SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૯૫ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચોવીશમા અધ્યયનમાં, શ્રી સમવાયાંગ સૂત્રના બત્રીસમા સમવાયમાં તથા યોગસંગ્રહના ત્રીજા યોગમાં આ વિષયનો સ્પષ્ટ ઉલ્લેખ છે, જે જિજ્ઞાસુઓએ અવશ્ય જોવો. યોગ એટલે મન-વચન-કાયાના યોગ ન સમજવા. કારણ કે યોગ અને વહન એ સમાનાધિકરણ શબ્દ છે, તે યોગથી વહન શબ્દ જુદો નથી. યોગવહન એટલે તપ-ક્રિયાપૂર્વક જ્ઞાનાર્જન. જે ગીતાર્થો પોતાના સમુદાયમાં પરંપરાએ ચાલી આવતી સમાચારી અનુસાર શિષ્યોને કરાવે છે; શ્રી ઠાણાંગ સૂત્રના ત્રીજા ઠાણામાં કહ્યું છે કે – સાધુ ત્રણ સ્થાનકથી સંપન્ન થવા વડે અનાદિ અનંત ચાતુર્ગતિક સંસાર અટવીનું ઉલ્લંઘન કરે છે, તે આ પ્રમાણે - નિયાણું ન કરવાથી. દષ્ટિસંપન્ન (સમ્યકત્વ)પણાથી અને યોગવહન કરવાથી તેમજ તેના દશમા ઠાણામાં કહ્યું છે કે - જીવો દશ સ્થાનક વડે આગામી કાળમાં શુભ તથા ભદ્રક પરિણામ પામે છે, તે આ પ્રમાણે - નિયાણું ન કરવાથી, દૃષ્ટિસંપનપણાથી, યોગવહન કરવાથી, ક્ષમાગુણ ધારણ કરવાથી. ઈત્યાદિ. તથા સર્વયોગોહન વિધિના રહસ્યભૂત ત્રીજા અનુયોગદ્વારમાં કહ્યું છે કે – મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ આ પાંચ જ્ઞાનના પ્રકાર છે. તેમાં ચાર જ્ઞાન સ્થાપનાએ સ્થાપવા યોગ્ય છે, તે ચાર જ્ઞાનના ઉદેશ, સમુદેશ કે અનુજ્ઞા નથી ત્યારે શ્રુતજ્ઞાનના ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગ છે. ઈત્યાદિ શ્રી ભગવતીસૂત્રના છેલ્લા ભાગમાં યોગવિધિ જણાવેલો છે, તેમજ નંદીસૂત્રમાં શ્રુતના ઉદ્દેશ અને સમુદેશના કાળ કહેલા છે. શ્રી આચારાંગમાં કહ્યું છે કે – અગિયાર અંગમાં પ્રથમ (આચારાંગ) અંગમાં બે શ્રુતસ્કંધ છે. પચ્ચીશ અધ્યયન છે અને પચાસ ઉદેશકાળ છે. ઇત્યાદિ. અહીં કાળ શબ્દથી કાળ ગ્રહણનો વિધિ સમજવો. કેમ કે ઉત્તરાધ્યયનના છવ્વીશમા અધ્યયનમાં કહ્યું છે કે – “ચાર કાળગ્રહણ છે તે યોગવિધિમાં જ ઉચિત છે. અહીં કોઈ એમ વિચારે કે ઉપધાન તથા યોગવહન અનિવાર્ય કે અતિ આવશ્યક નથી. “શ્રુતનું અધ્યયન તો સહુએ સર્વદા કરવું જોઈએ.” ઇત્યાદિ કહે તો તે ઉચિત નથી. કારણ કે તેથી તીર્થકર ભગવંતની આશાતના થાય છે અને શ્રાવક આદિને આચારાંગાદિ જે સૂત્રાધ્યયન નિષિદ્ધ છે તે નિષિદ્ધાચરણનો મહાદોષ લાગે છે. આ બાબત સાતમા અંગ (ઉપાસકદશાંગ)માં કહ્યું છે કે “કામદેવ નામના શ્રાવક-શ્રમણ ભગવંત મહાવીરદેવને વાંદવા સમવસરણમાં આવ્યા. તેમને પાછલી રાતે પૌષધશાળામાં થયેલા ત્રણ મોટા ઉપસર્ગ, પરમાત્માએ પર્ષદા સમક્ષ કહ્યા પછી ત્યાં ઉપસ્થિત ઘણા સાધુઓ અને સાધ્વીઓ સમક્ષ તેમણે ફરમાવ્યું.' * આર્યો ! ગૃહસ્થ એવા આ શ્રમણોપાસક (શ્રાવક) ઘરમાં રહેવા છતાં પણ દેવ, મનુષ્ય કે પશુએ કરેલ ઉપસર્ગો સમ્યફ પ્રકારે સહન કરે છે, તો પછી દ્વાદશાંગીનો અભ્યાસ કરનારા શ્રમણ નિગ્રંથોએ તો દેવ-મનુષ્ય કે તિયચે કરેલા ઉપસર્ગોને સભ્યપ્રકારે સહન કરવા જ જોઈએ. અહીં સૂત્રના આલાપકમાં સાધુઓને જ દ્વાદશાંગીના ધારક કહ્યા ને તેથી શ્રાવકોથી વૈશિસ્ત્ર જણાવ્યું. અર્થાત્ સાધુઓ જ અંગસૂત્રના ધારક હોય. શ્રી પંચમાંગ ભગવતીસૂત્રમાં કહ્યું
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy