SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૩૪ ભાવવંદનની સફળતા बाह्यचारेण संयुक्तः करोति द्रव्यवंदनम् । तन्न प्रमाणमायाति, साफल्यं भाववंदनम् ॥ બહારના આચાર સહિત જે દ્રવ્યવંદન કરે છે તે પ્રમાણ નથી. અર્થાત્ તેનું ફળ નથી પણ ભાવવંદન જ સફળ છે.” શીતલાચાર્યનું દષ્ટાંત એક તાપસ હતો. ઉગ્ર તપસ્વી હતો. એ નગરજનોના નિમંત્રણથી પારણા માટે તે નગરમાં આવતો. નગરમાં તે નીચી નજરે ચાલતો અને ભૂલથી પણ સ્ત્રીને જોતો નહિ. આથી તેના ભક્તો તેની સામે આવતી સ્ત્રીઓને બાજુએ ખસેડતા. સ્ત્રીઓની આવી અવહેલના એક વેશ્યાથી સહન ન થઈ. તેણે ઉગ્ર તપસ્વી તાપસને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. on એક દિવસ તાપસ પારણા માટે નગરમાં આવ્યો ત્યારે વેશ્યા જાણી જોઈને તેની સામે ગઈ. ભક્તોએ તેને અટકાવી, પણ તે અટકી નહિ. ઊલટું પાલખી પાસે પહોંચી જઈને તેણે તેમાં બેઠેલા તાપસના માથામાં આંગળીથી ટકોરા માર્યા. લોકો તો આ જોઈને હેબતાઈ ગયા. તાપસ પણ ધૂંઆપૂંઆ થઈ ગયો. તેનો નિયમભંગ થયો. તેથી તે તુરત જ સ્નાન કરવા માટે ગયો. આ હકીકત સાંભળીને રાજાએ વેશ્યાને બોલાવીને તેમ કરવાનું કારણ પૂછ્યું. વેશ્યાએ કહ્યું કે “એ કારણ હું તાપસને તમારી હાજરીમાં જ કહીશ.” સ્નાન કરીને તાપસ રાજમહેલમાં આવ્યો. વેશ્યા પણ ત્યાં હાજર હતી. સૌ જમતા હતા. તાપસ પણ નીચું મોં રાખીને જમી રહ્યો હતો. એ જોઈને વેશ્યાએ કહ્યું - “આંખ મ મીંચ જમ જમન, નયન નિહાલી જોય; અપ્પઈ અપ્પા જોયઈ, અવર ન બીજો કોય.” “આંખ મીંચીને જમ નહિ, હે તાપસ ! તું આંખ ખુલ્લી રાખીને જો. તારા આત્મા વડે મારા આત્માને જો એટલે તને જણાશે કે હું પણ આત્મા જ છું. બીજું કોઈ નથી. માટે તું આમ દંભ કર નહિ.” વેશ્યાની આ વાણી સાંભળીને તાપસ પ્રતિબોધ પામ્યો. આમ આત્મભાવથી જીવવું જોઈએ. કારણ આત્મા જ મહત્ત્વનો છે. આથી હે ભવ્યજનો! તમે આત્મસાધનામાં તત્પર બનો! આત્મા અંગે ગુરુ ભગવંતની પ્રેરક વાણી સાંભળીને રાજપુત્ર શીતલનો સંસારભાવ
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy