SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ આવ્યો. અનેક શેઠિયાની વચ્ચે તેજવી બાહડ મંત્રીને જોઈ ભીમો ઝંખવાણો પડ્યો. મોટા દરવાજે ઊભેલા દરવાને પણ તેને આગળ જવા ઈશારો કર્યો. તેણે વિચાર્યું - अहो ! मर्त्यतया तौल्य-मस्य मेऽपि गुणै पुनः । द्वयोरप्यन्तरं रत्नो-पलयोरिव हा कियत् ॥१॥ અર્થ:- અહો આશ્ચર્યની વાત છે કે મનુષ્યપણાથી તો હું અને આ મંત્રી સરખા જ છીએ. પણ ગુણની દૃષ્ટિથી તો અમારા બન્નેમાં રત્ન અને પાષાણ જેટલું અંતર છે. ભીમાશેઠને દ્વારપાળ જતા રહેવા જણાવતો હતો, ત્યાં મંત્રીની દૃષ્ટિ ભીમા પર પડી. તેઓ તેની પાસે આવ્યા. ખભે હાથ મૂકી પૂછ્યું “ભાઈ ! કોણ છો ? પૂજા કરી આવ્યા? ભીમાએ કહ્યું “હું એક ગરીબ શ્રાવક છું. ઘણા વખતે આજે પુષ્પો ખરીદી ભાવથી પૂજા કરી.” આ સાંભળી મંત્રીએ કહ્યું – धन्यस्त्वं निर्धनोप्येवं, यज्जिनेन्द्रमपूजयः । धर्मबन्धुरसि त्वं मे, ततः साधर्मिकत्वतः ॥१॥ અર્થ - નિધન છતાં તમે દ્રવ્ય વ્યય કરી શ્રી જિનેશ્વરદેવની પૂજા કરી માટે તમે ધન્ય છો - કૃતપુણ્ય છો, સાધર્મિક હોઈ તમે મારા ધર્મબંધુ છો. પછી પોતે ભીમાશાને પોતાની ગાદી પાસે લઈ આવ્યા. ભીમો ખચકાતો ખચકાતો ચાલ્યો ને મંત્રીએ તેને ખેંચીને પોતાની પાસે બેસાડ્યો અને બધા વચ્ચે ભીમાની પ્રશંસા કરી પોતાની પાસે બેસાડ્યો. ભીમાએ વિચાર્યું “અહો પ્રભુનો ધર્મ કેટલો મહાન છે. પૂજાનો મહિમા પણ અપાર છે. તેથી મારા જેવા સામાન્ય માણસને પણ કેટલું માન-સન્માન મળે છે.” તે વખતે શેઠિયાઓ મંત્રી સાથે મીઠી રકઝક કરતા કહી રહ્યા હતા કે : प्रभविष्णुस्त्वमेकोऽपि, तीर्थोद्धारेऽसि. धीसख । बन्धुनिव तथाप्यस्मान्, पुण्येऽस्मिन् योक्तुमर्हसि ॥१॥ અર્થ હે મંત્રીશ્વર ! જો કે તમે એકલા જ આ તીર્થનો ઉદ્ધાર કરવામાં સમર્થ છો, છતાં અમારી વિનંતી છે કે આ પુણ્યકાર્યમાં બંધની જેમ તમે અમને પણ સાથે રાખો. અર્થાત્ અમને પણ આ જીર્ણોદ્ધારના કાર્યમાં લાભ આપો, पित्रादयोपि वञ्च्यन्ते, कदापि क्वापि धार्मिकैः । न तु साधर्मिका धर्म-स्नेहपाश-नियन्त्रणात् ॥२॥ અર્થ - કોઈકવાર ધર્મી પુરુષો માતા-પિતા આદિને છેતરી લે છે પણ ધર્મકાર્યમાં સ્નેહપાસથી બંધાયેલા હોવાને લીધે તેઓ સાધર્મિકબંધુને છેતરી શકતા નથી. માટે અમારું ધન પણ આ ગિરિરાજના ઉદ્ધારમાં અવશ્ય લાગવું જોઈએ.' આમ બોલતા તે શ્રાવકો પોતાની રકમ નોંધાવવા
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy