SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ કરવા જોઈએ. માટે આચાર્યશ્રીએ કેટલાક શિષ્યોને આગાઢ (પ્રારંભ્યા પછી અધૂરા ન મુકાય તેવા) યોગમાં પ્રવેશ કરાવ્યો. ઘણા ઉલ્લાસપૂર્વક ક્રિયાઓ તેમજ તપ આદિ કરવામાં આવ્યાં. તથા પ્રકારની ભવિતવ્યતાએ આચાર્યશ્રીને તે જ દિવસે શૂલનો રોગ થયો. હૃદયમાં અસહ્ય દુ:ખાવો ઊપડ્યો ને તેઓ કાળ કરી પ્રથમ દેવલોકના નલિની ગુલ્મ નામના વિમાનમાં દેવ થયા. રાત્રે આચાર્યશ્રી ક્યારે દેવ થયા? તે કોઈ જાણી શક્યું નહીં. આચાર્યશ્રીએ અવધિજ્ઞાન પ્રયોજી જોયું તો જાણ્યું કે સાધુઓ તો આગાઢયોગમાં પ્રવિષ્ટ થયેલા છે. હવે તેમને યોગવિધિ પૂરી કોણ કરાવશે? ને વિધિ નહીં થાય તો બિચારા સાધુઓનું શું થશે ? ઇત્યાદિ વિચાર અને દયા આવવાથી તે દેવે તરત પોતાના પૂર્વ શરીરમાં પ્રવેશ કર્યો. ને આચાર્ય તરીકે ઊભા થઈ સાધુઓને ઉઠાડી કહ્યું “સાધુઓ ! ઊઠો, વૈરાત્રિક કાળગ્રહણ લેવાનો સમય થઈ ગયો છે” કાળગ્રહણ અને યોગાનુષ્ઠાનની વિધિ ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશમા અધ્યયનમાં બતાવતાં જણાવ્યું છે કે – पोरसीए चउब्भाए, वंदित्ता तओ गुरुं । पडिक्कमित्ता कालस्स, सेज्जं तु पडिलेहए ॥१॥ અર્થ:- વાઘારિક કાળ ગ્રહણ સમયે-રાતના પ્રથમ પ્રહરના ચોથા ભાગે ગુરુવંદન કરી કાળગ્રહણ લેનાર કાળભૂમિનું પ્રમાર્જન કરે. तम्मेव य नक्खत्ते, गयणचौभागसावसेसंमि । वेरत्तिअं पि कालं, पडिलही मुणि कुज्जा ॥२॥ અર્થ - વાઘારી કાળગ્રહણ સમયે જે નક્ષત્ર ગગનના આઠમા ભાગે જોયું હોય તે જ નક્ષત્ર આકાશમાં ગમન કરતા આકાશના ચોથા ભાગમાં આવે ત્યારે કાળ ભૂમિનું પ્રમાર્જન કરનાર મુનિ વૈરાત્રિક કાળગ્રહણ લે, લેવાની વિધિ કરે. આ પ્રમાણે સૂત્રાનુસારી ક્રિયા આચાર્યના શરીરમાં પ્રવિષ્ટ થયેલા દેવે તે સાધુઓને કરાવી. તેમજ શ્રુતના ઉદ્દેશ-સમુદેશ અને અનુજ્ઞા પણ તે સાધુઓ ચઢતા ભાવે તે આચાર્યદેવ પાસે કરી. સાવધાનીપૂર્વક દિવ્ય પ્રભાવથી તે દેવે કાળભંગાદિ ન થવા દીધા - જેથી દિવસ ભાંગ્યા નહીં ને શીધ્ર જ યોગ પૂર્ણ થયા. પછી આચાર્યનું શરીર મૂકી તે દેવલોક જતાં દેવે સાચી બાબત જણાવતાં કહ્યું “હે પૂજ્યો ! મને ક્ષમા કરજો. મેં અસંયમીએ તમને વંદનાદિ કરાવ્યા. તમે સંયમી અને પૂજ્ય છો - પણ અમુક દિવસે કાળ કરી દેવ થયા પછી મેં વિચાર્યું કે “આગાઢ યોગ શરૂ કરી પૂરા ન થાય તો સાધુઓનું શું થશે? તે દયાભાવથી હું અહીં પાછો આ શરીરમાં આવ્યો ને તમને બધી ક્રિયાવિધિ પૂર્ણ કરાવી.” ઇત્યાદિ કહી ખમાવી દેવા સ્વસ્થાને ગયા. સાધુઓએ આચાર્યશ્રીના શરીરની પરઠવવાની વિધિ પતાવી વિચાર્યું કે - “આ તો ઘણું ખરાબ થયું, એક અવિરતિ દેવને આપણે ઘણા દિવસો સુધી વંદન કર્યા. બીજા પણ સાધુના શરીરમાં ક્યારે કોઈ દેવ ભરાઈ જાય તેની શી ખબર પડે ? આપણે આનો
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy