________________
૩૦૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
(૨) “સમÚડિલ” એટલે ઊંચું નીચું નહીં પણ સરખું સ્થાન. ઊંચા-નીચા સ્થાનમાં લઘુ-વડી
નીતિ કરતાં છકાયની હિંસા ને સંયમની વિરાધનાનો ભય રહે છે. (૩) “અશષિર” એટલે ઢેફાવાળી કે ઘાસના પૂળા-લાકડાં કે છાણાં આદિ પદાર્થોથી પૃથ્વી
ઢંકાયેલી ન હોય તેવી ભૂમિ અશુષિર કહેવાય, શુષિર સ્થાનમાં વીંછી આદિ જંતુ પણ
હોય છે. (૪) “અચિરકાલકૃત” એ જે સ્થાનો જે ઋતુ વિશેષમાં અગ્નિ આદિ લગાડવાના કારણે
નિર્જીવ થયાં હોય તે જ ઋતુમાં તે સ્થાનો અચિરકાલકૃત કહેવાય છે. એટલે કે બે મહિનાના પ્રમાણવાળી તે ઋતુમાં તે સ્થાનો શુદ્ધ ગણાય. ત્યાર પછીની ઋતુમાં તે સ્થાનો મિશ્ર કહેવાય. તેમજ જે સ્થાનમાં એક વર્ષાકાળ સુધી ગૃહસ્થી યુક્ત ગામ વસેલું હોય તો
તે સ્થાન બાર વર્ષ સુધી અંડિલાદિ માટે શુદ્ધ ને ત્યારબાદ અશુદ્ધ. (૫) “વિસ્તીર્ણ” એટલે જઘન્યથી આયામ અને વિખંભ એક હાથનો હોય ને ઉત્કૃષ્ટથી બાર
યોજનનો હોય તે સ્થાન વિસ્તીર્ણ કહેવાય. તેમાં ઉત્કૃષ્ટ પ્રમાણ તો ચક્રવર્તીની સેનાના
પડાવમાં અન્યથા મધ્યમ પ્રમાણ જાણવું. (૬) “દૂરવગાઢ” એટલે જે ગંભીર (G) સ્થાન હોય છે. તેમાં નીચે બાર આંગળ સુધી
અગ્નિ અથવા સૂર્યના તાપથી થયેલી અચિત્તભૂમિનું જઘન્ય પ્રમાણ ને પાંચ આંગળથી
માંડીને વિશેષ હોય તે ઉત્કૃષ્ટ પ્રમાણ જાણવું. (૭) “અનાસન્ન” વસતિ-ઉપવન (રહેઠાણ)થી અતિ નજીક ન હોય તે અનાસન સ્થડિલ . કહેવાય. આના દ્રવ્યાસન અને ભાવાસન્ન એવા બે ભેદ છે. તેમાં દ્રવ્યાસન એટલે દેવાલય, હવેલી, ગામ, ઉદ્યાન, ખેતર, માર્ગ આદિની સમીપ હોય તે, આ સ્થાનોમાં પારિષ્ઠાપન કરવાથી - પરઠવવાથી સંયમ અને સ્વયંનો ઘાત થવારૂપ બે પ્રકારના દોષનો સંભવ છે. કારણ કે તે તે સ્થાનકોનો સ્વામી ત્યાં પરઠવેલા મળ-આદિને પોતાના નોકર પાસે ઉપડાવે, પાણી આદિથી તે જગ્યા-નોકરના હાથ આદિ ધોવરાવે તેથી સંયમનો ઉપઘાત થાય અથવા સ્થાનના ધણીને સાધુ આદિ ઉપર ક્રોધ દ્વેષ થાય તો તે તાડના-તર્જના કરે તેથી પોતાનો ઉપઘાત થાય. ભાવાસન એટલે ઉતાવળાદિ કારણે નજીકમાં જ પરઠવે
(૮) “બિલવર્જિત” એટલે બીલ-દર વગેરે કોઈપણ છિદ્ર કાણાં ન હોય તેવી ભૂમિ. (૯) તથા “ત્ર-પ્રાણ-બીજ રહિત” એટલે સ્થાવર કે જંગમ સમગ્ર જંતુ જાતથી રહિત સ્થાન,
હોય તે. (૧૦) આ દશ પદોના એક સંયોગી, બે સંયોગી, આદિ ભાંગા કરતાં એક હજાર ને ચોવીશ