________________
૨૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ “સુપાત્રની ભક્તિ કરનારા શ્રાવકોને કંજૂસાઈરૂપ દોષનું નિવારણ કરવા માટે, તીર્થના હિતેચ્છુ સાધુઓએ દાનધર્મની દેશના આપવી.”
દાનધર્મની દેશના આ પ્રમાણે છે :
યોગ્ય સમયે સુપાત્રને થોડું પણ દાન આપ્યું હોય તો તે મોટું ફળ આપનાર બને છે. ચંદનબાળાએ ભગવાન મહાવીરસ્વામીને અડદના થોડાક જ બાકુળા વહોરાવ્યા હતા. તો પણ તેનાથી ચંદનબાળાનાં પાપોનો નાશ થયો હતો.
ભગવાન મહાવીરનો અભિગ્રહ લગભગ (પાંચ મહિના પચ્ચીશ દિન) છ મહિને પૂરો થયો. ચંદનબાળાએ ભગવાનને બાકુના વહોરાવ્યા. તે સમયે દેવતાઓએ સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ કરી. આથી ધનાવહનું ઘર દેવતાઈ સુવર્ણથી ભરાઈ ગયું. આ જોઈને પાડોશમાં રહેતી એક ડોશીએ વિચાર્યું: “માત્ર અડદના થોડાક દાણા એક કૃશકાય તપસ્વીને આપ્યા તો તેને આટલી બધી સમૃદ્ધિ મળી, તો હું કોઈ તગડા અને બલિષ્ઠ તપસ્વી સાધુને ઘી-સાકરવાળો આહાર વહોરાવું તો ન જાણે મને કેટલી બધી ઋદ્ધિ મળે ?'
અને એક દિવસ ડોશીએ ખીર રાંધી. પછી કોઈ એક તગડા-જાડા સાધુને હોરવા માટે બોલાવી લાવી. ખીર વહોરાવીને તેણે તરત જ ઊંચે આકાશમાં જોયું. આથી સાધુએ પૂછ્યું :“મા ! આકાશમાં ઊંચે શું જુવો છો?”
ડોશીએ સાચેસાચું જણાવ્યું. સાંભળીને સાધુએ કહ્યું : “મા ! કોઈ ઉત્કૃષ્ટ અને ઉગ્ર તપસ્વી હોય અને સામે તેને વહોરાવનારના ઉચ્ચ ઉમદા અને નિઃસ્વાર્થ ભાવ હોય તો જ તેવા મંગળ પ્રસંગે દેવતાઓ સુવર્ણવૃષ્ટિ કરે છે. મારું તપ, તમારા સ્વાર્થી ભાવ અને આધાર્મિક આહારના દાનથી તો તમારા ઘરમાં પથ્થરની વૃષ્ટિ થશે.” આમ કહીને સાધુએ એ ડોશીને પ્રતિબોધ પમાડી.
નામને યોગ્ય હોય તે જ શ્રેષ્ઠ પાત્ર છે. પાત્રની પરીક્ષા અંગે યુધિષ્ઠિર અને ભીમ વચ્ચે થયેલો સંવાદ રોચક અને પ્રેરક છે. એક દિવસ ભીમસેને ધર્મરાજા યુધિષ્ઠિરને પૂછ્યું.
હે રાજનું! એક મૂર્ખ છે પણ તપસ્વી છે. બીજો વિદ્વાન છે પણ ભ્રષ્ટ છે. તે બન્ને બારણે ઊભા છે, તો તેમાંથી કોને દાન આપવું?”
યુધિષ્ઠિરે કહ્યું છે ભીમ ! તપનું સેવન તો સુખેથી થઈ શકે છે પણ વિદ્યા તો મહાકષ્ટથી ભણાય છે. માટે હું વિદ્યાનો સત્કાર કરીશ. માત્ર તપનું શું પ્રયોજન છે?” ભીમસેને કહ્યું: “હે રાજા યુધિષ્ઠિર ! જેમ કૂતરાના ચામડાની મસકમાં ભરેલું ગંગાજળ અને મદિરાના ઘડામાં ભરેલું દૂધ કામ આવતું નથી, તેમ કુપાત્રમાં રહેલી વિદ્યા શું કામની?
આ સાંભળીને સભામાં બેઠેલા કૃષ્ણ બોલ્યા: “માત્ર વિદ્યાથી પાત્ર કહેવાય નહિ તેમજ માત્ર તપથી પણ પાત્ર કહેવાય નહિ. જેની પાસે વિદ્યા અને સદાચાર બને છે તેને જ સુપાત્ર