________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૩૧૦
મહિમા ઘણો વિસ્તર્યો ને લોકો ભક્ત થયા. તેથી મુનિ ગિરિકંબલ નામના પર્વત પર ચાલ્યા ગયા ને વિવિધ તપસ્યા-પ્રતિમા-ધ્યાન આચરવા લાગ્યા.
માલવાની પાટનગરી ધારામાં સિંધુલ નામનો રાજા રાજ્ય કરતો હતો. અહીં ક્ષેમર્ષી મુનિએ વિભિન્ન તપના પારણામાં વિવિધ અભિગ્રહો કરવા માંડ્યા. જેમ જે કકારના નામની સાત વાનગી જેવી કે ક્રૂર, કંસાર, કરંબો, કોદરા, કેર, કાંગ, કાકડીનું શાક-આદિ મળે તો પા૨ણું કરવું, નહીં તો તપની વૃદ્ધિ. એવી જ રીતે કોઈવાર ‘ખ’થી શરૂ થતા નામવાળી પાંચ વસ્તુઓ જેમ કે-ખારેક, ખુડહડી, ખજૂર, ખાજા અને ખાંડ આદિ. કોઈ વખત ‘ગ’ થી શરૂ થતા નામવાળી સાત વસ્તુઓ જેમ કે - ગેહૂં (ઘઉં), ગોળ, ગુંદા, ગોરસ આદિ.
આમ બીજા બીજા વર્ણવાળી વસ્તુના તેઓ અભિગ્રહ ધારતા ને તપ પ્રભાવથી તે પૂરા પણ થતા. આથી મુનિએ વિચાર્યું ‘આ અભિગ્રહો જરાય દુષ્કર નથી. હવે મારે દુષ્કર અભિગ્રહો ધારવા જોઈએ.' એમ વિચારી તેમણે ઉગ્ર અભિગ્રહ લેવા માંડ્યા. એક વાર ધારણા કરી કે કોઈ મિથ્યાત્વી રાજા રાજ્યથી ભ્રષ્ટ થયેલો હોય, મધ્યાહ્ન સમયે તે કોઈ કંદોઈની દુકાને પલાંઠીવાળી બેઠો હોય, રાજાના પાયદળમાં સૈનિક થયો હોય, પોતાના કાળા વાળને વિખેરતો ભાલાની તીક્ષ્ણ એવા અગ્રભાગથી એકવીશ માલપુઆ લઈ મને વહોરાવશે (આપશે) તો પારણું કરીશ.’
આ અભિગ્રહમાં ત્રણ માસને આઠ દિવસ વ્યતીત થઈ ગયા. એકવાર મધ્યાહ્ન સમયે કૃષ્ણ નામનો એક સૈનિક એવી જ રીતે કંદોઈની દુકાને બેઠો હતો. તેણે મુનિને બોલાવી કહ્યું ‘લો તમને ભોજન આપું' એમ કહી તેણે માલપુઆની થપ્પીમાં ભાલો ઘાલ્યો ને તેમાં ભરાયેલા માલપુવા આપવા લાગ્યો. મુનિએ કહ્યું ‘તમે ગણો કેટલા છે ?’ તેણે કહ્યું, ‘ગણવાથી શું પ્રયોજન ? જે છે તે તમારા ભાગ્યના.' મુનિ બોલ્યા ‘એમ નહીં એકવીસ હોવા જોઈએ.' તેણે ગણ્યા તો પૂરા એકવીસ હતા. વિસ્મય પામેલા તેણે કહ્યું ‘અહો, તમો તો મહાન જ્ઞાની જણાવ છો. મારું આયુષ્ય કેટલું છે તે કહો ? મારા પિત્રાઈઓએ મને મારા મોટા રાજ્યથી ભ્રષ્ટ કર્યો છે. તેમને જીતવા માટે હું હાલમાં અહીંના રાજા સિંધુલની સેવામાં રહ્યો છું. મારે મારું રાજ્ય જોઈએ.’
મુનિએ કહ્યું : ‘રાજ્યથી શું સરવાનું છે ? તું માત્ર છ જ મહિના જીવવાનો છું.' આ સાંભળી કૃષ્ણને વૈરાગ્ય થયો. તેણે દીક્ષા લીધી અને છ મહિનામાં ઉત્કૃષ્ટ તપ કરી સ્વર્ગે ગયા. ક્ષેમÚએ પાછો વિચિત્ર અભિગ્રહ લીધો
खंभ उम्मूलिय गयवर धाइ, मुनिवर देखी पसन्नो थाइ ।
मोदक पंचक सूंडीहिं देइ, नो खिम रीषी पारणं करइ ॥१॥ અર્થ :[:- આલાન સ્તંભ તોડી દોડતો હાથી મુનિને જોઈ આનંદિત થાય ને પોતાની સૂંઢથી પાંચ લાડવા ઉપાડીને આપે તો ક્ષેમર્પી પારણું કરે.