SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૩૯ નથી. કેમ કે અતિચપળતાથી છતાં ક્રમે કરીને જ બધું ગ્રહણ કરી પછી જ તે બોલે છે.’ ઇત્યાદિ યુક્તપૂર્વક નાગમણિયક્ષે સમજાવ્યા. પ્રભુજીનાં વચનો તેણે પ્રત્યક્ષ સાંભળ્યાં હોઈ તે ખોટું સાંભળી ઊકળી ઊઠ્યો. ગંગાચાર્યે તેનું કથન સ્વીકારી ઉત્સૂત્ર પ્રરૂપણાનું મિથ્યાદુષ્કૃત દીધું. પોતાના ગુરુશ્રી પાસે આવી પાપની આલોચના કરી પ્રતિક્રમણ કર્યું. આ બાબત મહાભાષ્યકાર જણાવે છે કે अट्ठावीसा दोवाससया, तइया सिद्धिं गयस्स वीरस्स । दो किरियाणं दिट्टि, अल्लूगतिरे समुप्पन्ना ॥ १ ॥ - અર્થ :- ભગવાન મહાવીરના નિર્વાણ પછી બસોને અઠ્ઠાવીસ વર્ષે ઉલૂક નદીને કાંઠે (એક સમયે) બે ક્રિયાની દૃષ્ટિ (ગંગાચાર્યને) ઉત્પન્ન થઈ. પરમાત્માના વચનથી વિપરીત કહેતા ગંગાચાર્ય, મણિનાગયક્ષથી પાછા મૂળ માર્ગે આવ્યા. અને ગુરુમહારાજ પાસે જઈ અપરાધની આલોચના-દોષનું પ્રતિક્રમણ અને પાપની ગર્હા કરી. આમ મણિનાગ યક્ષે જેમની શંકા દૂર કરી છે તેવા ગંગાચાર્ય દર્શનનું નિĀવપણું છોડી ગંગાજળ જેમ નિર્મળ થયા. ૨૦૦ દર્શનાચારનો બીજો આચાર-નિઃકાંક્ષા निःकाङ्क्षित्वमनेकेषु, दर्शनेष्वन्यवादिषु । द्वितीयोऽयं दर्शनाचारः, अङ्गीकार्यः शुभात्मभिः ॥१॥ અર્થ ઃ- અન્ય (જૈનેતર) વાદીઓનાં અન્ય અન્ય (અનેક) દર્શનો (મતો)માં આકાંક્ષા રહિત થવું - તે તે મતોની ઇચ્છારૂપ કાંક્ષા ન કરવી એ દર્શનાચારનો બીજો આચાર છે. શુભાત્માઓએ તેનો સ્વીકાર કરવો. हित्वा स्याद्वादपक्षं यः, काङ्क्षतिपर शासनम् । काङ्क्षदोषान्वितः स स्याद्, अन्यान्यदर्शनोत्सुकः ॥ અર્થ :- જે સ્યાદ્વાદ (અનેકાંત) મત મૂકી અન્ય અન્ય મતમાં ઉત્સુકતાવાળો થાય અને પરમતની આકાંક્ષા રાખે તે કાંક્ષાદોષી કહેવાય. આ બાબત દૃષ્ટાંતથી સમજાવાય છે. ક્ષુલ્લકમુનિનું દૃષ્ટાંત વસંતપુરમાં વસતા દેવપ્રિય નામના વણિક યુવાવસ્થામાં વિધુર થતાં વૈરાગ્ય પામ્યા અને
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy