SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ બોલીને શું કહેવા માંગે છે તે કોઈ સ્પષ્ટ કરી શક્યું નહિ. છેવટે રાજાએ શ્રી કાલિકાચાર્યને તેનું રહસ્ય પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું : “કોણ જીવે છે? તો જેનામાં ગુણો છે તે અને ધર્મ છે તે જ જીવે છે. જેના જીવનમાં ગુણસદ્દગુણ અને ધર્મ નથી તેનું જીવન નિષ્ફળ છે.” જેના જીવવાથી સજ્જન પુરુષો અને મુનિઓ જીવે છે અને જે સદા પરોપકારી છે. તેનો જન્મ સફળ છે અને તે જીવે છે.” જળચર પ્રાણી ! જે પાંચમે અને છઠે દિવસે નિર્દોષ ભોજન કરે છે, જે ધર્મના અર્થી છે અને અપ્રમાદી છે તે જ પુરુષો જીવે છે.” આચાર્ય ભગવંત આમાંથી પ્રથમ શ્લોક બોલ્યા ત્યારે માછલું બે વાર કો જીવતિ કોણ જીવે છે. કોણ જીવે છે એ પદ બોલવા લાગ્યું. બીજો શ્લોક બોલ્યા ત્યારે એક વખત ઉપરનું પદ બોલ્યું અને આચાર્યશ્રી ત્રીજો શ્લોક બોલ્યા ત્યારે માછલું મૌન રહ્યું. આ સ્પષ્ટતા સાંભળીને રાજાએ કહ્યું: “હે ભગવંત ! જળચર પ્રાણી પણ ધર્મક્રિયાની ઇચ્છા કરે છે તે ખરેખર આશ્ચર્ય છે ત્યારે આચાર્યશ્રીએ કહ્યું : હે રાજનું! ધર્મ અને ગુણહીન મનુષ્યનો ભવ સર્વ જીવો કરતાં અતિ નીચ છે. આ અંગે વિદ્વાનો કહે છે કે – “જે માણસોના જીવનમાં વિદ્યા, તપ, દાન, શીલ, ગુણ અને ધર્મ નથી તેવા માણસો આ મૃત્યુલોકની પૃથ્વી પર ભારરૂપ થઈને માણસના રૂપમાં હરણાં થઈને ચરે છે.” આ સાંભળી હરણ બોલી ઊઠ્યુંઃ “હે ભગવંત! નિંદિત માણસને અમારી સાથે શા માટે સરખાવો છો ? અમે તો માણસ કરતાં ઘણાં ગુણવાન છીએ. અમે ગીતને માટે માથું, માણસને અમારું માંસ, બ્રહ્મચારીને અમારું ચામડું, યોગીને અમારાં શીંગડાં આપીએ છીએ અને સ્ત્રીઓ માટે અમારા ચક્ષુ ઉપમા બને છે. આ ઉપરાંત દુર્વાના અંકુર અને ઘાસનું ભક્ષણ કરનારાં અમે હરણાં જંગલમાં રહેતાં હોવાથી વૈભવથી ઉન્મત્ત થયેલા મૂર્ખ માણસોનું મોં પણ જોતા નથી. વળી કહ્યું છે કે હે મૃગ ! આ વનને તું તજી દે અને ઝડપથી અન્યત્ર ચાલ્યું જા, કારણ આ જંગલમાં ગાયોના લોહીથી જેમણે પોતાનાં બાણોને ખરડ્યાં છે તેવા મોટા પારધી-શિકારીઓ આવેલા છે. માટે ઝડપથી તું આ જંગલ છોડી જા. હરણો જંગલમાં રહે છે, ઘાસ ખાય છે, કોઈની માલિકી વિનાનું પાણી પીવે છે. તો પણ માણસો હરણાંને મારી નાંખે છે. એવા મૂર્ખ માણસોને સમજાવવા માટે કોણ સમર્થ છે? માટે હે આચાર્ય ભગવંત ! આવા નિર્ગુણી માણસને અમારી ઉપમા આપવી જરાય યોગ્ય નથી.” હરણની વાત સાંભળીને આચાર્યશ્રીએ પુનઃ કહ્યું: “જે માણસોના જીવનમાં વિદ્યા, તપ,
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy