Book Title: Updesh Prasad Part 04
Author(s): Vishalsensuri
Publisher: Virat Prakashan Mandir

View full book text
Previous | Next

Page 327
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ (૯) ‘પણ્ડિતમળપ્’ સર્વવિરતિ પામેલ શ્રમણનું મૃત્યુ તે પંડિતમરણ. (૧૦) ‘મિશ્રમરળમ્' બાલ-પંડિત એવા દેશવિરતિ શ્રાવકનું મરણ તે મિશ્રમરણ. (૧૧) ‘છદ્મસ્થમરળમ્’ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ આ ચાર જ્ઞાનવાન મુનિનું મરણ તે છદ્મસ્થમરણ. ૩૧૭ (૧૨) ‘વત્તિમરણમ્’ જેમણે ભવના વિસ્તારનો સર્વથા અપુનર્ભવપણે નાશ કર્યો હોય એવા કેવળજ્ઞાનીનું મરણ તે કેવળીમરણ કહેવાય. (૧૩) ‘વૈહાયસમરળમ્’ વિહયસ એટલે પક્ષીની જેમ આકાશમાં-પૃથ્વીથી અધ્ધર થયેલું મરણ વૈહાયસમરણ કહેવાય. ઝાડની ડાળે ફાંસો ખાનાર, ઊંચેથી નીચે પડતું મૂકનાર આવી કોઈ રીતે પ્રાણાંત કરનારનું મૃત્યુ તે વૈહાયસમરણ. (૧૪) ‘તૃપ્રસૃષ્ટમĪમ્' ગૃધ્ર એટલે ગીધ, ઉપલક્ષણથી સમળી, શિયાળ આદિએ જેમાં સ્પર્શ કર્યો છે. એવું મરણ પામનાર હાથી વગેરે ઢોરના શરીરે ગીધ આદિ ચોંટ્યા હોય કે શરીરમાં પણ પેઠા હોય એવાનું મરણ તે ગૃઘ્ધસૃષ્ટ મરણ કહેવાય. (૧૫) ‘મતરિશામળમ્' ભક્ત એટલે ભોજન ઉપલક્ષણથી પાણી આદિ અર્થાત્ “આ ભોજનપાણી આદિ મેં ઘણીવાર અનંતીવાર ખાધાં પીધાં, આ બધાં તો પાપનાં નિમિત્ત છે, તેનો ત્યાગ કરવો જોઈએ.’’ એમ ‘જ્ઞ’ પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વારા ભોજનાદિનો ત્યાગ કરીને મરણ પામે તે ભક્તપરિજ્ઞામરણ. (૧૬) ‘જ્ઞિનીમરણમ્’ નિયમિત કરેલા પ્રદેશમાં જ ચેષ્ટા કરતા મરવું તે ઇંગિની મરણ કહેવાય. આવું મરણ ચારે આહારનું પચ્ચક્ખાણ કરીને નિયમિત પ્રદેશમાં સ્વયં ઉર્તનાદિ કરતા મુનિઓને હોય છે. (૧૭) ‘પાપોપનમમરળમ્' પાદપ એટલે વૃક્ષ. ઉપ એટલે સરખું અને ગમ એટલે પામવું. અર્થાત્ જેમ પડેલું વૃક્ષ સમ-વિષમ સ્થાનાદિના વિચાર વિના જેમનું તેમ પડ્યું રહે, માત્ર બીજાના કંપાવ્યાથી કંપે તેમ આવા પ્રકારના અનશનને અંગીકાર કરેલા પૂજ્ય મુનિરાજો પોતાના સ્થિર અંગોને સમ-વિષમ જે સ્થાનમાં પડ્યા હોય, ત્યાં તેમના તેમ રહે પણ હાલે-ચાલે નહીં. આ રીતનું મરણ પાદપોપગમમરણ કહેવાય. આમાં છેલ્લા ત્રણ મરણનું ફળ મુક્તિ અથવા વૈમાનિકદેવપણું છે. ત્રણેમાં સરખું ફળ બતાવવા છતાં વિશિષ્ટ, વિશિષ્ટતર, વિશિષ્ટતમ ધીરજવાળાને ઉત્તરોત્તર ફળ સમજવું જોઈએ. વિશેષભાવ હોવાથી ત્રણમાં પ્રથમ મરણ નાનું-બીજું મધ્યમ અને ત્રીજું જ્યેષ્ઠ કહેવાય. સાધ્વીજીને ત્રણ પૈકી પ્રથમમરણ હોય છે. કહ્યું છે કે -

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338