SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ स्वायत्तमेकान्तगुणं विधात्रा, विनिर्मितं छादनमज्ञतायाः । विशेषतः सर्वविदां समाजे, विभूषणं मौनमपण्डितानाम् ॥१॥ અર્થ ::- આપણા આધીન અને એકાન્તે ગુણકારી અને અજ્ઞતાને છુપાવી શકાય તેવું ઢાંકણું વિધાતાએ બનાવ્યું છે. તેનું નામ છે મૌન. તે પણ વિશેષે કરીને વિદ્વાનોની સભામાં અપંડિતો માટે તો તે મોટા આભૂષણ જેવું લાગે છે. ૩૦૬ રાગ-દ્વેષથી પ્રેરિત તે વચન તાપસોના મહિમાનો નાશ કરનારું અને વસ પાડનારું બન્યું એમ વિચારી સમભાવે મૌન રાખનાર હરિશર્માનું વસ્ત્ર આકાશમાં જ રહ્યું, ને તેનો પ્રભાવ વિસ્તાર પામ્યો. આ તો લૌકિક દૃષ્ટાંત છે, ત્યારે સ્યાદ્વાદ ધર્મના જ્ઞાતા એવા મુનિએ લાભાલાભનો વિચાર કરીને અવશ્ય વચનગુપ્તિ ને ભાષાસમિતિનો ખપ કરવો. ચારિત્રાચારનો આઠમો અતિચાર-કાયાગુપ્તિ कायगुप्तिर्द्विधा प्रोक्ता, चेष्टानिर्वृत्तिलक्षणा । यथागमं द्वितीया च, चेष्टानियमलक्षणा ॥१॥ અર્થ :- કાયગુપ્તિ બે પ્રકારની છે, પ્રથમ તો સર્વથા ચેષ્ટાના અભાવવાળી ને બીજી આગમમાં જણાવ્યા પ્રમાણે ચેષ્ટાના નિયમવાળી. અર્થાત્ - દેવ-મનુષ્ય-તિર્યંચ અને સ્વ-(મનુષ્ય)એ કરેલ આસ્ફાલન પતન આદિ ચારે પ્રકારના ઉપસર્ગનો તેમજ ક્ષુધા-પિપાસા આદિ પરિષહોનો સંભવ હોવા છતાં કાયોત્સર્ગ દ્વારા દેહને નિશ્ચલ રાખવો તે, તથા સર્વયોગનો નિરોધ કરવાની અવસ્થાએ સર્વથા ચેષ્ટાનો નિરોધ ક૨વો તે પ્રથમ કાયગુપ્તિ છે અને શયન આશન, આદિ લેવા-મૂકવા આદિમાં સ્વચ્છંદપણાનો ત્યાગ કરી, શાસ્ત્રોક્ત ક્રિયા કરવાપૂર્વક કાયાની ચેષ્ટાને નિયમમાં રાખવી તે બીજી કાયગુપ્તિ છે. શયન પણ કારણ વિના દિવસે ન થાય, રાત્રે જ થાય, રાતે પણ એક પહોર વીત્યા પછી, ગુરુમહારાજની આજ્ઞા લઈને, ધરતીનું પ્રેક્ષણ-પ્રમાર્જન કરી, સંથારાનાં બે પડ ભેળાં કરી, મસ્તક, શરીર, પગ આદિ ઓધા મુહપત્તિથી પૂંજી પછી આજ્ઞા આપેલા સંથારા પર બેસી સંથારા પોરિસી ભણાવવી. બાવડાને જ ઓશીકાની જગ્યાએ રાખી પગ સંકોચીને સૂવું. અર્થાત્ બન્ને જંધાઓ કૂકડીની જેમ સંકોચવી અને સૂવું. જ્યારે જ્યારે હાથ-પગને સંકોચવા પસારવા હોય ત્યારે પ્રમાર્જના કરવી. ડાંસ-મચ્છર આદિ ઉડાડતાં કે શરીર ખણજતાં પણ મુહપત્તિ આદિથી પ્રમાર્જના કરવી. આ પ્રમાણે પોતાના દેહ પ્રમાણ (સાડા ત્રણ હાથ) ભૂમિમાં અલ્પનિદ્રા કરતાં સૂવું જે સ્થાને બેસવાનું હોય તે સ્થાન પણ નજરે જોઈ, પૂંજીને ત્યાં આસન પાથરવું પછી બેસવું. સ્થંડિલ ભૂમિ અશુદ્ધ-દોષવાળી હોય તો વિશેષે કાયગુપ્તિ આદરવી. તે ઉપર દૃષ્ટાંત કહે છે કે – કોઈ એક સાધુ
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy