SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ દિવસે પૂર્ણ થાય છે. તે શ્રીચંદકેવળીએ કર્યું હતું તેમ કરવું. આ અને આવા જ પ્રકારના વિવિધ તો ઈવર કાળવાળા કહેવાય છે. માવજીવ-(જીવન પર્વતનું) અનશન તપ પાદપોવગમ, ઇગિની અને ભક્ત પરિણા. એમ ત્રણ પ્રકારનું છે. આ ત્રણેનું સ્વરૂપ સત્તર પ્રકારના મૃત્યુનું સ્વરૂપ જાણ્યા વિના સારી રીતે સમજાય તેવું ન હોઈ પ્રથમ મૃત્યુના પ્રકારો ને સ્વરૂપ સમજાવવામાં આવે છે. (૧) “માવી વિરમરમ્' વીચિનો (અંતરનો) અભાવ તે અવીચિ. એટલે કે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવની ગતિમાં ઉત્પત્તિથી માંડી પોતપોતાના આયુકર્મના દલિકો પ્રતિસમય વેદીને ઘટાડવાં તે (પ્રતિ સમયના) મરણને આવીચિરમરણ કહ્યું છે. (૨) ‘મધમર' અવધિ એટલે મર્યાદા. નારકાદિભવના આયુકર્મના દળીયાનો અનુભવ કરી મૃત્યુ પામે, ને મૃત્યુ પામીને પાછો ફરી તે જ દળીયાનો અનુભવ કરીને મરે, ત્યારે તે દ્રવ્યથી અવધિમરણ કહેવાય. કારણ કે પરિણામની વિચિત્રતા હોઈ ગ્રહણ કરી છોડેલા કર્મ દળીયાનું ફરી ગ્રહણ શક્ય છે. એ જ પ્રમાણે ક્ષેત્રાદિકમાં પણ ભાવના કરવી. (૩) “અતિવમળમૂ' એટલે છેલ્લું થયેલું. અર્થાતુ - નરકાદિ ગતિના આયુકર્મના દળીયાને અનુભવીને મૃત્યુ પામ્યા પછી ફરીથી કોઈપણ વખતે તે દળીયાને અનુભવીને મરવાનું જ ન હોય તે દ્રવ્યથી અંતિકમરણ છે. એ પ્રમાણે ક્ષેત્રાદિકથી પણ જાણવું. (૪) “વત્તળનું વલનુ એટલે ચારિત્રથી પાછા વળતાં મરણ થાય છે. અર્થાતુ મુનિ જીવનસંબંધી દુષ્કર-તપ-ચારિત્રનું પાલન કરવું. અથવા તેને ચારિત્રને) છોડી દેવું તે બન્નેમાં અસમર્થ થઈને “હવે તો આમાંથી જલદી છૂટાય તો સારું.” આવી ભાવનામાં મૃત્યુ થાય તે વલનુમરણ કહેવાય. જે વ્રતના પરિણામથી ભ્રષ્ટ હોય તેને જ આ સંભવે છે. (૫) વરાતિંમરણમ્' એટલે વિષય વશ થઈને, દીપક જ્યોત જોઈને આકુળ-વ્યાકુળ થયેલા પતંગિયાની જેમ મરણ પામે તે વશાર્તમરણ કહેવાય. (૬) “મન્ત:ચમમ્' પૂર્વે થયેલા દુરાચરણ અને શરમ આદિ કારણે આલોચના ન કરવી તે અન્તઃશલ્ય કહેવાય. તેવા શલ્યવાળાનું મરણ અન્તઃશલ્ય મરણ કહેવાય. આ અતિદુષ્ટ મરણ કહેવાય છે. વમળમ્' વર્તમાન જે ભવ હોય ફરી તે જ ભવ યોગ્ય આયુષ્ય બાંધીને મરવું તે તદ્ભવમરણ કહેવાય. આ મૃત્યુ સંખ્યાતા વર્ષના આયુવાળા મનુષ્ય તેમજ તિર્યંચને જ સંભવે છે. પરંતુ અસંખ્યાતા વર્ષાયુવાળા (યુગલિક) મનુષ્ય કે તિર્યંચને તથા દેવ કે નારકીને આંતરા વિના તદ્ભવનો અભાવ હોઈ આ મરણ ન હોય. (૮) વાતરમ્' બાળ એટલે મિથ્યાત્વીનું કે અવિરતિ સમ્યફદષ્ટિનું મરણ તે બાળમરણ.
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy