SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ प्रपौत्रश्चन्द्रगुप्तस्य, बिन्दुसारस्य नप्तृकः । एषोऽशोकश्रियः पुत्रः, अन्धो मार्गति काकिणीम् ॥१॥ અર્થ:- ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર બિન્દુસારનો પૌત્ર અને અશોકસમ્રાટ્રનો અંધ પુત્ર કાકિણી માગે છે. આ સાંભળી સમ્રાટે પૂછ્યું: “હે ગાયક તારું નામ શું છે?' તે બોલ્યો - स एवाहं तवैवास्मि, कुणालो नाम नन्दनः । त्वदाज्ञालेखमीक्षित्वा, योऽन्धः स्वयमजायत ॥१॥ અર્થ:- તે જ હું કુણાલ નામનો તમારો દીકરો છું. જે તમારા આજ્ઞાપત્રથી સ્વયં આંધળો થયો હતો. આ સાંભળી રાજા જવનિકા પાસે આવ્યો ને પડદો દૂર કરી કુણાલને ઓળખ્યો. અશોકની આંખમાંથી આંસુનો પ્રવાહ વહેલા લાગ્યો ને તે કુણાલને ભેટી પડ્યો. પોતાની પાસે બેસાડી પૂછ્યું : “તને શું જોઈએ ?” કુણાલે કહ્યું : “મારે તો કાકિણી જોઈએ.” ન સમજાયાથી રાજાએ મંત્રીને પૂછ્યું “કાકિણી એટલે શું ?' મંત્રીએ કહ્યું “મહારાજ ! કાકિણીનો અર્થ તો સામાન્ય નાણું કહેવાય પણ વિશેષ અર્થ તો રાજય થાય. ને રાજકુમાર કાકિણી રાયાર્થે વાપરે. આ સાંભળી રાજાએ કહ્યું : “વત્સ ! તું રાજ્યને શું કરશે ? દૈવયોગે તારી દૃષ્ટિ પણ નાશ પામી છે. રાજય સચવાય પણ શી રીતે ?” કુણાલે કહ્યું “તાત ! મારે તો હવે રાજ્ય શા કામનું ! પણ મારા પુત્ર માટે રાજની વિનંતી કરું છું.” આ સાંભળતાં જ આનંદિત થયેલા રાજાએ ઉલ્લાસથી પૂછ્યું : “પુત્ર થયો, ક્યારે? શું નામ રાખ્યું? કેવો છે ?' તેણે કહ્યું : “સમ્મતિ-પ્રિયદર્શન. અર્થાતુ હમણાં પુત્ર થયો છે, નામ સંપ્રતિ અને દેખાવ પ્રિયદર્શન એટલે સુંદર છે.' પછી ધામધૂમપૂર્વક સંપ્રતિને તેડાવી યુવરાજપદે સ્થાપ્યો, ને રાજ્યારૂઢ પણ કર્યો. ક્રમ કરી રાજા સંપ્રતિ વય, વિક્રમ, લક્ષ્મી, સૌભાગ્યાદિથી અભ્યદય પામવા લાગ્યા. તેમણે અડધું પ્રાયઃ ભારત સાધ્યું હતું ને સમ્રા સંપ્રતિ કહેવાયા હતા. તેઓ દઢ શ્રદ્ધાવાળા પરમ શ્રાવક હતા. તેમણે ઘણાં જ જિનશાસનનાં ઉત્તમ કાર્યોમાં અને ધર્મપ્રચારમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ ઉદાહરણ સાંભળી સિદ્ધાંત સૂત્રના પાઠમાં વાક્યમાં કે પદમાં વર્ણમાત્રની પણ અધિકતા ન કરવી. જેમ આધિક્ય તેમ ન્યૂનતા પણ મોટી હાનિ કરે છે, તે બાબત વિદ્યાધરનું દૃષ્ટાંત કહે છે. વિદ્યાધરનું દૃષ્ટાંત શ્રી મહાવીરદેવને વંદન કરવા જતા મગધસમ્રાટુ શ્રેણિકે તથા અભયકુમારે એક વિદ્યાધરને આકાશથી ઊડી ઊડી નીચે પડતો આખડતો જોયો ને આ આશ્ચર્ય ભગવંતને જઈ પૂછ્યું: “ભગવદ્ ! તે વિદ્યાધર અડધી પાંખવાળા પક્ષીના બચ્ચાની જેમ ઊંચે ઊડી ઊડી નીચે પડતો હતો, તેનું શું
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy