________________
૩૧૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ सव्वावि अ अज्जाओ, सव्वेवि य पढम संघयणवज्जा । सव्वेवि देसविरया, पच्चक्खाणेण उ मरंति ॥१॥
અર્થ:- સર્વ સાધ્વીઓ, પ્રથમ સંઘયણ વિનાના સર્વ જીવો અને સર્વે દેશવિરતિવાળા જીવો પ્રત્યાખ્યાનને જ મૃત્યુ પામે છે.
અહીં પ્રત્યાખ્યાનનો અર્થ ભક્ત પરિજ્ઞા સમજવી. ઇંગિની નામનું અનશન અતિવિશિષ્ટ વૈર્યવાળાને જ હોય છે, એમ આ સાધ્વી આદિના નિષેધથી સમજાય છે. ત્યારે પાદપોપગમ તો વયના પરિપાકે દેવ-ગુરુને વંદનાદિપૂર્વક તેમની પાસે અનશન ગ્રહણ કરીને પર્વતની ગુફા આદિ નિર્જન તેમજ ત્રણ સ્થાવર જીવોથી રહિત જગ્યામાં વૃક્ષની જેમ નિશ્ચલ આંખના પલકારા વિના નિષ્ટ થઈને પ્રથમ સંહનનવાળાને, શરીરની કોઈપણ સાર-સંભાળ વિના, કોઈપણ સંસ્થાનમાંઆસનમાં સ્થિર થઈ પ્રશસ્ત ધ્યાન ધ્યાતાં પ્રાણાંત સુધી નિશ્ચળ રહેવું તે કહેવાય છે. આ બાબતમાં કહ્યું છે કે –
पढमंमि अ संघयणे, वटुंतो सेलकुट्टसमाणो । तेसिं पि अ वुच्छेओ, चउदसपुटवीण वुच्छेए ॥१॥
અર્થ - પ્રથમ સંઘયણવાળા અને પર્વના શિખરની જેમ જેઓ અચળ હોય તેમને જ પાદપોપગમ નામનું અનશન હોય છે, ચૌદ પૂર્વોના ઉચ્છેદમાં તેમનો પણ ઉચ્છેદ થાય છે.
આ ત્રણે પ્રકારના અનશન નિર્વાઘાતપણામાં લેખનાપૂર્વક જ કરવામાં આવે છે. નહીં તો આર્તધ્યાનનો સંભવ રહે છે. પરંતુ કોઈ જીવલેણ જેવી મોટી, વ્યાધિ, વીજળી ભીંત કે ગિરિશિખરનું પડવું કે સર્પાદિનું કરડવું વગેરે વ્યાઘાત પ્રાપ્ત થતાં સંલેખના વિના પણ આ અનશન લઈ શકાય છે.
ઈવર કે માવજીવ આ બન્ને પ્રકારના અનશન તપ સમગ્ર કર્મનો ક્ષય કરનાર છે, તે બાબત દષ્ટાંત જણાવે છે.
ધન્યમુનિનું દષ્ટાંત કાકંદીનગરીમાં ધના નામે શેઠને ધન્ય નામે પુત્ર હતો. યુવાવસ્થામાં તેની ભદ્રા માતાએ તેને બત્રીશ હવેલીઓ આપી અને બત્રીશ વણિકપુત્રીઓ સાથે એક જ દિવસે પરણાવ્યો. તે સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતાં પાણીના રેલાની જેમ કેટલોક સમય વીતી ગયો. તેના પરમ પુણ્યોદયે કાકંદીમાં પરમજ્ઞાની મહાઅતિશયશાલી ભગવાન મહાવીરદેવ પધાર્યા-ધન્યને પણ પ્રભુદર્શનની ઉત્કંઠા થઈ. તે પણ પગપાળો ભગવાનના દર્શને ગયો. પ્રશમરસના પ્રશાંત મહાસાગર દયાના અપૂર્વ નિધાન પરમાત્માને વંદન કરી ભવસંતાપનાશિની દેશના સાંભળવા બેઠો. તેનું ઊંડાણથી