. “પહેલાં તો તું વાયુવેગે ચાલતો અને દોડતો અને હવે આમ લાકડીના ટેકે કેમ ચાલે છે?' યુવાન બોલ્યો : “જેઠ અને અષાઢ મહિનામાં જે વાયુ (પવન) મને સુખ અને શાતા આપતો હતો એ જ વાયુ (વા) આજ મને પીડા આપી રહ્યો છે. તેમ “હે પૂજય! હું તમારા શરણે આવ્યો અને તમે જ મને મારી નાંખવા તૈયાર થયા છો. આપને આમ કરવું શું શોભે છે?” અષાઢાચાર્યે તેના ઉપર પણ દયા ન કરી. તેને મારીને તેનાં ઘરેણાં ઉતારીને પાતરામાં મૂકી દઈને ઝડપથી આગળ ચાલવા માંડ્યું. ત્યાં તેમને પાંચમો બાળક મળ્યો. તેણે કહ્યું : “મારું નામ વનસ્પતિકાય છે.” અને તેણે પણ આચાર્યનો મેલો ઇરાદો બદલવા એક દૃષ્ટાંત કહ્યું - જંગલમાં એક મોટા ઝાડ પર માળો બાંધીને કેટલાંક પક્ષીઓ સુખેથી રહેતાં હતાં. થોડા સમય બાદ એ વૃક્ષ પર વેલ ઊગી. વેલ વધતી-વધતી પંખીઓના માળા સુધી પહોંચી. એક દિવસ એ વેલના સહારે એક ફણીધર સાપ ચડ્યો અને માળામાં આવીને પંખીઓનાં બચ્ચાંઓને ખાઈ જવા લાગ્યો. આથી મોટાં પંખીઓ રડતાં-રડતાં બોલ્યાં : આ એ જ વૃક્ષ છે જેને સુખરૂપ સમજી અમે તેના પર વસ્યાં. રહ્યાં. અને એ જ ઝાડ આજ અમારાં બાળકોના મોતનું નિમિત્ત બન્યું છે. તેમ હે વંદનીય ! તમને મેં શરણ માન્યા અને તમે જ મારા મરણ માટે આમ ઉતાવળા થયા છો.” આ બોધની આચાર્ય પર કશી અસર ન થઈ, એ બાળકને પણ તેમણે મારી નાંખ્યું અને તેનાં બધાં ઘરેણાં ઉતારીને પાતરામાં ભરીને ફરી ઝડપથી ચાલવા માંડ્યું. આગળ જતાં છો બાળક મળ્યો. આચાર્યના પૂછવાથી તેણે કહ્યું: “મારું નામ ત્રસકાયિક છે. તમે મને આ જંગલનાં જાનવરો આદિથી રક્ષણ આપો.” રક્ષણના બદલે આચાર્ય તેનું ભક્ષણ કરવા તૈયાર થયા એટલે ત્રસકાય બાળક બોલ્યો - દુશ્મનોએ એક નગરને ઘેરી લીધું. સરદારે કહ્યું : “જેને જે લઈ જવું હોય તે લઈને જલદી ચાલ્યા જાવ. નહિ તો તમને મારી નાંખવામાં આવશે. નાગરિકો લેવાય તે લઈને નગર બહાર જવા લાગ્યા. ત્યાં નગર બહાર વસતા અત્યંજો, ચમારો આદિ નગરમાં આવવા લાગ્યા. નગરજનોએ તેમને કહ્યું: “અરે ! મૂર્ખાઓ! તમે નગરમાં ક્યાં જઈ રહ્યા છો ! નગરને દુશમનોએ ઘેરી લીધું છે. આ જ નગર સવાર સુધી અમારા માટે સુરક્ષિત અને શરણરૂપ હતું. અત્યારે એ જ નગર અમારા માટે ભયરૂપ બન્યું છે. તો તમે પણ જલદી પાછા વળો.” આમ “હે શ્રદ્ધેય ! મેં તમને શરણ માન્યા અને તમે જ મારું ભક્ષણ કરવા તત્પર બન્યા છો. તે આપને શોભતું નથી.” તો ય આચાર્ય તેને મારી નાંખવા ઉતાવળા થવા લાગ્યા. આથી એ બાળકે બીજું દષ્ટાંત આપી આચાર્યને સમજાવવા પ્રયત્ન કર્યો. તેણે કહ્યું : “હે ભગવંત ! સાંભળો. એક મૂર્ખ બ્રાહ્મણે ધર્મબુદ્ધિથી તળાવ ખોદાવ્યું અને તેના કાંઠે યજ્ઞ કરાવીને તેમાં ઘણાં બકરાંને હોમી દીધાં. બ્રાહ્મણ મરીને બકરો થયો. તળાવ જોઈને તેને
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy