SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ દેવ-ગુરુ અને શ્રુતાદિકને ઉત્થાપતો આ વૈશેષિક શ્રી જૈનશાસનમાં મળી શકતી સર્વ સંપદાની હાનિ પામ્યો. માટે આ પાંચમા શ્રુતાચારથી સૂત્રના અર્થી આત્માઓએ ભ્રષ્ટ ન થવું. ૨૧૨ ૨૬૪ વ્યંજનાનિહવ-છઠ્ઠો શ્રુતાચાર नाधीतव्यं श्रुतं चोक्त-वर्णैर्न्यूनाधिकादिभिः । व्यञ्जनानिह्नवाह्वोऽयमाचारः षष्ठमः स्तुतः ॥१॥ અર્થ :- ગ્રંથાદિમાં કહેલો વર્ણ-વ્યંજન (અક્ષર) માંથી ઓછા-વધતા અક્ષરો કરી (ગ્રહી) સૂત્ર ભણવું નહીં, આને વ્યંજનાનિહ્નવ (વ્યંજન ન ઓળવવારૂપ) છઠ્ઠો શ્રુતાચાર કહ્યો છે. કહ્યું છે કે ઃ व्यञ्जनभेदतोऽर्थानां क्रियाभेदोपजायते । तेनाभावश्च मुक्तेः स्यात् के के दोषा भवन्ति न ॥१॥ અર્થ :- વ્યંજન-વર્ણભેદે અને અર્થભેદે ક્રિયાભેદ તથા ક્રિયાભેદે મુક્તિનો જ અભાવ થાય છે. આ એક વ્યંજનભેદે કયા કયા દોષો નથી ઊપજતા ? વ્યંજનનો ભેદ એટલે અક્ષરોને અન્યથા કરવા. આમ કરવાથી અનેક દોષો ઊપજે છે. આવશ્યકસૂત્રમાં સૂત્રની આશાતનાના ચૌદ પ્રકાર જણાવ્યા છે. વ્યાવિદ્ધ એટલે આડા અવળા રત્નો ગોઠવી ગૂંથેલી રત્નમાળાની જેમ આડા-અવળા અક્ષરોના ઉચ્ચારથી થયેલી જ્ઞાનની આશાતનાથી જે અતિચાર લાગ્યો તેનું મિથ્યા દુષ્કૃતથી નિવારણ થાય છે. (દરેક જગ્યાએ એમ સમજવું) તે ચૌદ પ્રકાર આ પ્રમાણે છે (૧) એક જ પદને વધારે વાર બોલવું તે આગ્રેડિત. (૨) અક્ષર ઓછો બોલવો તે હીનાક્ષ૨. (૩) અધિક બોલવો તે અધિકાક્ષર. (૪) પદ ઓછું બોલવું તે પદહીન. (૫) વિનય વિના બોલવું તે વિનયહીન. (૬) ઉદાત્ત આદિ ઘોષ વિના બોલવું તે ઘોષહીન. (૭) યોગ કર્યા વિના ભણવું-વાંચવું તે યોગહીન. (૮) ગુરુ મહારાજે બરાબર નહીં દીધેલું તે સુન્નુઅદત્ત. (૯)ગુરુ મહારાજે સમુચિત્ત આપ્યા છતાં તે રીતે નહીં ગ્રહણ કરેલું દુષ્ટપ્રતિચ્છિત. (૧૦) મલિન અંતઃકરણે શ્રુતાધ્યયન કરવું. (૧૧) અકાળે સ્વાધ્યાય કરવો. (૧૨) કાળે સ્વાધ્યાય ન કરવો. (૧૩) અસ્વાધ્યાયવેળામાં સ્વાધ્યાય કરવો અને (૧૪) સ્વાધ્યાયવેળા સ્વાધ્યાય ન કરવો. વ્યંજનનું અન્યથા કરવું' તેના પાંચ પ્રકાર છે. પ્રથમ પ્રાકૃત સૂત્રને સંસ્કૃત ભાષામાં
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy