________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૩૧૫
અર્થ :- તપસ્વી એવા શ્રમણભગવાન મહાવીર દેવે બાર પ્રકારનો તપાચાર કહ્યો છે. તેમાં અનશનના ત્યાગરૂપ છ પ્રકારે બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્તાદિ છ પ્રકારનો આંતરિક તપ જણાવ્યો છે.
બાહ્ય તપના સૂત્રમાં આ પ્રમાણે જણાવેલ છે.
अणसणमुणोअरीआ, वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीण-याय बज्झो तवो होइ ॥ १ ॥
અર્થ :- (૧) અનશન, (૨) ઊણોદરિકા, (૩) વૃત્તિનો સંક્ષેપ, (૪) રસનો ત્યાગ, (૫) કાયાનો ક્લેશ અને (૬) શરીરની સંલીનતા આ બાહ્ય તપ છે.
અત્યંતર તપના આ પ્રમાણે છ ભેદ છે.
पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ ।
'
झाणं उस्सग्गो विअ, अब्धिंतरओ तवो होइ ॥ २ ॥
અર્થ :- (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) કાયોત્સર્ગ, એ છ પ્રકારનો આંતરિક તપ છે.
આ બધી બાબતનો વિસ્તાર આચારપ્રદીપ આદિ ગ્રંથના આધારે યુક્તિ પુરસ્કાર આગળ કરવામાં આવશે.
પહેલો તપાચાર-અનશન तत्राशनं द्विधा प्रोक्तं, यावज्जीविकमित्वरम् । द्विघटिकादिकं स्वल्पं, चोत्कृष्टं यावदात्मिकम् ॥१॥
અર્થ :- જીવનપર્યંતનું અને ઈત્વર એમ બે પ્રકારે અનશન તપ કહેલ છે. તેમાં બે ઘડી આદિ કાળ મર્યાદાનું સ્વલ્પ અનશન તપ અને જીવન પર્યંતનું ઉત્કૃષ્ટ અનશન તપ છે.
ઈત્વર એટલે નવકાર સહિતનું બે ઘડીનું પચ્ચક્ખાણ કરવું તે, તેથી નાનું પચ્ચક્ખાણ શાસ્ત્રમાં જણાવેલ નથી. તે પછી વધતાં વધતાં ઉત્કૃષ્ટ તપ થાય છે. શ્રી મહાવીરદેવના તીર્થમાં છ મહિના સુધીનું, શ્રી ઋષભદેવસ્વામીના તીર્થમાં બાર મહિના સુધીનું, તથા બીજા તીર્થંકરથી માંડી તેવીશમા તીર્થંકર ભગવાનના તીર્થમાં આઠ માસનું ઉત્કૃષ્ટ અનશન (ઉપવાસ) તપ કહ્યું છે. અહીં ઇન્દ્રિયજય તપ, કષાયજય તપ, સમવસરણ તપ, રત્નત્રયી તપ, અશોકવૃક્ષ તપ, શ્રેણિ તપ, કનકાવલિ, રત્નાવલિ, જિનકલ્યાણક તપ આદિ અનેક પ્રકારો તપના છે. આચારદિનકર ગ્રંથના બીજા ખંડમાં જણાવેલ છે. વર્ધમાન આયંબિલ તપ લાગ-લગાટ ચૌદ વર્ષ ત્રણ મહિના ને વીસ