SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ~ ૨૮૨ ત્રણ ગુપ્તિ कल्पनाजालनिर्मुक्तं, सद्भूतवस्तुचिन्तनम् । विधेयं यन् मनःस्थैर्य, मनोगुप्तिर्भवेत् त्रिधा ॥१॥ અર્થ - કલ્પનાની પરંપરાથી રહિત, સત્ય વસ્તુનું ચિંતનવાળું જે મનનું ધૈર્ય છે તે જ મનોગુપ્તિ કહેવાય, તેના ત્રણ ભેદો સમજવાના છે. તે આ પ્રમાણે – આર્ત અને રૌદ્રધ્યાનના અનુબંધવાળી જે કલ્પના તેના સમૂહથી રહિત તે પ્રથમ મનોગુપ્તિ. આગમાનુસારી, સમસ્ત લોકને હિતકારી, ધર્મધ્યાનના અનુબંધવાળી અને મધ્યસ્થ બુદ્ધિના પરિણામવાળી તે બીજી મનોગુપ્તિ છે અને શુભા-શુભ મનની સમગ્ર વૃત્તિઓનો નિરોધ કરીને યોગનિરોધ અવસ્થામાં પ્રાપ્ત થનાર આત્મામાં જ રમણ કરવારૂપ મનોગુપ્તિનો ત્રીજો અને શ્રેષ્ઠ પ્રકાર છે. તે ઉપર જિનદાસ શેઠનું ઉદાહરણ આ પ્રમાણે છે. મનોગુપ્તિ પર જિનદાસ શેઠનું દષ્ટાંત ચંપાનગરીમાં જિનદાસ નામે શેઠ રહેતો હતો. એકવાર પૌષધ વ્રત હોઈ તેઓ રાત્રે પોતાના શૂન્ય ઘરમાં કાઉસ્સગ્ન રહ્યા. ત્યાં પાસે જ લોઢાના ખલા જેવા તીક્ષ્ણ પાયાવાળો ખાટલો પડ્યો હતો. શેઠની ઉપસ્થિતિથી અજાણ તેમની કુલટા સ્ત્રી પોતાના જાર (યાર) પુરુષ સાથે ક્રીડા કરવા ત્યાં આવી, ને પલંગ પાથરતાં તેનો એક પાયો બરાબર જિનદાસ શેઠના પગ પર આવ્યો. પછી તે પલંગ પર બન્ને ચડી જતાં તે પાયો પગમાં ઊતર્યો ને વ્યથા કરવા લાગ્યો. તેઓ ક્રિીડા કરવા લાગ્યા ને પલંગનો પાયો પગમાં ઊતરી મહાવ્યથા ઉપજાવવા લાગ્યો. છતાં શ્રેષ્ઠીએ મનનું ચિંતન જરાય બગાડ્યું નહીં ને મનોગુપ્તિ પાળી ને મૃત્યુ પામી સ્વર્ગમાં ગયા. સાતમો ચારિત્રાચાર-વચનગુપ્તિ मौनावलम्बनं साधोः, संज्ञादिपरिहारतः । वाग्वृत्तेर्वा निरोधो यः, सा वाग्गुप्तिरिहोदिता ॥१॥ અર્થ :- સંજ્ઞાદિને પણ છોડીને સાધુપુરુષનું મૌનનું અવલંબન અથવા વચનવૃત્તિનો જે નિરોધ તે વચનગુપ્તિ કહેવાય. આ વચનગુપ્તિ બે પ્રકારે છે - એક તો મુખ-નેત્ર ભૂકુટિનો વિકાર, આંગળીની ઇંગિત ચેષ્ટા, મોટેથી ખોંખારો ખાવો, હુંકારો કરવો, કાંકરો હું આદિ નાખવા. ઇત્યાદિ કામનું સૂચન કરનારી બધી સંજ્ઞા (ઇશારા)નો ત્યાગ કરી આજે મારે કશું જ બોલવું નહીં, એવો અભિગ્રહ લેવો
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy