________________
man
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ સોનેરી પ્રકાશ રેલાતો હતો. ત્યાં સુશીલા પોતાની સહેલીની જેમ લટક મટક કરતી આવી. સુભદ્ર પોતે જ દીવો બૂઝવી નાંખ્યો ને પલંગ પાસે આવતાં સુભદ્રે તેને ખેંચી ઉત્કંગમાં લીધી અને સુભદ્ર પ્રેમગોષ્ટિ કરવાપૂર્વક તેની સાથે ક્રીડા કરી, પ્રાત:કાળ થતાં પૂર્વે તે પલંગ પરથી ઊઠીને ઘરે જવાનું કહી ચાલતી થઈ. તેના ગયા પછી સુભદ્રને વિચાર આવ્યો.
सयलसुरासुरपणमियचलागेहिं जिणेहिं जंहियं भणियं । तं परभव संबलयं, अहह ! मए हारियं सीलं ।
અર્થ:- સકલ સુર-અસુરની જેમના ચરણ કમલ પ્રણમિત છે, એવા જિનેશ્વરદેવોએ જે પરમહિત માટે કહ્યું છે, તે પરલોકના ભાતા (પાથેય) સમાન શીલને હું આજે હારી ગયો છું.
मनस्यन्यत्-वचस्यन्यत्, क्रियायामन्यदेव च । यस्यास्तामपि लोलाक्षी साध्वीं वेत्ति ममत्त्ववान् ॥१॥
અર્થ:- જેના મનમાં કાંઈ ઓર હોય, વચન વળી જુદું જ કાંઈ હોય, ત્યારે વ્યવહારમાંઆચરણમાં તો કંઈ ત્રીજું જ હોય, એવી ચંચળ નેત્રવાળી સ્ત્રીને મમતાવાળો માણસ ઉત્તમ માને છે.
चर्माच्छादितमांसास्थि-विण्मूत्रपिठरीष्वपि । वनितासु प्रियत्वं यत्, तन् ममत्व विजृमितम् ॥२॥
અર્થ:- જેના શરીરનાં માંસ-હાડકાં ચામડીથી મઢેલાં છે, જે વિષ્ટા અને પિશાબની હાંડી જેવી છે, આવી સ્ત્રીઓમાં જે પ્રિયત્ન છે તે માત્ર મમત્વનો જ વિસ્તાર છે.
गणयन्ति जनुः समर्थवत्, सुरतोल्लाससुखेन भोगिनः । मदनाहि विषोग्रमूर्छनामयतुल्यं तु तदेव योगिनः ॥३॥
અર્થ:- ભોગી જીવો ભોગ-વિલાસથી ઉલ્લસિત સુખથી પોતાના જન્મને સફળ ગણતા હોય છે, ત્યારે તે જ સુખ યોગી પુરુષો વિષયરૂપ વિષથી ઊપજેલી ઉગ્ર મૂછરૂપ મહાવ્યાધિ સમાન
માને છે.
દરેક પદાર્થોમાં પ્રિય કે અપ્રિયપણું એ સ્વયંના મનની કલ્પના માત્ર છે. ખરેખર તો કોઈ જ વસ્તુ ઇષ્ટ કે અનિષ્ટ હોતી જ નથી. કારણ કે બધા જ વિકલ્પનો નાશ થવાથી મતિનો ભેદ પણ નાશ પામે છે. કહ્યું છે કે –
समतापरिपाके स्यात् विषयग्रहशून्यता । यया विशदयोगानां, वासीचन्दनतुभ्यता ॥१॥