________________
૨૩૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૨૬૮ દર્શનાચારનો પ્રથમાચાર-નિઃશંક ज्ञानाद्यनन्तसम्पूर्णैः, सर्वविद्भिर्यदाहितम् ।
तत् तथ्यं दर्शनाचारो, निःशङ्काख्योऽयमादिमः ॥ અર્થ - જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય)થી પરિપૂર્ણ સર્વજ્ઞ પરમાત્માએ જે ફરમાવ્યું છે તે સત્ય જ છે. એવું માનવું તે નિઃશંક નામે પ્રથમ દર્શનાચાર છે.
जिनोक्ततत्त्वसन्देहः, सा च शङ्काभिधीयते ।
शङ्कातो भिद्यते श्रद्धा, दोषो यत् स्यान्महांस्ततः ॥ અર્થ:- શ્રી જિનેન્દ્રદેવે કહેલા તત્ત્વમાં સંદેહ કરવો તેનું નામ શંકા. આ શંકાથી શ્રદ્ધાનો નાશ થાય છે, માટે મહાનુ દોષ છે. શંકાથી સમ્યકત્વ-તત્ત્વની શ્રદ્ધા ભેદાય છે. આ બાબતમાં શ્રી ગંગાચાર્યનું ઉદાહરણ છે.
શ્રી ગંગાચાર્યનું દષ્ટાંત આર્યમહાગિરિના શિષ્ય ધનુગુપ્ત અને તેમના શિષ્ય ગંગ નામે આચાર્ય પદારૂઢ થયા. તેઓ એકવાર ઉલૂકાનદીના પૂર્વ કિનારે ચોમાસું રહ્યા હતા અને તેમના ગુરુ મહારાજ શ્રી ધનગુપ્ત આચાર્ય પશ્ચિમ કાંઠે. શરદઋતુમાં ગંગાચાર્ય ગુરુમહારાજને વાંદવા નીકળ્યા. માર્ગમાં ઉલ્લુકાનદી ઊતરતાં સૂર્યનાં પ્રચંડ કિરણો તેમના કેશરહિત મસ્તક પર પડતાં માથું તપી ગયું અને નદી ઊતરતાં પગ પાણીમાં હોઈ-પગમાં શીતલતાનો અનુભવ થયો. મિથ્યાત્વમોહનીયના ઉદયથી તેમને વિચાર આવ્યો કે “સિદ્ધાંતમાં તો જણાવાયું છે કે એક કાળમાં બે ક્રિયાનો અનુભવ ન હોય ત્યારે મને પોતાને એક સમયમાં બે ક્રિયાનો અનુભવ થઈ રહ્યો છે. અનુભવથી વિરૂદ્ધ આ આગમવાક્ય યથાર્થ જણાતું નથી.”
આવી શંકા લઈ ગંગાચાર્ય ગુરુ મહારાજ પાસે આવ્યા અને શંકા જણાવી. શિખામણ આપતાં ગુરુજીએ કહ્યું: “મહાનુભાવ! છાયા અને તડકો સમકાળે એક જ જગ્યાએ ન હોય તેમ એક જ કાળે બે ક્રિયાઓ પણ ન જ હોય. કેમ કે એ બન્ને ક્રિયાનો અનુભવ પણ પરસ્પર વિરુદ્ધ છે. અનુભવ ક્રમે કરીને થાય પણ બે અનુભવ સાથે ન જ થાય. પણ સમય-આવલિકા આદિ કાળ ઘણો જ સૂક્ષ્મ ને ત્વરિત હોવાથી અનુભવનો અનુક્રમ તમારા જાણવામાં આવ્યો નહીં. ઈન્દ્રિયોથી ગ્રહણ ન થઈ શકે તેવા સૂક્ષ્મ પુદગલોના સ્કંધોથી મન થયેલું છે, તેથી આ મન ઇજિયોએ ગ્રહણ કરેલા સ્પર્શનાદિક દ્રવ્ય સાથે જે વખતે સંબંધ થાય છે ત્યારે ઇન્દ્રિયોને તે તે દ્રવ્યનું જ માત્ર જ્ઞાન