SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પપ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ – 5:535 મેં તમને સૌને એક મહત્ત્વની વાત કહેવા ભેગા કર્યા છે. વાત આ છે કે મેં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. મારે જાણવું છે કે હું દીક્ષા લઈશ પછી તમે સૌ શું કરશો ?' સૌ એકસૂરે બોલી ઊઠ્યા: “અમે પણ તમારી સાથે જ દિક્ષા લઈશું અને સેલક રાજાએ બીજા દિવસે મંગલ ચોઘડિયે પુત્ર મંડુકકુમારનો રાજ્યાભિષેક કરાવ્યો અને પાંચસો જણાની સાથે પોતે થાવગ્ગાપુત્ર આચાર્ય પાસે દીક્ષા લીધી. સેલક મુનિએ દીક્ષા જીવનમાં ઉગ્ર તપશ્ચર્યા કરી ઉગ્ર વિહાર કર્યો અને બાર અંગનો અભ્યાસ પણ કર્યો. સેલક મુનિને બધી રીતે યોગ્ય જાણીને થાવગ્ગાપુત્ર ગુરુએ તેમને આચાર્યપદથી વિભૂષિત કર્યા. સેલનાચાર્ય સતત તપસ્યા કરતા. પારણામાં લુખ્ખ-સુદું ઠંડું ભોજન વાપરતા. આવા ભોજનના કારણે તેમને પિત્તજ્વર થઈ ગયો. છતાંય તે વિહાર કરતા રહ્યા અને એક દિવસ શિષ્ય પરિવાર સહિત સેલકપુર પધાર્યા. પુત્ર મંડુક રાજાએ તે સૌનું ભવ્ય સ્વાગત કર્યું. ભાવપૂર્વક તેમને વંદના કરી. ધર્મદિશના સાંભળી અને શ્રાવકધર્મ અંગીકાર કર્યો. આચાર્યશ્રીની નરમ તબિયત જોઈને મંડુકે વિનયથી વિનંતી કરીઃ “હે પૂજ્યવર ! આપ મારી યાનશાળામાં પધારો અને મને આપની વૈયાવચ્ચ કરવાની તક આપો.” શ્રાવકની આગ્રહભરી વિનંતીથી સેલનાચાર્ય શિષ્ય પરિવાર સહિત મંડકની યાનશાળામાં પધાર્યા. મંડક રાજાએ આચાર્ય ભગવંતની સારવાર કરાવી. પોતે પણ સેવા કરતો. આચાર્યશ્રીના શરીરમાંથી રોગને મૂળમાંથી કાઢી નાખવાના શુભ હેતુથી રાજવૈદો એ દવામાં દારૂ ભેળવતા. મદ્યપાન મિશ્રિત ઔષધથી આચાર્યશ્રીનું સ્વાથ્ય સુધરતું ગયું. પણ દુષ્પરિણામ એ આવ્યું કે આચાર્યશ્રીના જીભને દારૂનો ચસ્કો લાગી ગયો. કહ્યું છે કે: “અભક્ષ્ય એવા મદ્યપાનાદિકથી સાધુ મૂચ્છિત, ગૃદ્ધ થઈ ઉસગ્નવિહારી પાસત્થા, કુશિલીઆ, પ્રમાદી અને સંસકતા થઈ જાય છે. સેલનાચાર્ય પણ પ્રમાદી અને મૂચ્છિત બની ગયા. આથી તે યાનશાળામાંથી વિહાર કરવાનું નામ જ નહોતા લેતા. ગુરુની આવી સ્થિતિ જોઈ તેમના ૪૯૯ શિષ્યોને લાગ્યું કે ગુરુ માર્ગ ભૂલ્યા છે. પ્રમાદી બન્યા છે. એક જ સ્થાનમાં સ્થિર થયા છે. સાધુ માટે આ બધું ઉચિત નથી. આથી ગુરુની આજ્ઞા લઈને એક પંથકમુનિ સિવાય સૌ શિષ્યો ત્યાંથી વિહાર કરી ગયા. થોડા દિવસ બાદ ચાતુર્માસની ચૌદશના દિવસે સેલનાચાર્ય માદક દ્રવ્યના સેવનથી બેહોશ બનીને સૂતા હતા. પ્રતિક્રમણ કરતાં ખામણા ખામવા માટે શિષ્ય પંથક મુનિ ગુરુ પાસે ગયા. સૂતેલા ગુરુના પગમાં મસ્તક નમાવી તે અભુઢિઓ આદિ સૂત્રો બોલ્યા. સ્પર્શથી સેલકાચાર્ય સહેજ ચમક્યા. તેમણે અભુઢિઓ સાંભળ્યો. તેમણે પૂછ્યું: “કોણ અત્યારના મને જગાડે છે? પંથકમુનિએ વિનયથી કહ્યું: “ક્ષમા કરો ગુરુદેવ! એ અપરાધ મેં કર્યો છે. આપ સૂતા ઉ.ભા.જન્મ
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy