SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ ભરત ચક્રવર્તી જેવી ભાવના ભાવવી જોઈએ. જેથી ભોગો ભોગવ્યા છતાં પણ તે ભાવનાથી મુક્તિ મળે. મરુદેવા માતાએ એકાસણું પણ ક્યારેય નહોતું કર્યું, છતાંય પ્રબળ અને ઉદાત્ત ભાવનાથી તે જ ભવમાં મોક્ષે ગયાં. પ્રસન્નચંદ્ર મુનિ, વલ્કલચિરિ અને ગૌતમસ્વામી પ્રતિબોધિત પંદરસો તાપસોને માત્ર ભાવથી જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. કહ્યું છે કે : થોડું પણ અનુષ્ઠાન ભાવની વિશુદ્ધિથી કર્યું હોય તો તે કર્મમળને હણે છે. કારણ ઉદય પામતો નાનો સૂર્ય પણ અંધકારના સમૂહનો નાશ કરે છે.” આ ભાવ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારનો છે. જિનાજ્ઞાના પાલન માટે કશી પણ કામના વિના, સંસાર તરી જવા, કર્મનો ક્ષય કરવા, સ્વ-સ્વરૂપને પામવાના હેતુથી જ ધર્મ કરાય તે પ્રશસ્ત ભાવ છે. જે ધર્મ આ લોક કે પરલોકમાં કંઈક ભૌતિક પ્રાપ્તિ માટે કરવામાં આવે; કોઈનું વેર લેવા, દેવોને રીઝવવા કંઈક તપ-ધર્મ કરવામાં આવે તો તે અપ્રશસ્ત ભાવ છે. તે ચિત્તની એકાગ્રતા રાખી, મનને શુભ અને શુદ્ધ રાખી, મનને માત્ર આત્મામાં પરોવી રાખીને જ જીવો મોક્ષે ગયા છે. ભાવ વિનાના ચિત્ત કે નથી કોઈ જ સિદ્ધિપદને પામ્યું નથી, આથી “મનના ભાવ સહિત ઉત્તમ દાન આપવું, દુઃખથી પાળી શકાય એવું નિર્મળ શીલ પાળવું, કષ્ટથી કરી શકાય તેવો તપ કરવો અને મનને સ્થિર રાખીને શુભ ભાવના ભાવવી.” ©e ૨૨૦ ધર્મતત્ત્વને ગ્રહણ કરવું विवेकवान्नरः कश्चित् स्वाभावाद्धर्मतत्त्वकम् । शीघ्रं विज्ञाय गृह्णाति, कपिलाह्वगुरोरिव ॥ કપિલ નામના ગુરુની જેમ કોક વિવેકી પુરુષ જ સ્વભાવથી ધર્મના તત્ત્વને જાણીને તેને તરત જ ગ્રહણ કરે છે.” કપિલમુનિની કથા કાશ્યપ રાજપુરોહિત હતો. રાજા અને પ્રજા બને તેનું ઘણું સન્માન કરતા. રાજા જિતશત્રુ પણ તેનો આદર-સત્કાર કરતો. તેનું આયુષ્ય ટૂંકું તેથી તે યુવાન વયે અવસાન પામ્યો. આ સમયે તેના પુત્ર કપિલની ઉંમર ઘણી નાની હતી. આથી જિતશત્રુ રાજાએ એક બીજા બ્રાહ્મણને રાજપુરોહિત બનાવ્યો. આ નવો પુરોહિત અક્કડથી ઘોડા પર બેસતો, માથે છત્ર રખાવતો અને ઘણા સેવકો સાથે
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy