________________
૩૦૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
૨૮૧
ચોથો-પંચમો ચારિત્રાચાર ग्राह्यं मोच्यं च धर्मोप-करणं प्रत्युपेक्ष्य यत् । प्रमार्य चेयमादान-निक्षेपसमितिः स्मृता ॥१॥
અર્થ:- ધર્મનાં ઉપકરણોને જોઈ-માર્જીને લેવા-મૂકવાં તેનું નામ આદાનનિક્ષેપ નામની ચોથી સમિતિ-ચારિત્રાચારનો ચોથો આચાર છે.
ઔથિક એટલે રજોહરણ (ઓશો) મુહપત્તિ આદિ અને ઔપગ્રહિક એટલે સંથારો-દાંડો આદિ બીજું પણ કાંઈ ધૂળનું તેડું, રાખ, પાટ-પાટલાદિ જોઈ પ્રમાર્જિને લેવાં અને પૃથ્વી પર મૂકવાં. કોઈપણ વસ્તુ લેવા પૂર્વે આંખોથી જોવી અને રજોહરણ આદિથી પ્રમાર્જીને જ લેવી કે મૂકવી. જોયા-પ્રમાર્યા વિના લેવા મૂકવાથી સૂક્ષ્મ પનક (લીલ-ફૂગ) તથા કુંથુવા કીડી મકોડી આદિ જીવોની હિંસા થાય છે, પરિણામે ચારિત્રની વિરાધના થાય છે ને ક્યારેક તો વળી વીંછી આદિ ઝેરી જંતુ કરડી જાય તો આત્માની વિરાધનાનો પણ સંભવ ઊભો થાય છે. વસ્ત્રાદિની પ્રતિલેખણા પણ વાયુકાય વગેરેને જરાપણ પીડા ન થાય તે પ્રમાણે કરવી જોઈએ. કારણ કે આ પ્રમાર્જના કે પડિલેહણા જીવની દયા માટે કરવાની હોય છે. માટે આ ક્રિયાઓમાં સાધુઓએ સાવધાનીપૂર્વક પ્રમાદથી બચવું. કહ્યું છે કે –
पडिलेहणकुणंतो मिहो कहं कुणह जणवयकहं वा । देह च पच्चक्खाणं, वाएइ सयं पडिच्छइ वा ॥१॥ पुढवी आउक्काए, तेउ-वाउ-वणस्सइ-तसाणं । पडिलेहणपमत्तो, छन्नपि विराहणो होइ ॥२॥
અર્થ - પડિલેહણ કરતાં પરસ્પર વાતો કરે કે દેશ-કથાદિ કરે, પચ્ચકખાણ આપે, કોઈને વિંચાવે અથવા પોતે વાંચના લે તો તેમ કરતાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તથા ત્રસકાયની વિરાધના-પડિલેહણની ક્રિયામાં તે પ્રમાદી સાધુ કરે છે. આવી રીતે શરીર પ્રમાર્જમાં પણ અપ્રમત્ત થવું. પ્રસન્નચંદ્ર રાજર્ષાના ભાઈ વલ્કલચીરી ધૂળથી ખરડાયેલાં વસ્ત્ર-પાત્રની પ્રાર્થના કરતાં કેવળજ્ઞાન પામ્યા હતા.
દીક્ષિત થયેલા સોમિલ નામના બ્રાહ્મણને ગુરુએ કહ્યું, પાત્રાદિકની પડિલેહણા કરો આપણે આજે વિહાર કરીશું. સોમિલમુનિએ તેમ કર્યું, પણ કારણવશ વિહાર લંબાયો એટલે ગુરુશ્રીએ કહ્યું; “પાત્રાની પ્રાર્થના કરી પાછા મૂકી દો.” સોમિલે ઉત્તર આપતાં કહ્યું “હમણાં જ તો