________________
૩૧૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ આવતાં લેમર્ષીની સામે તેણે તે ધરી દીધું. મુનિનો અભિગ્રહ પૂરો થયો. આ મહાશ્ચર્ય જોઈ ઘણા જીવો જૈન ધર્મ પામ્યા.
પેલા કૃષ્ણ નામના સૈનિક બનેલા રાજાએ છ માસનું આયુષ્ય સાંભળી દીક્ષા લીધેલી ને સ્વર્ગે દેવ થયેલા તેમણે અવધિજ્ઞાનથી નિહાળી લેમર્થી પાસે આવી વંદના કરી. પછી કહ્યું “હે પરમ ઉપકારી ! ભગવાનું ! સિંધુલ રાજાના હાથીને સ્વસ્થ કરવા તમારું ચરણોદક કોઈ લે તો ના નહીં કહેતા. તેથી શાસનની મહાન ઉન્નતિ થશે.” એમ કહી તે ચાલી ગયા. સિંધુલ રાજાના ચૌદસો હાથીઓ વ્યાધિથી ઘણા પીડાતા હતા. ઘણા ઉપચાર કર્યા પણ બધા નિષ્ફળ નીવડ્યા. કંટાળી રાજાએ ઉપચાર બંધ કર્યા, પણ તેથી તો તેમની ચિંતા વધતી જ ગઈ.
શાણા માણસોની સલાહથી રાજાએ ઘોષણા કરાવી કે “આ હાથીઓને જે સ્વસ્થ કરશે તેને રાજા અડધું રાજ આપશે.” જ્યાં ઘોષણા થતી હતી તે ચોકમાં આકાશવાણી થઈ કે ગિરિકંબલ પર્વત પર ક્ષેમર્ષી નામના મહાતપસ્વી તપસ્યા કરે છે, તેમના ચરણપખાળનાં પાણીથી હાથી સ્વસ્થ થશે.
રાજસેવકોએ તેમના ચરણ પ્રાસુક પાણીથી પખાળ્યા. દેવે મુનિના શરીરમાંથી કહ્યું, “આ જળ પટ્ટહસ્તી સિવાય બધા હાથીને પાજો, તે નીરોગી થશે. પણ પટ્ટહસ્તી માટે કોઈ બીજા ધર્મના મહાત્માનું ચરણોદક મેળવજો.” તે પ્રમાણે તે જળ પટ્ટહસ્તી સિવાય બધાંને પાયું ને બધા સ્વસ્થ પણ થઈ ગયા. પટ્ટહસ્તીને અન્ય તીર્થિકોનું જળ પાયું ને પીતાં જ હાથી મરણ પામ્યો. રાજાએ મુનિ પાસે જઈ અડધું રાજય ગ્રહણ કરવાની વિનંતી કરી. મુનિ બોલ્યા “ભલા રાજા !, રાજ અમારે શા ખપનું? રાજ તો અંતે નરક અપાવે છે, ધર્મ સિવાય અમારે શું જોઈએ !” રાજા ઘણા વિસ્મિત ને આનંદિત થઈ ઘરે આવ્યા. મુનિની પાદુકા કરાવી એક દહેરીમાં પધરાવી.
એકદા સામેથી આવતા શબને જોઈ મુનિએ કોઈને પૂછ્યું “આ શું છે?” તેણે કહ્યું ધનશ્રેષ્ઠીના પુત્રને છ મહિના પૂર્વે સર્પ ડસ્યો હતો તે આજે મૃત્યુ પામ્યો છે. મુનિએ કહ્યું “અરે આ તો જીવતા માણસને બાળવા ચાલ્યા.” આ સાંભળી તેણે ધનશ્રેષ્ઠીને આ વાત જણાવી. શેઠે વંદન કરીને મુનિને પ્રાર્થના કરી કે “જો જીવતો જ હોય તો મારા પુત્રને બેઠો કરો.” મુનિએ નવકાર ગણી પ્રાસુક જળ છાંટ્યું ને તે તાળવે પ્રાણવાળો યુવાન બેઠો થયો, બધે ધર્મનો જયજયકાર થયો. મુનિ તો પોતાને માર્ગે ચાલ્યા ગયા.
એકવાર તો વળી એવો અભિગ્રહ તેમણે લીધો કે - જંગલમાં જેને પ્રસવ થયો છે તેવી વાઘણ નગરમાં આવી મને વીસ વડાં આપે તો મારે પારણું કરવું.
नव प्रसूत वाघिणी विकराल, नगरमांहि बीहावे बाल । वडां वीस जो पणमि दिये, तो खिम ऋषि पारणुं करे ॥१॥