SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦S ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ તું એમ કહે છે કે શસ્ત્રાદિકની જેમ વસ્ત્રાદિક પણ દુર્ગતિનું કારણ હોવાથી તે ગ્રહણ કરવા યોગ્ય નથી. પરંતુ આમ કહેવું યોગ્ય નથી. કારણ કે તારી આ દલીલ પ્રમાણે તો દેહાદિકમાં પણ રૌદ્રધ્યાન થશે. કારણ શરીરનું પણ જળ, અગ્નિ, ચોર, ડાંસ, પશુ, શિકારી વગેરેથી રક્ષણ કરવાની જરૂર પડે છે. તેથી દેહાદિકનો સંરક્ષણાનુબંધી તુલ્યતા છે, આથી તે દેહાદિકનો પણ ત્યાગ કરવો પડશે. આ સંદર્ભમાં કદાચ તું એમ કહેશે કે દેહાદિક મોક્ષનું સાધન હોવાથી જયણા વડે તેનું રક્ષણ કરવું તેમાં દોષ નથી. પરંતુ તે પ્રશસ્ત સંરક્ષણ છે. તો અહીં પણ આગમમાં કહેલા યતનાના પ્રકારથી વસ્ત્રાદિકનું સંરક્ષણ કરવું તે કેમ પ્રશસ્ત નથી? માટે વસ્ત્રાદિકનો શા માટે ત્યાગ કરવો? વળી “મુછી પરિષદો વૃત્તો રૂ મહેસા' એમ ભગવંતે કહ્યું છે. “મૂર્છા-આસક્તિ જ પરિગ્રહ છે' શ્રી શય્યભવસૂરિનાં આ વચનથી વસ્ત્ર, વિત્ત, દેહ વગેરેમાં મૂચ્છ ઉત્પન્ન થાય તે પરિગ્રહ છે. પ્રશ્નઃ ‘મુનિ જો વસ્ત્ર ગ્રહણ કરે તો પછી સાધુને અચેલ પરિષહ સહન કરવાનું કેમ કહ્યું છે? એ તો વસ્ત્ર ન હોય તો જ તેમ કહેવાય.” ઉત્તર“આમ કહેવું યોગ્ય નથી. કારણ જીર્ણ વસ્ત્રથી પણ વસ્ત્રરહિતપણું લોકમાં પ્રસિદ્ધ છે. જેમ કે કોઈ સ્ત્રી જીર્ણ અને ફાટેલું વસ્ત્ર પહેરીને કોઈ વણકરને કહે કે હે વણકર ! ઉતાવળથી મારી સાડીને વણી આપ. કારણ હું નગ્ન છું. અહીં વસ્ત્ર સહિત છતાં પણ સ્ત્રીને વિષે નગ્નપણાનો શબ્દ પ્રવર્તે છે. શાસ્ત્રમાં પણ “નસ કીરડું નમાવો' એવું વાક્ય છે. તે ઔપચારિક નગ્નભાવ માટે જ છે. આથી વસ્ત્ર રાખવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી. તે જ પ્રમાણે મુખવસ્ત્રિકા (મુહપત્તિ) રજોહરણ વગેરે ઉપકરણો પણ સંયમમાં ઉપકારી હોવાથી ગ્રહણ કરવા યોગ્ય છે. કહ્યું છે કે :- “કોઈપણ સ્થાનને વિષે બેસવું, શયન કરવું, કોઈ વસ્તુ લેવી-મૂકવી વગેરે કાર્યમાં જંતુના પ્રમાર્જનને માટે રજોહરણની જરૂર પડે છે. ઊડીને પડતાં જંતુઓના રક્ષણ માટે મુહપત્તિની જરૂર રહે છે અને ભક્તપાનને વિષે રહેલા જંતુની જયણા માટે પાત્રની જરૂર રહે છે.” આ ઉપરાંત પાત્ર વિના સજીવ ગોરસાદિક અજાણપણાથી હાથમાં લઈ લીધું. પછી તેનું શું કરવું? તેમાં રહેલા જીવની હિંસા જ થાય. તથા હાથમાં લીધેલા પ્રવાહી પદાર્થો હાથમાંથી ગળે તેથી કુંથવા, કીડી વગેરે અનેક જીવોની હિંસા થાય તથા ગૃહસ્થો મુનિએ વાપરેલાં પાત્રો ધોવે, લૂછે તેથી પશ્ચાતકર્માદિ દોષ લાગે. તેથી બાળ અને ગ્લાનાદિ સાધોની વૈયાવચ્ચને માટે તેમજ પારિષ્ટાપનિકા સમિતિ જાળવવાને માટે સાધુને પાત્રનું ગ્રહણ કરવું યોગ્ય છે. વળી જઘન્યથી નવપૂર્વમાં કાંઈક ઓછું ભણેલા ઉત્તમ પૈર્ય અને સહનન વાળા પણ તવેન સુરેખ સત્તા' – (તપસૂત્ર અને સત્ત્વ વડે) ઇત્યાદિ ભાવનાએ કરીને પ્રથમ તુલના કર્યા પછી જ જિનકલ્પ અંગીકાર કરી શકે છે. બાકી શેરીના સિંહની જેમ તારા જેવાના માટે તો તીર્થકરોએ જિનકલ્પની આજ્ઞા આપી જ નથી. તેમજ તું તીર્થંકરની તુલના કરે છે પણ તે ય યોગ્ય નથી. કારણ જિનેશ્વરો તો પાણિ પ્રતિગ્રહાદિ અનંત અતિશયોવાળા હોય છે માટે તારું માનવું સર્વથા ત્યાજ્ય છે.”
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy