SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ છતાંય તે મનથી દુઃખી ન થયા. પ્રસન્ન ચિત્તે આત્માનું ધ્યાન ધરતા રહ્યા. ચોથે દિવસે પારણામાં લુખ્ખો આહાર મળ્યો. તેના સેવનથી તેમની તબિયત ભયાનક રીતે બગડી પણ પુંડરિક મુનિએ સમતા ન ગુમાવી. પ્રસન્ન ચિત્તે નવકાર મંત્રનું રટણ સતત કરતા રહ્યા અને જાપ જપતાં જપતાં જ કાળધર્મ પામ્યા. અંતિમ સમયે શુભ અને શુદ્ધ ધ્યાન ધરવાથી તે મરીને સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવ તરીકે નવજન્મ પામ્યા. આ કથા વિષે છઠ્ઠા અંગમાં કહ્યું છે કે “હજાર વરસ સુધી દીર્ઘ સંયમ પાળવા છતાં ય જો અંત સમયે અશુદ્ધ અને અશુભવિચાર ને ભાવ કરવામાં આવે તો તે કંડરિકની જેમ નરકે જાય છે અને માત્ર થોડો જ સમય ચારિત્ર અંગીકાર કરીને જે તેનું શુદ્ધ પાલન કરે છે તે પુંડરિક ઋષિની જેમ પોતાનું કાર્ય સિદ્ધ કરે છે. આમ સમ્યક્ રીતે ચારિત્ર પાળીને કેટલાક જીવો થોડા સમયમાં પણ મોક્ષગતિને પામે છે અને બીજા અતિચાર સહિત (શિથિલાચારી બનીને) ઘણા કાળ સુધી ચારિત્ર પાળવા છતાંય તે સિદ્ધિપદ-મોક્ષને પામતા નથી.’ આ દૃષ્ટાંત-કથાથી મુમુક્ષુ જીવોએ બોધપાઠ લેવાનો છે કે દીક્ષા લીધા પછી નિષ્કલંક સાધુ જીવન જીવવાનું છે. મોહ અને માયાના પ્રસંગો આવે તો પણ તેમાં ફસાવાનું નથી. લોભથી લલચાવાનું નથી. વિષયથી વ્યાકુળ બનવાનું નથી. વેદનાઓ આવે તો તેથી વ્યગ્ન અને વ્યથિત થવાનું નથી. પ્રસંગ સુખનો હોય કે દુઃખનો, માન મળે કે અપમાન મળે દરેક સ્થિતિમાં મનની સમતુલા અકબંધ રાખીને સતત સર્વત્ર ને સદાય આત્મધ્યાનમાં જ સ્થિર ને લીન રહેવાનું છે. ૨૨૨ સારી સોબત કરવી उत्तमाधमयोः संगफलं लब्धं परीक्षयां । પ્રમાળ વિઝેળ, તત: હાર્યા સુસંગતિઃ ॥ “પ્રભાકર નામનો બ્રાહ્મણ ઉત્તમ અને અધમ-નીચ સોબતનું ફળ પામ્યો છે. તેનું દૃષ્ટાંત જાણીને સુજ્ઞજનોએ પરીક્ષા કરીને સોબત-સંગ કરવાં.” પ્રભાકર બ્રાહ્મણનું દૃષ્ટાંત દિવાકર બ્રાહ્મણનું વીરપુર નગરમાં ઘણું મોટું નામ હતું. તેની સામે તેના પુત્ર પ્રભાકરનું નામ ઘણું જ બદનામ હતું. પ્રભાકર બધી રીતે પૂરો હતો. પુત્રને સન્માર્ગે વાળવા પિતાએ કહ્યું: ‘પ્રભાકર ! તું આમ ખરાબ માણસોની સાથે હરેફરે તે તારા માટે શોભાસ્પદ નથી. કા૨ણ ધૂર્ત
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy