SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ પૂર્વભવમાં તારે એક દાસી હતી. એ દાસી છાણાં માથે ઉપાડી રહી હતી. માથા પર ભાર વધુ થઈ ગયો. તેણે વધુ ભાર ન ઉપાડવા કહ્યું. આથી તે ગુસ્સે થઈને કહ્યું : “તું મોટી શેઠાણી ખરીને, તે તારાથી આટલાં છાણાંય ન ઊપડે?” તારાં આ કડવાં વેણથી તને અશુભ કર્મબંધ થયો. શુભ કર્મના ઉદયથી તું શાલિભદ્રની બહેન થઈ, પરંતુ પેલા અશુભ કર્મના ઉદયથી આ ભવમાં તારે માટી ઊંચકવી પડી.” પોતાના પૂર્વભવ જાણી સૌ ધર્મસાધનામાં વધુ ઉદ્યમી બન્યાં. ધનાની આ કથામાંથી પ્રેરણા લઈને, સુપાત્રને ઉમળકાથી અને આત્માના ઉલ્લાસથી દાન આપવું અને દાન આપ્યા પછી ક્યારેય પસ્તાવો ન કરવો. ૨૧૯ ચાર પ્રકારનો ધર્મ दानं सुपात्रे विशदं च शीलं, तपो विचित्रं शुभभावना च । ___ भवार्णवोत्तारणयान पात्रं, धर्मं चतुर्धा मुनयो वदन्ति ॥ મુનિઓ એ સંસારસાગરમાં તરવાને વહાણ સમાન ધર્મના ચાર પ્રકાર-સુપાત્રદાન, નિર્મળ શીલ, વિવિધ પ્રકારનો તપ અને શુભભાવ કહ્યા છે.” સુપાત્રદાન વિષે અગાઉ વિચારી ગયા, હવે અત્રે નિર્મળશીલની વિચારણા કરીએ. શીલની સુરક્ષા માટે સતી સીતાનું જીવન જૈન અને અજૈન બન્નેમાં સુપ્રસિદ્ધ છે. રાવણે સીતાનું અપહરણ કર્યું. તેની પોતાની કરવા રાવણે અનેક લાલચો આપી. ભય પણ બતાવ્યો. પણ સીતાએ રાવણને જરાય મચક ન આપી, પોતાના શિયળની તેણે અભૂતપૂર્વ રક્ષા કરી. કહ્યું છે કે : “અપવાદના ભયથી સીતાએ અગ્નિમાં પ્રવેશ કર્યો પરંતુ તે સમયે અગ્નિ પણ જળ જેવો શીતળ થઈ ગયો. તેમાં માત્ર સુદઢશીલનો જ મહિમા કારણભૂત છે.” આમ સીતાજીના જીવનમાંથી પ્રેરણા લઈને પોતાના શીલધર્મની સુદઢ રક્ષા કરવી જોઈએ. શીલવ્રતના દઢ પાલન માટે કળાવતી, શીલવતી, સુભદ્રા, સુદર્શન શેઠ, બૂસ્વામી તેમજ વિજયશેઠ અને વિજયાં શેઠાણીનાં જીવનચરિત્રો ખૂબ જ પ્રેરણાદાયી છે. શીલવ્રતનું પાલન શ્રાવક અને શ્રાવિકા બન્નેએ કરવાનું છે. પુરુષે પરસ્ત્રીગમનનો અને સ્ત્રીએ પરપુરુષગમનનો ત્યાગ કરવાનો છે. સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરી શકાય તો એ સર્વોત્તમ
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy