________________
૩૦૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ત્યારે થતા શબ્દાદિમાં ઉપયોગ રાખે છે, માટે તેનો મનોગુપ્તિમાં સમાવેશ થાય છે. બાકીની ત્રણે સમિતિઓ કાયાની ચેષ્ટાથી સંબંધિત છે, તેથી તેનું કાયગુપ્તિમાં ઐક્યપણું છે, અથવા એક મનોગુપ્તિ જ પાંચે સમિતિઓમાં અવિરુદ્ધ છે. આ આઠે પ્રવચનની માતા કહેવાય છે. આજ સમગ્ર દ્વાદશાંગીને ઉત્પન્ન કરનાર છે. કારણ કે આ આઠેમાં સમસ્ત પ્રવચનનો અંતર્ભાવ પામે છે. તે આ પ્રમાણે પ્રથમ સમિતિમાં પહેલા મહાવ્રતનો સમાવેશ થાય છે. ત્યારે તે પ્રથમ વ્રતની વાડ જેવાં બાકીનાં બધાં વ્રતો હોવાથી તેનો પણ તેમાં જ અંતર્ભાવ થાય છે. ભાષાસમિતિ સાવઘવાણીના નિષેધ અને નિરવદ્ય વાણીના વ્યાપારરૂપ છે. તેથી તે સમિતિમાં વચનના બધા જ પર્યાય આવી ગયા. કારણ કે વચનપર્યાયથી દ્વાદશાંગ અભિન્ન છે. આવી જ રીતે એષણા સમિતિ આદિમાં પણ પોતાની બુદ્ધિથી યોજના કરવી. અથવા તો આ આઠે પ્રકાર ચારિત્રરૂપ જ છે. કહ્યું છે કે -
अथवा पञ्चसमिति-गुप्तित्रय पवित्रितम् । चारित्रं सम्यक् चारित्रमित्याहुर्मुनिपुङ्गवाः ॥
અર્થ :- અથવા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવું ચારિત્ર તે જ સમ્યફચારિત્ર છે, એમ મુનિશ્રેષ્ઠો કહે છે.
જ્ઞાન-દર્શન વિના ચારિત્ર હોઈ શકે નહીં અને અર્થથી તે દ્વાદશાંગી પણ જ્ઞાન-દર્શનચારિત્રથી ભિન્ન નથી. એટલે આ આઠે પ્રકારમાં સર્વ પ્રવચનનો સમાવેશ થાય છે.” માટે ચારિત્રધારી મુનિઓએ પ્રમાદ છોડી આ આઠે પ્રવચન માતાની ઉપાસના કરવી. કારણ કે આ આઠે પ્રવચન માતામાં સર્વ પ્રવચનનું-સમસ્ત જિનશાસનનું રહસ્ય સમાયેલું છે.
૨૮૩
પાચાર अनादिसिद्धदुष्कर्म-द्वेषिसङ्घातघातकम् । इदमाद्रियते वीरैः खड्गधारोपमं तपः ॥१॥
અર્થ - અનાદિ સિદ્ધ એવા દુષ્કર્મરૂપી વૈરીના સમૂહનો નાશ કરનાર, ખગધારા સમાન આ તપને વીર પુરુષો આદરે છે.
तत्तपः सेव्यतां दक्षाः, दुष्कर्मक्षालनोदकम् । यत् सेवनादभूद्देवसेव्यः क्षेमर्षि संयमी ॥२॥