________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૩૦૩
ભાંગા થાય છે. તેમાં છેલ્લો દશ પદનો થયેલો ભાંગો મુખ્યતાએ શુદ્ધ છે. તેવી જગ્યાએ મૂત્રાદિ પરઠવવા.
આ પ્રમાણે પારિષ્ઠાપન સમિતિ શ્રી જ્ઞાતાજી સૂત્રમાં વર્ણત ધર્મરૂચિ અણગારની જેમ પાળવી.
શ્રી ધર્મરુચિનું ઉદાહરણ ધર્મઘોષસૂરિના શિષ્ય ધર્મરુચિમુનિ એક દિવસ ગોચરી ગયા હતા. ત્યાં નાગશ્રી નામની બ્રાહ્મણીએ તેમને કડવી તુંબડીનું શાક વહોરાવ્યું. ગુરુમહારાજે તે શાક ખાવાને અયોગ્ય અને વિઘાતક જણાવી ધર્મરુચિને શુદ્ધ જગ્યામાં પરઠવવા કહ્યું. ધર્મરુચિ ઉપર જણાવ્યા પ્રમાણે શુદ્ધ અંડિલે જઈ વિચાર્યું આવા સારા દેખાતા શાકમાં શું અશુભ હશે કે ગુરુમહારાજે પાઠવવા આજ્ઞા કરી. એમ વિચારી તેની પરખ કરવા તેમાંથી એક ટીપું પૃથ્વી પર નાંખ્યું. તેની ગંધથી ખેંચાઈને ત્યાં કીડીઓ આવી. ને તે ચાખતાં જ મૃત્યુ પામી. દયાળુ સાધુએ વિચાર્યું આ શુદ્ધ ચંડિલ ભૂમિમાં દૂરથી કીડીઓ આવી નાશ પામે છે, આ વિચારતાં જણાય છે કે ગુરુમહારાજની આજ્ઞા મુજબની શુદ્ધ ભૂમિ ક્યાં હશે? પણ.. હા ! મારા શરીર-મારા કોઠા જેવી શુદ્ધ જગ્યા છે જ, પછી બીજે
ક્યાં જવાનું? એમ વિચારી તે સાધુ મહારાજે તે કડવી તુંબડીનું શાક પોતે જ વાપરી (ખાઈ) લીધું. તરત અનશન-શરણાદિ લઈ આત્મધ્યાનમાં લીન થયા. થોડી જ વારમાં કાળ કરી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવ થયા. આ સમિતિના સંબંધમાં બીજું પણ ઘણું વિવેચને સમજવા જેવું છે તે જ્ઞાતા ધર્મકથા આદિ શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે. આ સમિતિ ઉપર ઢંઢણઋષિ અને સિંહકેસરિયાવાળા મુનિ આદિનું દષ્ટાંત પ્રસિદ્ધ જ છે. જેમાં મોદક ને પરઠવવાની વાત છે. પુષ્પમાલા પ્રકરણમાં ધર્મરુચિનું ઉદાહરણ આ પ્રમાણે છે -
કોઈ સંઘાડામાં ધર્મરુચિ નામના એક સાધુ હતા. બીજા બીજા અનેક ધર્મકાર્યમાં વ્યગ્ર રહેવાથી સાંજે ચંડિલભૂમિ શોધવી-પ્રતિલેખણ ભૂલી ગયા. રાત્રે લઘુશંકા (પેશાબ)ની હાજત વધતાં પીડા થવા લાગી ને પીડા અસહ્ય થઈ ગઈ. જાણે હમણાં પ્રાણ જશે. પણ મુનિ પ્રતિલેખેલ વગરની ભૂમિમાં માતરું કરવા-પરઠવવા ન ગયા. સમીપના કોઈ દેવતાએ દેવમાયાથી પ્રકાશ બતાવ્યો, તેના પ્રકાશમાં સ્થડિલ ભૂમિની શુદ્ધિ-નિર્જીવપણું આદિ જાણી લઘુશંકાનું નિવારણ કર્યું. પાછું ઓચિંતુ અંધારું થતાં તેમને શંકા થઈ કે “કોઈ દેવે પ્રકાશ કર્યો હશે.” એમ વિચારી મિથ્યા દુષ્કત દીધું. ઈત્યાદિ અનેક ઉદાહરણો ભિન્ન-ભિન્ન ગ્રંથોથી જાણવાં.
અહીં જે દશ વિશેષણોથી શુદ્ધ ચંડિલનું સ્વરૂપ જણાવ્યું તેવી ચૅડિલભૂમિ શોધી ધર્મચિની જેમ મુમુક્ષુ મુનિઓએ આ પાંચમી સમિતિનું પરિપાલન કરવું. આમાં જરાય પ્રમાદી બનવું સારું નથી.